SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા (૩૬) નાયક, ચંપકલાલ છબીલદાસ (૧૯૦૯-?) સંગીત વિશારદ. મ્યુઝીક ડિપ્લોમા. સંગીત વિષયક ગ્રંથો પૈકી અષ્ટછાપીય ભક્તિસંગીત (૧૯૮૩), ગુજરાતી નાટકમાં ગીતોની સરગમ, કીર્તન પધાવલી, પ્રાચીન ધોળપદસંગ્રહ, સંગીત કાવ્યસુધા, સંગીત કીર્તનપધ્ધતિ, સંગીત પાઠાવલી, નિત્ય પદસંગ્રહ વગેરે પ્રસિધ્ધ છે. ગાયકી ક્ષેત્રે પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. આકાશવાણી દ્વારા તેમના હવેલી સંગીતના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવેલ છે. ૩૪૬ (૩૭) નાયક હરગોવિંદભાઇ ચંદુલાલ (૧૯૨૭-૧૯૯૬) M.A., Ph.D. (હિન્દી). કોલેજના અધ્યાપક તરીકેની નિવૃત્તિ બાદ ગુજરાત વિધાપીઠમાં પ્રૌઢશિક્ષણ વિભાગમાં જોડાયા. હિંદીમાં વિવિધ વિષયક અભ્યાસપૂર્ણ લેખો અને વિધાર્થીઓ માટે સહાયક અભ્યાસ સામગ્રીનું પ્રકાશન. (૩૮) નાન્દી, જટાશંકર (૧૮૭૫-૧૯૬૮) પ્રાથમિક શિક્ષકમાંથી સ્વઅભ્યાસ બળે વકીલ થયા. વકીલાતમાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ નેચરોપેથ ડોક્ટર થયા. ‘નેચરોપથી સોસાયટી ઓફ અમેરીકાના આજીવન સભ્ય. કુદરતી ઉપચાર વિશે વિવિધ શીર્ષક હેઠળ જેમકે સૂર્યકિરણ ચિકિત્સા, આદર્શ આહાર, અપચો-મંદાગ્નિ, સદા તાજા રહો, માંદગીનાં કારણો, મુંઝવાતું આરોગ્ય, રોગ અને આરોગ્ય વગેરે નાનાં મોટાં ૩૦ પુસ્તકોનું પ્રકાશન કર્યું. કેટલાક ગ્રંથો હિંદી તથા મરાઠીમાં અનુવાદિત થયેલ છે. (૩૯) નાન્દી, તપસ્વી શંભુચંદ્ર (૧૯૩૩) M.A., Ph.D. પ્રોફેસર એમિરટસ (યુજીસી). સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સુવર્ણચંદ્રક વિજેતા. શ્રેષ્ઠ સંશોધન કાર્ય માટે ડૉ.નાયક સુવર્ણચંદ્રક (૧૯૭૨) થી સન્માનિત. ૧૯૯૩માં ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગાધ્યક્ષ પદેથી નિવૃત્ત થયા. ૧૦૦ થી અધિક સંશોધન લેખો અને ૧૫ પુસ્તકોનું પ્રકાશન. સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર અને પ્રખર વિધા પુરુષ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત. સંસ્કૃતમાં તેમના સંશોધન અને પ્રદાનને લક્ષમાં રાખીને ‘સર્ટિફિકેટ ઓફ ઓનર’થી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ૧૯૯૦માં વિભુષિત. તેમના માર્ગદર્શન હેઠળ ૧૫ વિધાર્થીઓએ Ph.D. ની ડિગ્રી મેળવી. તેમની ઉલ્લેખનીય કૃતિઓ કાવ્યપ્રકાશ (૧૯૭૬-૮૪), જિનસમુદ્રસુરિ કૃત રઘુવંશટીકા (૧૯૮૯), The Origin and development of the theory of Rasa and Dhavani in Sanskrit Literature (1973), ધ્વન્યાલોક લોચન (૧૯૭૩), નાટચશાસ્ત્ર (૧૯૯૪), ભારતીય નાટચશાસ્ત્રની વિચાર પરંપરાઓ (૧૯૮૫) વગેરે છે. (૪૦) નાન્દી, સoરા શંભુચંદ્ર (૧૯૨૫-૧૯૯૪) M.A., સંસ્કૃતનાં ઉંડા અભ્યાસી અને વિદુષી પ્રધ્યાપિકા. સંસ્કૃતના સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને અનેક પુસ્તકોનું સંપાદન, જેનું પ્રકાશન મહાજન પબ્લીશીંગ હાઉસ દ્વારા કરવામાં આવેલ છે. જીવનપર્યંત નવજીવન ટ્રસ્ટ સાથે જોડાયેલ રહ્યાં હતાં.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy