SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા 360 (૧૦૨) શમીમ શેખ (૧૯૪૩) મૂળનામઃ હિસાબુદ્દીન જાફરભાઇ શેખ. શમીમ શેખ ઉપનામથી જાણીતા છે. શિક્ષક પત્રકાર, ઉર્દૂ તથા ફારસી ભાષાના જાણકાર. ‘નન્હેમુન્ને ઇસ્લામિક બાળમાસિકનું સંપાદન. ‘ઇકરા વાંચનમાળા' પ્રકાશિત કૃતિ. તેમની કવિતાઓ પાટણની વિવિધ પદ્મપત્રિકાઓમાં પ્રકાશિત થતી રહે છે. વિદેશોના પ્રવાસનો અનુભવ. (૧૦૩) શાહ ચીમનલાલ જેચંદ (?-૧૯૬૫) M.A. ‘ઉત્તર હિંદમાં જૈનધર્મ” તથા “સુશીલાના પત્રો' પ્રકાશિત કૃતિઓ. સમાજસેવક અને જ્ઞાતિહિત ચિંતક તરીકે પ્રસિદ્ધ. (૧૦૪) શાહ, નવનીતભાઈ છોટાલાલ (૧૯૨૮) અજાતશત્રુ અને વિદ્વાન અધ્યાપક. વતનઃ સિદ્ધપુર, જન્મ : કલોલ. કર્મભૂમિ-સ્થાયી નિવાસઃ પાટણ. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને મેળવવા બદલ સ્વ. બ.ક.ઠાકોર સુવર્ણચંદ્રકથી વિભૂષિત. ૧૯૫૯થી નિવૃત્તિ પર્યત આર્ટ્સ કોલેજ, પાટણમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં તેમની કવિતાઓ લેખો, વાર્તાઓ તથા નિબંધો પ્રકાશિત થતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી હમલોગ દૈનિકમાં ઝીણી વાત” હેઠળ ચિંતનપ્રધાન હળવા નિબંધો પ્રગટ થાય છે. કૃતિઓઃ “સાહિત્ય સ્પર્શી અને ઇશ્વર પેટલીકર' (પરિચય પુસ્તિકા) શીર્ષક હેઠળ બે વિવેચન ગ્રંથો પ્રકાશિત. સહતંત્રી : પરમતત્ત્વ' (સર્વમંગલ આશ્રમનું મુખપત્ર). (૧૦૫) શાહ, પુરષોત્તમદાસ ભીખાભાઈ B.A., LL.B. વાયડા વૈષ્ણવ વણિક. ‘દાસકાકા'ના હુલામણા નામથી જાણીતા તથા પાટણની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ઓતપ્રોત. સંસ્કૃતિ પુરુષ. સર્વમંગલ આશ્રમના સંચાલક તરીકે તેમની સેવાઓ પ્રશસ્ય રહી છે. બાલ્યાવસ્થા કઠોર સંઘર્ષમાં વ્યતીત કરી. વાંચન લેખનનો ભારે શોખ. લેખનની શરૂઆત જ્ઞાતિ મુખપત્રથી કરી. ‘વાર્તાકાર’ના ઉપનામથી ટૂંકીવાર્તાઓ લખી. કૃતિઓઃ વાર્તાસંગ્રહ - વેળાવેળાની છાંયડી, પહેલો દોર, માદરે વતન, ચરમરજ, તીર્થ સંગમ તથા જીવનનો રંગ (શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ), આત્મકથા-સંઘર્ષ (૧૯૮૯) કપરાં ચઢાણ (૧૯૯૩) પ્રવાસ-સલામ અમેરીકા (૧૯૯૪), નવલકથા-જીવન એક સંગ્રામ (૧૯૯૭), સ્વર્ગ (૧૯૯૯) જીવનચરિત્ર-મહારાજશ્રી સાથે ૨૧ વર્ષ (૧૯૯૦), અંતર મનની વાતો (૧૯૯૮). આ કૃતિઓ ઉપરાંત તેમની સૌથી મોટી સેવા. પૂજ્ય ભાનુવિજયજી મહારાજશ્રીનાં પ્રવચનોનું સંપાદન-કાય. સ્થિતપ્રજ્ઞ, તત્વચિંતન, પ્રાર્થના પુસ્તક, પ્રેમલક્ષણા ભક્તિ, મીરાંની વાણી, ધન્યો ગૃહસ્થાશ્રમે વગેરે. સ્વ. રામલાલ મોદીલેખ સંગ્રહ ૨-ભાગ (૧૯૫૩૧૯૬૫). તંત્રી : પરમ સમીપે. ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવી ભાત પડે તેવી તેમની આત્મકથા સંઘર્ષ” ની ભોગીલાલ સાંડેસરા, દર્શક તથા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ મુકતકંઠે વખાણી છે. આ કૃતિ આત્મકથાની સીમાઓ પાર કરી તત્કાલીન સમાજ અને રાષ્ટ્રજીવનનો એક અનુપમ દસ્તાવેજ સમાજ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy