SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા લોકમાતા મીનળદેવી તથા જેમની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે લોકહૃદયમાં પંકાયા તે વસ્તુપાળ અને તેજપાળની કથાઓ પણ લોકોમાં એટલી જ જાણીતી બની છે. વાઘેલા વંશના છેલ્લા રાજા કરણઘેલાથી પાટણમાં રાજપૂત શાસનકાળનો અંત આવે છે. અને ત્યારબાદ ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં ગયું. પાટણ માત્ર રાજસત્તાનું કેન્દ્ર નહી પણ વિદ્યાકલાનું પરમધામ સમું, શિલ્પ સ્થાપત્ય અને કળામું સંસ્કૃતિ કેન્દ્ર પણ હતું. સિધ્ધરાજે ગોદાવેલું સહસ્ત્રલિંગ તળાવ અને તેના કાંઠે બંધાવેલાં ૧૦૦૮ શિવાલયો, ઉપરાંત જસમા ઓડણ, સતી રાણક, વીરમાયો, બર્બરક વગેરેની રાજા સાથે જોડાયેલી કથાઓ ખૂબ જ પ્રચલિત છે. ભલે એને ઇતિહાસનું સમર્થન મળતું નથી. પણ એ સોલંકી યુગની ગાથાઓ લોક સાહિત્યમાં લોકોએ શ્રધ્ધા અને ભક્તિથી હૃદયમાં સંઘરી છે. અને લોકકવિઓએ એ ઐતિહાસિક પ્રસંગોને કાવ્યો દ્વારા અમર કરેલ છે. ચાવડાવંશ, સોલંકીવંશ અને છેલ્લે વાઘેલાવંશ સુધી અણહિલપુર પાટણ કમેકમે વિકાસ પામ્યું, તેમાંય ખાસ કરીને સોલંકી યુગ દરમિયાન બીજા શબ્દોમાં પાટણનો ભવ્ય ભૂતકાળ લોકહૃદયમાં કંઠોપકંઠે પદ્ય અને ગદ્ય સ્વરૂપે કેવી રીતે ઝીલાયો છે તે લોકસાહિત્ય જાણવાથી તેની પ્રતિતિ થશે. પાટણ પ્રદેશ પર થયેલા સત્તા પલટાઓએ લોકજીવન પર પ્રબળ અસર કરી છે. વનરાજ ચાવડો, સધરા જેસંગ, લોકમાતા મીનળદેવી, જસમા, રાણકદેવી, વીરમાયો આ બધાં જ પાત્રો સમગ્ર ગુજરાતની પ્રજાના હૈયામાં વસેલાં છે. વિદ્વાનો ભલે એને ઇતિહાસ તરીકે ન સ્વીકારે પણ એ લોકહૃદયમાં એવા જડાઈ ગયાં છે કે તે કદાપિ ઉખડી શકે તેમ નથી. ' લોકગીતોમાં પ્રગટ થતું તત્કાલીન સમાજજીવન પ્રકૃતિ સૌદર્યના પારણામાં ઝૂલતાં આવેલાં લોકગીતોએ આપણી સંસ્કૃતિ ઉપર અનોખો પ્રભાવ પાડ્યો છે. એ પ્રભાવ જનમાનસના મન ઉપર વર્ષો સુધી ટકી રહ્યો છે. લોકગીતો લોકજીવન સાથે વિશેષતઃ નારી જીવન સાથે જોડાયેલાં હોવાથી જીવનની તમામ અવસ્થાઓનું જીવનના વિવિધ પ્રસંગો ભાવોનું તેમાં નિરૂપણ થયું છે. પંચાસરની નગરી ઉપર રાજ કરતા જયશિખરીનું દક્ષિણના રાજા ભુવડને હાથે પતન થતાં સગર્ભા રાણી રૂપસુંદરી પોતાના ભાઈ સુરપાલ સાથે નાસી છુટી. જંગલમાં ભીલોને આશરે આવી ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો. વનમાં જન્મ્યો હોઇ તેનું નામ વનરાજ રાખવામાં આવ્યું. ભીલડીઓ તો કુંવરનું સુંદર રૂપ જોઇ મોહ પામતી. હાથમાં લઈ લઈને બચીઓ કરે અને રમાડે. રાણીને થતું કે ક્યાં મહેલોમાં ખૂલનારો આ બાળ અને ક્યાં આ ઝાડની ડાળી એ ઝૂલતો આ બાળ. કુંવરને ઊંઘાડવા રાણી હાલરડાં ગાતી તે વખતે તેની આંખોમાં આંસુ આવતાં સૂતા રે સૂઠાને સૂતા પોપટ, સુતા વધતા મોર, સુતા રૂઠા રામ, એક ન સુતો મારો વતૃભા, તેણે જમાડ્યું આખું ગામ એક ઘઠી તુ સૂઈજા રે ભાઈ, મારે ઘરમાં કાકા રે કામ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy