SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાણીની સીમા સમાન છે તેમ જે દેશ સર્વદા સદાચારની સીમારૂપ હતો. यस्मिन्स्वकाले. ૨૪૫ .નનાનામ્ । પ ॥ જે દેશમાં ઝાડ યોગ્ય સમયે ફળે છે, સ્ત્રીઓના ગર્ભ ગળતા નત્થિ, માણસોને પુષ્કળ ધન મળે છે, અને લોકોનાં ઘર કદાપિ બળતા નસ્થિ. પ્રમા.. સુરેન્દ્રનુત્ત્વા: ॥ ૧૬ ॥ જે દેશમાં ગામડાં નગર જેવાં છે, અને નગર સ્વર્ગ જેવાં રમ્ય છે, લોકો રાજા જેવા છે અને રાજા સુરેન્દ્ર તુલ્ય છે. મસ્તિ.. .માનવાઃ ॥ ૨૯ ।। ગૂર્જરદેશમાં રાજા વનરાજે સ્થાપેલું અણહિલ્લવાડ નામે પ્રતિષ્ઠા પામેલું નગર છે, જ્યાં નિશ્ચિન્ત ચિત્તવાળા, તેજસ્વી, દેવ જેવા, બીજાને આશ્ચર્ય ઊપજાવતા, અને નિત્ય જેની અભિલાષા પૂર્ણ થાય છે એવા મનુષ્યો રહે છે. अभ्रंलिहा.. .ગચ્છન્ || ૮ | ધ્વજવંકિતએ કરીને શોભતી અને ગગનને સ્પર્શ કરતી જે નગરની હારબન્ધ હવેલીઓને જોઇને આકાશમાર્ગે વિચરતા સૂર્યને પણ એવી શંકા થાય, જે મારો રથ આની સાથે ભટકાઇને ભાંગી તો નહિ જાય ? यदीयनारीनयनाननाभ्यां. .તથાન્યઃ ॥ ૨° ૫ જે નગરની સ્ત્રીઓનાં નયન તથા મુખથી હારી જઇને કમળ તથા ચન્દ્રે એક તરવું કઠણ એવા પાણીરૂપી ગઢમાં અને બીજાએ આકાશમાં, ભયભીત થઇને આશરો લીધો એમ મને ભાસે છે. .વિતિ ॥ ૨૦ ॥ ભાવાક્ષ.. જે નગરમાં ગોખે બેઠેલી સુન્દર સ્ત્રીઓના ચન્દ્રમુખે કરીને દશે દિશા રાત્રિએ તેજોમય થઇ જાય છે, અને તેથી આકાશમાં જાણે નિરન્તર સહસ્ર ચન્દ્ર કેમ ન ઊગ્યા હોય એવું લાગે છે. जिनेन्द्रचैत्यानि.. ..સ્વવિોઇસન્તિ ।। ૨ । જે નગરમાં સ્વર્ગની નીશરણી જેવાં જૈનમન્દિરો શોભે છે, તથા પવનમાં ફડફડતી મન્દિરની ધ્વજાઓ જાણે સ્વર્ગનો કેમ તિરસ્કાર ન કરતી હોય એવી ઉલ્લાસ પામે છે. न राजहंसादपरः. .દ્વિનિહ્નઃ ॥ ૨૨ ।। જે નગરમાં રાજહંસ વિના બીજો કોઇ રાગવાન (રંગે રાતો, આસકિતવાળો) નસ્થિ, ચન્દ્ર વિના બીજો કોઇ દોષાકર (રાત કરનાર, દોષની ખાણ્ય જેવો) નસ્થિ, ભમરા વિના બીજો કોઇ મધુપ (મધ પીનાર, મદ્યપાન કરનાર) નસ્થિ, અને સર્પ વિના બીજો દ્વિજિવ (બે જીભવાળો, બેવચની) નસ્થિ.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy