SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ યુગે યુગે પાટણની પ્રભુતા . (૯૬) વોરાજીવાલા, રતનચંદ લલ્લચંદ તપસ્વી પ્રેમવિજયજી મહારાજનું જીવનવૃત્તાંત' ગ્રંથની રચના. (૭) વોરા, રંગરાય વ્રજરાય (૧૮૫૦-૧૯૫૦) નાગર ગૃહસ્થ. પાટણ હાઇસ્કૂલમાં શિક્ષક. સાદગીપૂર્ણ અને ઇશ્વર ભક્તિ પરાયણ જીવન. ભજનમાળા (૨-ભાગ, ૧૯૨૪, શેઠ ઉજમશી મોદીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સહિત) પ્રકાશિત કૃતિ. (૯૮) વ્યાસ, જિતેન્દ્ર કાલિદાસ (૧૯૪૩). જન્મ : વતન ચાણસ્મા, કર્મભૂમિ : પાટણ. ૧૯૬૧-૬૨ થી આર્ટ્સ કોલેજ, પાટણમાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત. કાવ્યસંગ્રહ ભમ્મરિયું મધ” (૧૯૮૨) ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત. કુમાર પારિતોષિક’ થી વિભૂષિત. આધુનિક ગુજરાતી કવિતાના આગલી હરોળના કવિ તરીકે પ્રતિષ્ઠિત. તેમની કવિતાઓ ગુજરાતીનાં અગ્રણી સામયિકોમાં પ્રકાશિત થતી રહે છે. કવિ ઉપરાંત વિદ્વાન અધ્યાપક અને કુશળ વક્તા તરીકે ખ્યાતિ પ્રાપ્ત. (૯) વ્યાસ, તુષાર જિતેન્દ્રભાઈ (૧૯૭૩) M.A. (અંગ્રેજી, સુર્વણચંદ્રક વિજેતા). વતન : ચાણસ્મા, સ્થાયી નિવાસ : પાટણ. આર્ટ્સકોમર્સ કોલેજ, માણસામાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્યરત. સાહિત્યના સંસ્કાર વિરાસતરૂપે પ્રાપ્ત હોઈ કિશોરવયથી કવિતા, ટૂંકીવાર્તાના સર્જનમાં વિશેષ રુચિ. તેમની વાર્તાઓ ગઘપર્વ તથા તાદર્થ્યમાં પ્રગટ થયેલ છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ મૌલિક વાર્તાઓ પ્રગટ થઇ છે. પ્રગટ વાર્તાઓ “કૃતજ્ઞ” 'ગદ્યપર્વ' અંક સપ્ટેમ્બર - ૯૭ (૨) “કાળોમોટ’ ‘ગદ્યપર્વ' જાન્યુઆરી, ૯૭, “નાજુક લાકડી', તાદર્થ', ૧૯૯૮ "The Sweet Home" અંગ્રેજી વાર્તા "The Brown Crition (Bombay)", 1998, "A Munificent Gift" (અંગ્રેજીમાં ભાષાંતરિત વાર્તા) "Revaluations (Bhuvaneswar)" ૧૯૯૪, અંત સલિલા', 'એક અવલોકન’: વિવેચન લેખ અંત સલિલા” ૧૯૯૮. અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં પ્રભુત્વને લીધે ભાષાંતર કલામાં પણ હથોટી પ્રશસ્ય રહી છે. તેમની પ્રકાશિત કૃતિઓના આધારે નિઃશંક કહી શકાય કે તેઓ એક સશકત વાર્તાકાર અને વિવેચક તરીકે સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે. (૧૦૦) વ્રજરત્ન ચીમનલાલ રૂગનાથજીની પોળ, સોનીવાડામાં નિવાસ. પ્રાથમિક શિક્ષક. ધાર્મિક પુસ્તકોનું લેખનકાર્ય. (૧૦૧) શાહ, ચીનુભાઈ ગિરધરલાલ વતન : પાટણ, કર્મભૂમિ અમદાવાદ. “સ્વસ્થ માનવ” ના સંપાદક. કૃતિઓઃ હૈયા વલોણું આપણું આરોગ્ય, વહેણ હેયાનાં, મારાં અંગ મલકાયાં, અઢાર દિવસ જાપાનમાં, ગીતા ઘડપણની, ચમત્કારોની ચકાસણી, મરણ પછી શું?, મારી નજરે, હળાહળ ઝેર કોમવાદનું, હું દિગમ્બર અને હું શ્વેતામ્બર, મેથી, અંધારાને કહો ઉચાળા ભરે, આપણી ભાષા ચેતના, વળતી ટપાલ વગેરે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy