SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા શિરપડ્યું ને ધડ લડ્યું પ્રાં. મુનિદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પંચાસરમાં ચાવડાઓનું રાજ્ય હતું. ત્યાં જયશિખરી રાજા રાજ્ય કરતો હતો. તેને કેટલાક ઇતિહાસકારો જયશેખર અથવા જયશિખરી પણ કહે છે. ગુર્જર દરબારમાં કવિશંકર બારોટ નામે મોટો પંડિત પણ હતો. સંસ્કૃત અને પ્રાકૃત કવિતાના ગ્રંથો તેને મોઢે હતા. પિંગળશાસ્ત્ર તેની જીભના ટેરવે હતું. શીધ્ર કવિતા રચવામાં કવિ શંકર ઘણો કુશળ હોઇ તે મહારાજા જયશિખરીનું મનોરંજન કરતો તે ભારે સ્વદેશાભિમાની હતો. બધા ગુણોના ભંડાર જેવો કવિશંકર બારોટ થોડોક અવિચારી હતો અને તે વિવેકની મર્યાદા ભૂલી જતો. તેની એક કુટેવ એ હતી કે, તે પર્યટન વખતે વિવિધ રાજાઓના દરબારમાં જઇ ગુજરાતની જમીન, ગુજરાતના લોક, ગુજરાતના પંડિત, ગુજરાતના યોધ્ધા, ગુજરાતની દોલત અને ગુજરાતના રાજાધિરાજ જયશિખરીની સ્તુતિ એટલી બધી કરતો અને એવી રીતે કરતો કે બીજા રાજાઓને અને દરબારોને અપમાનકારક લાગતું. - કનોજ દેશમાં ભૂવડ નામે મહાબળવાન અને પરાક્રમી રાજાનો અમલ હતો. ભૂવડ રાજાને મોટી સેના હતી અને મોટું સામ્રાજ્ય ધરાવતો હતો. રાજા ભૂવડ અતિ પરાક્રમી અને શુરો હોવા છતાં અક્કલમંદ અને ખુશામતિયાથી છેતરાઈ જતો હતો. ભૂવડ કૂલણજી હતો. ને ધનનો અને રાજ્યની જેમ લોભી હતો તેમ કીર્તિનો પણ ભૂખ્યો હતો. | વિક્રમ સંવત ૭૫૨ માં આપણી ગુર્જર કવિ શંકર બારોટ ભૂવડના દરબારમાં ગયો. શરૂઆતમાં તેણે ભૂવડની ભલાઇ કરતાં પ્રશસ્તિ ગીતો ગાયાં, ભૂવડ ખુશ ખુશ થઈ. તેને રત્નજડિત આભૂષણો, મોતીની માળાઓ, કિંમતી વસ્ત્રાલંકર અને ઘોડાઓ બારોટને ભેટમાં આપ્યાં. ' બારોટે બાફયું: પરંતુ કવિ શંકર બારોટે દરબારમાં જ એક અક્ષમ્ય ભૂલ કરી. ભૂવડે કરેલ સન્માનથી તે ફૂલાઈ ગયો હોય, અથવા સરપાવ ઓછો પડયો કે પછી આ ગુર્જર કવિને સ્વદેશાભિમાનનો જોશ ઉભરાઈ આવ્યો હોય તેથી કે પણ આ ત્રણે મનોવિકાર એકત્ર થવાથી બારોટે મોટી મૂર્ખાઇનું કામ કર્યું. બારોટની એક ભૂલથી ગુર્જર ભૂમિનો વિનાશ નોતર્યો. - કવિ શંકર બારોટ આવેશમાં આવી કહેવા લાગ્યો, “વ્યસાર પારસમણિ, ઉર્વિસાર ગુજરાત” અર્થાત્ ગુર્જરધર જયશિખરી અજિત છે. ગુર્જર ધરતી અતિ રસાળ છે. માટી કુંદન બરાબર છે. અમારા ગુજરાત જેવો સમૃદ્ધિવાન અને સુંદર દેશ આખા જંબુદ્વીપમાં નથી. અમારા પંચાસર નગર ઇન્દ્રપુરીને હરાવે તો તારા કનોજ દેશનો શો ભાર છે ? કનોજ દેશનું પાટનગર કલ્યાણીનગર હતું. સૂતેલો શત્રુ. કલ્યાણીનો સિંહ ભૂવડ આ અપમાનથી છંછેડાયો. ભૂવડે બારોટને વિદાય કરી પંચાસરના જયશિખરીને યુદ્ધ માટે લલકાર્યો.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy