SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૫ થયા. અને તેમના મુરીદ થયા. અને તેમની પાસે રહીને મજાહેદા તથા રિયાઝત કરવા લાગ્યા. આપશ્રીએ પોતાના ગુરૂ (પીર) પાસે સેવાની માગણી કરતાં આપને રસોયાનું કામ સોંપવામાં આવ્યું, આ કામ આપે ચાલીસ વર્ષ સુધી કર્યું એક વખત એવું થયું કે રસોઈ માટેનો ચમચો કંઈ મૂકાઇ ગયો. ઘણી બધી શોધખોળ કરવાથી પણ મળ્યો નહીં. રસોઈ તો ગુરૂ (પીર) આગળ પીરસવાની હતી આથી આપશ્રીએ ગરમ ગરમ રસોઈ “યા નારો કુની બદવઉ વ સલામન અલા ઇબ્રાહીમ કહીને પોતાના હાથે રસોઇ પીરસી. આ વાતની જાણ હઝરત અહમદ કબીર રિફાઇ (રહ.)ને થઈ તેઓ ઘણા પ્રસન્ન થયા. અને ખિલાફત આપી અને ચૂનંદા સુફિયોની સાથે હિન્દુસ્તાન જવાનો આદેશ આપ્યો તેમજ બે ખજૂરી આપી કહ્યું કે, જ્યાં રાતવાસો કરો, ત્યાં તેના બીજને જમીનમાં દાબી દેજો સવારે જ્યારે, જ્યાં બન્ને ઉગી નિકળે તે તમારું કાયમી સ્થળ અને મઝારનું સ્થળ જાણવું છે” આ રીતે ફરતા પાટણ આવ્યા. અને જે જગ્યાએ આજે તેમનો મઝાર છે, તે જગ્યાએ રોકાયા. અને ખજૂરના બીને જમીનમાં દાબી દીધા. સવારે જોયું તો ઉગી નીકળેલ હતા. ગુરૂ (પીર) ની આજ્ઞા અનુસાર આ જગ્યાને પોતાના કાયમી રહેઠાણ તરીકે પસંદ કરી. આ જગ્યાએ એક મંદિર હતું અને તમામ લોકો ત્યાં પૂજા કરવા આવતા હતા. આ વાતની જાણ જ્યારે રાજાને થઇ ત્યારે તે છંછેડાયો. તે રાજા મુસ્લિમ વિરોધી હતો. તે તેણે મુસ્લિમોને આ જગ્યાએથી કાઢી મૂકવા હુકમ કર્યો. અને ન માને તો બળજબરીથી કાઢી મૂકો એમ જણાવ્યું. હઝરત બાબા હાજી રજનીને આ વાતની જાણ તેમના એક નોકરે કરી. આથી બાબા હાજી રજબ, નોકરને જણાવ્યું કે, “જાવ જમીનને કહીં કે આવનાર માણસોને પકડી લે.” નોકરે આ રીતે જ કહ્યું અને આવનાર માણસો જમીન સાથે ચોંટી ગયા. છુટવા માટે જે માણસ જેટલું જોર કરતો. તેટલોજ અંદર જમીનમાં ઉતરતો હતો. આથી રાજાના માણસો ગભરાયા. અને માફી માંગી, છોડી મૂકવા યાચના કરવા લાગ્યા. આથી બાબા હાજી રબતાના નોકરે તેમને છોડી મૂકવા હુકમ આપતાં જમીને તેમને છોડી મૂક્યા. આ વાત રાજાના માણસોએ તેની આગળ કરી. આથી તે પણ ઘણા ઠાઠમાઠ સાથે બાબા પાસે આવ્યો. બાબાએ તેને કહ્યું, “પોતાના હાથે ઘડેલા પથરાને ઇશ્વર, ખુદા ન માનો શું એ તમારું કહ્યું કરી શકવાની શકિત રાખે છે ? કાંઇ કામ બતાઓ તો કરી શકે છે ?” રાજાએ નકારમાં જવાબ આપ્યો. ફરી બાબાએ પૂછ્યું, “આ તમારી મોટી મૂર્તિ છે. તેનું નામ શું છે ?” રાજાએ કહ્યું, સહુદા” બાબાએ સહુદાને પોતાની પાસે આવવા હુકમ કરતાં સહુદા મંદિરમાંથી બાબા પાસે આવ્યો. આ જોઈ રાજા અને તેના માણસો આશ્ચર્ય પામ્યા. પછી બાબાએ પોતાના કૂંજામાં સહુદાને પાણી ભરી લાવવા કહ્યું. સહુદા સહસ્ત્રલિંગમાંથી ગૂંજે ભરી લાવ્યો. આથી તળાવ બિલકુલ ખાલી થઇ ગયું. સૂકાવા લાગ્યું. આથી રાજાએ વિનંતી કરી કે, “તળાવમાં પાણી રહેવાદો. જેથી પશુ પક્ષીઓ જીવી શકે.”
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy