SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ યુગે યુગે પાટણની પ્રભુતા કામને કાજ રહેવા દેજો વતૃભાને લઈ રહેજો કામકાજ મૂકો પઠતા રે બાઈ, ભાઈને રાખો ૨ઠતા, હાલો...હાલો... ગાતાં ગાતાં અચકી જઇ રાણી નિઃશ્વાસ મૂકી કહે, ફાટેલી ગોળીને થીગડા દેવાને લુગડુંય નથી તો પારણું ક્યાંથી લાવું બેટા, હીરનો કંદરો મળતો નથી તો હીરાનો ક્યાંથી લાવી પહેરાવું! કાલીઘેલી વાણીમાં એકબાજુ માતૃહૃદયનો સ્નેહ અને બીજી બાજુ હૈયુ ખેદથી ભરાઇ જાય. આ ઉપરાંત બીજા અનેક હાલરડાં રાણીને મુખે ગવાતાં મળે છે. જેમાં મા-બાપ, ભાઈબહેનને પ્રિય ભરથારને સંભારી વિધવા રાણી અથુપાત કરતી. મહિપતરામે વનરાજ ચાવડો'માં નોંધ્યું છે તેમ સરસ્વતીને તીરે રસાળ ભૂમિ મળે વિકમ સંવત ૮૦૨ (ઇ.સ.૭૪૬) મહાવદ શુભ સાતમને ચીકણા શનિવારે મહોત્સવ થઇ રહ્યો હતો. આ શુભ દિવસે ત્રણ ક્રિયાઓ થઈ. વનરાજ લગ્ન, રાજ્યાભિષેક અને ખાતમુહૂર્ત. વિધિમાં પત્ની જોડે જોઇએ એથી વગર ધામધૂમે વનરાજ આબુપતિને તંબુએ ગયો અને સુંદરકેશીને પરણી લાવ્યો. વનરાજની સવારી ચઢી છે ચંપો અને અણહિલ ચમ્મર ઢોળતા અને હાથીની આગળ છડીદારો નેકી પોકારતા અને પાછળ ગોલીઓનું ટોળું ગીતો ગાતું ચાલતું. કેવા ચંદ્રમાં છે ઉજળા ! મેઘાડંબર ગાજે, કેવો મુર્જરેશ્વર છે કુળવંતા ! મેઘાડંબર ગાજે, એણે કેવી છે કાઢી બઠરે ! મેઘાડંબર ગાજે, એણે સોલંકીના નાક વાલ્યા ૪૮ રે ! મેઘાડંબર ગાજે, એ કેવો છે તેજી લાઠ રે! મેઘાડંબર ગાજે, એણે વેરીને કર્યા સઠ રે ! મેઘાડંબર ગાજે, અણે પીળું પીતામ્બર પહેડ્યુિં! મેઘાડંબર ગાજે, સુંદરકેશી દઈઠું હરિયું . મેઘાડંબર ગાજે, એ તો કુળતારણ યશસ્વી ! મેઘાડંબર ગાજે, ' ગીતમાં રૈયતનો રાજા પ્રત્યેનો પ્રેમ અહીં પ્રગટ થાય છે. વનરાજ પોતાના કુંવર યોગરાજાને કેળવણી આપવા પિતા-પુત્ર વેશ પલટો કરી પાટણની નગરચર્ચાએ નીકળે છે. એ સમયે નાગરવાડામાં વિવાહ ઉજવાયા હતા. નાગરાણીઓ ગીતો ગાતી નજરે પડી. ત્યાં તેમણે ગણેશ માટલીના ગીતો સાંભળ્યાં ગણેશ પાટ બેસાઠીએ, ભલા નીપજે પકવાન સગાંસંબંધી તેઢીએ, જો પૂજ્યા હોય જમવાન જે છે તે આપણે ગણપતિ, તેનો તે ઘન અવતાર
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy