SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૯ શહીદના મઝારની બહાર લેવી (ઉંબરા) આગળ નાની બચોરસ જગ્યા” બનાવેલી છે. તે “તે રાક્ષક ની ચોરીછે. અલ્લાહ બેહતર જાણે છે. હઝરત કાલુ શહીદ નો ઉર્સ ૧૨ જીલ હજના દિવસે ઉજવાય છે. અને રેલ્વે સ્ટેશનથી શહેરમાં આવતા આવતા બગવાડા દરવાજા પાસે જાહેર માર્ગને અડીને પહેલા મઝાર આપનો આવે છે. (૧૯) હઝરત શેખ આદમ કયલાત " ભટીવાડા દરવાજા પાસે મઝાર આવેલો છે. આપશ્રીની કોઇ વિસ્તૃત વિગતો મળતી નથી. તઝકેરએ ઓલીયા અલ્લાહ પીરાન પટ્ટનના કર્તા આપનું નામ હઝરત શેખ આદમ કયલાત તથા વિસાલ રબીઉસ્સાની માસની ૪ થી ૭૭૦ જણાવે છે. તેમજ આપશ્રી હઝરત નિઝામુદ્દીન ઔલીયા ના મુરીદ તથા ખલીફા હોવાનું તેમજ હઝરત શાહ હુસેન બિન અલી. માંડવી પાસેથી પણ ખિલાફત મેળવી હોવાનું જણાવે છે. આપશ્રી કરામાત ધરાવનાર બુઝુર્ગ હોવાનું જણાવે છે. મઝાર હાલ બિસ્માર હાલતમાં છે. | (20) - હઝરત શેખ શરફ (ર.અ.) આપશ્રીનો મગાર બોકરવાડા ઇનામદારના મહોલ્લા પાસે મુદ્રસએ ફૈઝ સફાની સામે આવેલો છે. અને શેખ શરફના નામે ઓળખાય છે. આપશ્રીની કોઇ વિસ્તૃત વિતગો મળતી નથી. પાટણ મશહુર હકીમ બાપામીયા ના પિતાશ્રીને બશારત આપવાથી જમીન ખોદીને બહાર કાઢવામાં આવ્યા. અને મઝાર બાંધવામાં આવ્યો છે. આપશ્રી શેખ શરફ સાહેબના ઉર્સ મહીનાની તારીખે મનાવવામાં આવે છે. (૨૧) હઝરત શેખ યુસુફ આપશ્રીનો મઝાર હઝરત શેખ મુસ્તુફા અબ્દુલકવીના મઝારની (ધોલા રોઝા) ની સામે પૂર્વમાં આવેલો છે. આપશ્રી હઝરત કાઝી જમાલુદ્દીનની ઔલાદમાંથી છે. તેથી ખાનદાને ફારૂકી છે. આપશ્રીની કોઇ વિસ્તૃત વિગતો મળી નથી. આપશ્રીની ઔલાદ પાટણમાં હયાત છે. આપશ્રી ઘણાજ પરહેઝગાર અને આલીમ હતા. ( ર) હઝરત શેખ મહંમદ નવાઝ. અને હઝરત શેખ મુહીબુલ્લા આ બન્ને બુઝુર્ગોના મઝાર એકજ જગ્યાએ આવેલા છે. અને બન્નેને પાસે પાસે દફના કરેલા છે. મુલ્લાવાડની મજીદના પાછળ પશ્ચિમમાં મજીદની દિવારને અડીને બન્ને મઝાર આવેલા છે. તેમાં હઝરત મહંમદ નવાઝ ની કોઇ જ વિગતો મળતી નથી. જ્યારે બીજા બુઝુર્ગ હઝરત શેખ મુહીબુલ્લા મુલ્લાવાડની મજીદમાં ઇમામત કરતા હોય તેમ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy