SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨ ૫૮ પાટણ સુધરાઇના ભૂતપૂર્વ સભ્ય હુસેનમીયા શેખ ના પરિવારના સભ્યો દરગાહની દેખરેખ રાખે છે. હઝરત જલાલ શહીદ (રહ.) નો ઉર્સ તારીખે ઉજવાય છે. (૧૮) હઝરત કાલુપીર (શહીદ) પાટણમાં હઝરત કાલુપીરના નામે મશહુર છે. અને આપના મઝાર પાટણમાં શહેરના કોટ બહાર બગવાડા દરવાજા પાસે આવેલો છે. આપના વિશે પણ કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી. તજકેરએ ધ્વામના કર્તાના કથન પ્રમાણે આપશ્રી અલાઉદ્દીન ખિલજીના લશ્કરના સિપેસાલાર હતા. અને અલાઉદ્દીન ખીલજીએ રાજા કરણના વખતે પાટણ ઉપર ચઢાઈ કરી ત્યારે હઝરત કાલુ શહીદ પણ સાથે હતા. અને બગદેવ નામે એક લડવૈયા સાથે લડવામાં બગદેવ પણ માર્યો ગયો અને , હઝરત કાલુપીર પણ શહીદ થયા. આ દિવસ હતો ૧૨ જીલહજજ હિ.સ. ૭૧૩ તઝકેરએ ઔલ્યા અલ્લાહ”ના કર્તા સૈયદ તાલિબ અલી કાદરી હઝરત કાલુશહીદની શહાદત રાજા કરણના વખતમાં થઈ હોવાની વાતનું ખંડન કરે છે. અને લખે છે કે અલાઉદ્દીન ખીલજી કોઈ દિવસ જાતે ગુજરાત આવ્યો નથી. તેના ભાઈ અલફખાનને મોકલેલ હતો. અને સાથે નુસરતખાન જે દિલ્હીનો વઝીર હતો તે પણ સાથે હતો. પાટણ સને ૧૨૯૭ પ્રમાણેહિજરી ૬૯૭માં અલફખાનનો વિજય થયો. અને પાટણ તેના પ્રભુત્વમાં આવ્યું. વળી આગળ જતાં લખે છે કે આ લડાઇ ખાસ તો પાટણ ઉપર હતી જ નહી. પરંતુ અસાવલ ઉપર હતી. જે આજે આસ્ટોડીયા અને જમાલપુરમાં વહેચાયેલ છે. આ જ કારણે રાજા કરણ નાસતી વખતે પોતાની પત્ની કૌલા દેવી અને પુત્રી દેવલદેવીને લઈ જઈ શક્યો. અને અલપખાને પાટણ સાથે રાણી તથા રાજકુમારીને કબજે કરી લીધા. આમા કાલુ નામનો કોઇ માણસ. અલાઉદ્દીન ફોજમાં હતો. એવું જાણવા મળતું નથી. પાટણ જીત્યા પછી મલિક સંજર અલપખાન ગુજરાતનો સુબેદાર થયો. અને અલાઉદ્દીનના | વખતમાં દિલ્હી જતો રહ્યો હતો. તે ત્રણ વર્ષ પછી પાછો આવી વહીવટ કરવા લાગ્યો. આ ત્રણ વર્ષ દરમ્યાન સરવરખાને વહીવટ કર્યો જેણે ખાન સરોવર તળાવ બંધાવ્યો. મલિક સંજર અલપખાન પાછો આવ્યો અને ૧૬ વર્ષે વહીવટ કર્યો. એટલે કે હિજરી ૬૯૭ ઈ.સ. ૧૨૯૭ થી હિજરી ૭૧૬ સને. ૧૩૧૬ હિજરી ૭00 થી ૭૧૬ હિજરી આ સમય અટલે કે હઝરત કાલ શહીદની શહાદત નો સમય ઇ.સ. ૭૧૩ હોઇ મલિક સંજર અલપખાનનો માની શકાય. જે વખતે દિલ્હી ઉપર સત્તા કુતુબુદ્દીન મુબારક શાહની હતી. જે અલાઉદ્દીનનો પુત્ર હતો. આ સમય મહેંદવી લોકોના ઉદયનો હતો. અને બની શકે કે કોઈ મહેંદવી એ હઝરત કાલને શહીદના કર્યા હોય એમ તઝકેરએ ઓલીયા અલ્લાહ પાટણ”ના કર્તા લખે છે. આપશ્રી કાલુ શહીદની કોઇ સ્પષ્ટ વિગતો મળતી નથી પરંતુ પાટણ વાસીઓમાં પરંપરા ગત ચાલી આવતી લોકવાણી તો એ જ છે કે બત્રા નામના સક્ષસ ને આપે ઝેર કર્યો. અને આપશ્રી કાલુ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy