SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૪૧) પટેલ, બાબુભાઇ ચતુરદાસ (૧૯૩૩-૧૯૯૯) M.Sc., M.Ed. વતન : મણુંદ, કર્મભૂમિ-સ્થાયી નિવાસ : પાટણ. કોલેજ ઓફ એજ્યુકેશન પાટણમાં સત્ ૨૫ વર્ષ સુધી કાર્યકુશળ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી ૧૯૯૩માં નિવૃત્ત તેમના કાર્યકાળ દરમ્યાન આ કોલેજે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ કોલેજ તરીકેનો એવોર્ડ મેળવી ૨૫૦૦૦ રૂા. નું રોકડ ઇનામ મેળવેલ, જે તેમની વ્યાવસાયિક પ્રતિબધ્ધતા અને નિપુણ પ્રશાસક તરીકેનાં દર્શન કરાવે છે. યુજીસી અને એનસીઆરટી દ્વારા સ્પોન્સર કરેલ ૩ રિસર્ચ પ્રોજેક્ટની સફળ કામગીરી કરી. કૃતિઓ : Sex 'Differences in Mathematical Ability (Published by Sardar Patel University), ગણિત અધ્યાપનની પદ્ધતિઓ (સહ-લેખક), ધોરણ-૯ માટે ગણિતનું પાઠચપુસ્તક (સહ-લેખક), ધોરણ ૮,૯ અને ૧૦ની ગણિત વર્કબુક, ઉપરાંત થોડાક લેખો. નિવૃત્તિ બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના સતત શિક્ષણ વિભાગના નિયામક તરીકે જીવનપર્યંત સેવાઓ આપી. તેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ B.Ed. અભ્યાસક્રમનાં ૧૨ પુસ્તકોનું ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રકાશન. ૩૪૭ (૪૨) પટેલ, મગનલાલ શંકરલાલ (૧૮૭૯-?) જન્મ : માંગરોળ, રાજકોટની હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાં પ્રશિક્ષણ મેળવી માંગરોળ સ્ટેટના જૂથળ ગામમાં શિક્ષક થયા. વળા સ્ટેટમાં કારીભારી તરીકે સેવાઓ આપી. ‘કડવા હિતેચ્છુ’ માસિકનું સંપાદન. ૧૬ થી અધિક ગ્રંથોનું પ્રકાશન. સાદી શિખામણ ૮ ભાગ (૧૮૨૭-૩૦), કપોળવતી (૧૮૯૩), સુખી સદન (૧૮૯૫), માનસિંહ અભયસિંહ નાટક (૧૯૦૬). તેમના ગ્રંથ સાદી શિખામણને હરગોવિંદદાસ કાંટાવાળા, રમણભાઇ નીલકંઠ, નરભેરામ મહેતા વગેરે એ ભારે આવકાર આપેલ. પાટણના એક ચરિત્ર અને નીતિબોધ કથાના લેખક તરીકે તેઓશ્રી સંદૈવ સ્મરણીય રહેશે. (૪૩) પટેલ, મોહનલાલ બાભઇદાસ (૧૯૨૭) ગુજરાતી લઘુકથાના જનક, સર્વવિધાલય, કડીના કુલગુરુ, કડીની 'સારસ્વત ચેતનાનો પ્રાણ અને પાટણનું ગૌરવ એવા શ્રી મોહનલાલનો જન્મ તા. ૨૪ એપ્રિલ ૧૯૨૭ના રોજ પાટણમાં થયો હતો. પાટણમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મેળવી મુંબઇ યુનિવર્સિટીમાંથી B.A. ડિગ્રી ૧૯૪૭માં ઇતિહાસ મુખ્ય વિષય અને અર્થશાસ્ત્ર ગૌણ વિષય સાથે મેળવી. B.Ed. (1955) M.A. (ગુજરાતી ૧૯૬૧). ગાંધી વિચારથી પ્રભાવિત તથા ગામડાંઓને બેઠાં કરવાની ભાવનાથી તેમજ સન્મિત્ર રામભાઇના આગ્રહથી શહેરી જીવનનો ત્યાગ કરી સર્વવિધાલય, કડી (૧૯૫૦-૮૪)માં જોડાયા અને સ્થિતપ્રજ્ઞ ભાવે નિવૃત્તિકાળ સુધી સેવાઓ આપી. યુવા મોહનભાઇ સાહિત્યિક આબોહવા લઇને કડીમાં પ્રવેશ્યા ! કડીને સાહિત્યના રંગથી રંગ્યું. તેમના વિધાર્થી રહી ચુકલા પ્રતિભાશાળી વિવેચક, નિબંધકાર ડૉ. ભોળાભાઇ પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે ‘‘મોહનલાલ પટેલ અમદાવાદથી નવા સાહેબ આવ્યા એમની સાથે મોપાસા, ચેખોવ, ઓહેનરીનું વાર્તાજગત, બ્રાઉનિંગના મોનોલોગ્સ, શરદબાબુ અને ખાંડેકરનું જગત આવ્યું.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy