SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૬ બાબા હાજી રજને “સહુદા”ને ફરી હુકમ કર્યો કે, “કુંજા માંથી થોડું પાણી તળાવમાં નાખી આવો.” સહુદા તળાવમાં પાણી નાખી આવ્યો. અને તળાવ લગભગ કોઠા સુધી ભરાઇ ગયું. આ જોઈ રાજા અને તેમના માણસો આશ્ચર્ય પામ્યા. અને ગભરાયા. તેમનું તમામ ગર્વ અને અભિમાન ઓસરી ગયું. આપનો મઝાર સરસ્વતિ નદીના પેલે પાર આવેલો છે. નદીમાં દરવાજો અને આગળનો ભાગ તણાઇ ગયો છે. આપના મઝાર ઉપર ગુંબદ નથી ખુલ્લા છે આજે પણ લોકો આપથી ફેઝ મેળવે છે. (૧૪) હઝરત સૈયદ હુસેન ખુંગલવાર (રહ) આપનું શુભ નામ સૈયદ હુસેન છે. આપશ્રીને ધોળા ઘોડા ઉપર સવારી કરવાનો ઘણો શોખ હતો. ધોળા ઘોડાને “ખુંગ” કહેવામાં આવે છે. પરિણામે આપશ્રી ખેંગસવાર તરીકે ઓળખાય છે. આપશ્રીનો જન્મ દિલ્હી પાસે વ્યાસપુરમાં થયો. આપની પેદાઇશની સાલ માટે એકમતિ નથી. પરંતુ આ સ્પષ્ટ છે કે આપશ્રીની પેદાઇશનો સમય સાતમી સદી હાજરીના મધ્યભાગ પછીનો છે. આપશ્રી ઘણાજ સ્વરૂપવાન હતા. સત્તર ૧૭ વર્ષની ઉંમર સુધી શિક્ષણ મેળવવામાં લીન રહ્યા. એક મઝઝુબ હઝરત બહલુલની નજરથી આપની રુહાની હાલત બદલાઈ ગઈ અને ૧૨ વર્ષ એક ઝાડ પાસે તમે બેસીને પસાર કર્યા. ભૂખ લાગે તો ઝાડના પાંદડા ખાઇને સંતોષ મેળવતા. હઝરત રસુલે અકરમ (સ.અ.)ના ઇશારાથી આપશ્રી સૈયદ હુસને ખુંગસવાર હઝરત નીઝામુદ્દીન ઔલીયાના મુરીદ થયા. પીરની આજ્ઞા અનુસાર વડોદરા પાસે જે ડભોઇ આવેલું છે, ત્યાં જઈને રહ્યા અને લોકોનું માર્ગદર્શન કરતા રહ્યા. અને તે પછી પાટણમાં આવીને રહ્યા. આપશ્રી હજરત હિસાબુદ્દીન મુલતાની ફારૂકીના સમયમાં પાટણ અવીને રહ્યા. અને જમાદીલ સાની મહિનાની પહેલી તારીખે વિસાલ પામ્યા. આપની વિસાલની સન માટે પણ એકમત નથી. પરંતુ આપનું આયુષ્ય ઉંમર વર્ષ ૧૩૦ વર્ષ માટે લોકો સહમત છે. આપનો મંઝાર હઝરત મૌલાના મેહબુબના રોઝા સામે દક્ષિણમાં અનાવાડા માર્ગ ઉપર આવેલો છે. આપ હઝરત સૈયદ હુસને ખુંગલવાર ટોપીયા અને આપની ઔલાદ પણ ટોપીયાના નામે પાટણમાં ઓળખાય છે. આપશ્રી - સૈયદ હુસેન ખુંગલવાર બિન સૈયદ મેહમુદ બિન સૈયદ કબીરુદ્દીન બિન સૈયદ મુહમંદ આ રીતે આપનો નસબ હઝરત સૈયદ ઇમામ જાફર સાહિબ ને મળે છે. (૧૫). બાબા દેલવી (રહ.. બાબા દેહલવીનો મઝાર ખાનસરોવર દરવાજા બહાર પૂર્વ દિશામાં સુલતાન હાજી હુદના મઝાર થોડેક અંતરે આવેલો છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy