SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૨૯ ગૂર્જરરાજધાની નૃસમુદ્ર અણહિલ્લવાડ - વાલજી ગોવિદજી દેસાઇ વનરાજે સંવત ૮૦૨ ના વૈશાખ શુદિ ૨ ને સોમવારે અણહિલવાડની સ્થાપના કરી. સ્થાપક સિંહ જેવો ચૂરો હતો. સ્થાન પણ જ્યાં સસલાએ કુતરાને ત્રાસ પમાડેલ એવી ‘શૂરભૂમિ' હતું. સ્થાપનાનું મુહૂર્ત પણ શ્રેષ્ઠ હતું. એટલે વનરાજ પછી રાજા થયા તેમણે ઉત્તરમાં શાકંભરી (સાંભર અજમેર પાસે છે તે), પૂર્વમાં માળવા, દક્ષિણમાં કોંકણ અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલીને દિગ્વિજય કર્યો. અને ત્યાં વિદ્વાન પણ એવા જ પાકયા, તેમણે પોતાને, પોતાના દેશને તથા પોતાના રાજાઓને સાહિત્યલોકમાં અમર કરી દીધા. અણહિલવાડનાં સંસ્કૃત પ્રાકૃતમાં વર્ણન લખાણાં છે, એટલાં બીજા બહુ નગરનાં નર્થીિ લખાણાં. એ વર્ણનમાંથી વીણી વીણીને આ નીચે કેટલુંક ઊતાર્યું છે. આટલું રૂડી રીતે ભણે નહિ ત્યાં સુધી કોઈ ગુજરાતી ભણ્યો ન કહેવાય. (૧). જયમંગલાચાર્ય (સિદ્ધરાજે ગ્રથિલ (ગહિલા, ગહેલા, ઘેલા) જયમંગલસૂરિને અણહિલવાડનું વર્ણન કરવા કહ્યું, એટલે સૂરિએ નીચેલો શ્લોક કહ્યો હતો, એટલે શ્લોક વિક્રમને બારમા શતકના ઉતરાર્ધમાં રચાયેલ હોવો જોઇએ. શ્લોકમાં સૂત્થાનતા છે ત્યાં મૂળ ચાતુર્યતા હતું તે સુધારી લીધું છે.) एतस्यास्य. છપમ | આ નગરની સ્ત્રીઓની ચાતુરીથી હારી જઈને સરસ્વતી દેવી જાણે જડ (૨૧ મંદ, ૨ જળ, પાણી, ડલનો અભેદ મનાય છે) થઇ જઈને નદીરૂપે પાણી વહેતી (ભરતી) રહી છે એમ મને લાગે છે. મહારાજા સિદ્ધરાજે ખોદાવેલ તુંબડાના આકારનું સહસલિંગ સરોવર છે એ જાણે સરસ્વતીએ ફગાવી દીધેલ વીણા છે. કીર્તિસ્તંભ છે તે જાણેએ વીણાનો ઉંચો દંડ છે. અને સરોવર કાંઠે છોડ ઊગ્યા છે તે જાણે વીણાના તાર છે. (૨) - હેમચન્દ્રાચાર્ય રચિત કુમારપાલચરિત્ર (પ્રાકૃત વયાશ્રય) પોતે રચેલા વ્યાકરણમાં બાંધેલ નિયમોમાં ઉદાહરણની સાથે સાથે અણહિલ્લવાડના રાજાઓનું ચરિત હેમચન્દ્ર દ્વયાશ્રય મહાકાવ્યમાં આપ્યું છે. દયાશ્રય વિક્રમને તેરમા શતકના પ્રથમ ચરણમાં રચાયેલ છે. વ્યાકરણનાં અનિયમિત તથા અપરિચિત રૂપમાત્રનો સમાવેશ કરવાનો નિશ્ચય કરીને
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy