SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૧ પાછળની બાજુ આવેલ હતી. તે પ્રાચીન શહેરના મધ્યભાગે આવેલી હોવાનું મિરાતે અહમદીમાં જણાવ્યું છે. ત્યાંથી પશ્ચિમમાં દૂર દૂર સુધી ફેલાયેલો અણહિલપુરનો વિસ્તાર જોતાં પૂર્વમાં પણ તેટલો વિસ્તાર હોય તે સ્વાભાવિક છે. આથી હાલના પાટણમાં અણહિલપુરનો પૂર્વ વિસ્તાર કેટલોક સમાવ્યો હોવાનું જણાય છે. આ સિવાય ત્રણ દરવાજા ઉપર મૂકવામાં આવેલ કિલાચંદ કલૉક ટાવરના બાંધકામ વખતે તેની નીચે ખોદકામ કરતાં ઇ.સ. ૧૯૨૭-૨૮માં જમીનથી ૨૦ ફૂટ નીચે દરવાજાની કુંભીઓ તથા સડક નીકળી હતી, જે અણહિલપુરના કોઇ પ્રાચીન દરવાજાની હોવાનું અનુમાન છે. આથી અણહિલપુરનો વિસ્તાર અહીં સુધી હોવાનું માલુમ પડે છે. એટલે ત્રણ દરવાજાથી પશ્ચિમનો ભાગ પ્રાચીન પાટણનો પૂર્વ વિસ્તાર હોવાનું જાણી શકાય છે. પાટણની નગરરચના રાજવલ્લભ યાને વાસ્તુમંડન ગ્રંથ પ્રમાણે રચાઇ હોવાથી શહેરની મધ્યમાં એક મોટો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ બગવાડાથી કનસડા દરવાજા સુધીનો બનાવ્યો છે. શહેરના નૈૠય ખૂણામાં ભદ્રનો કિલ્લો પથ્થરબંધ બનાવી તેની ઉત્તર-પૂર્વ દરવાજાઓ અને દક્ષિણે બારી રાખી હતી. જે આજે પાડી નાખી ત્યાં મોટો રાજમાર્ગ બનાવવામાં આવેલ છે. મુસ્લિમ સલ્તનત વખતથી અત્યાર સુધી તેમાં કચેરીઓ રાખેલી છે. તદ્ ઉપરાંત કેટલાક મુસ્લિમ રાજવંશીઓની કબરો પણ અહીં એક સ્થળે આવેલી છે. શહેરના મધ્યભાગે મસ્જિદોના મિનારા જેવા બંને બાજુ સ્તંભો ધરાવતા ત્રણ દરવાજાઓ આવેલ હોઇ તેનો કેટલોક ભાગ આજે જમીનમાં દટાઇ ગયો છે. નગર રચના વખતે શહેરના કેટલાક મહોલ્લાનાં નામો, અણહિલપુરના મહોલ્લાઓ ઉપરથી રાખ્યાં હશે એમ જાણવા મળે છે. ફોફળીયાવાડો, કોકાવસ્તી, સાલવીપાટક (વાડો) અને યુવરાજપાટક (રાજકાવાડો) વગેર નામવાળા મહોલ્લાઓ અણહિલપુરમાં હતા એવા પ્રાચીન ઉલ્લેખો મળ્યા છે. એટલે નવીન પાટણમાં પણ ત્યાંના કેટલાંક નામો કાયમ રાખ્યાં હોય એમ લાગે છે. આ શહેરના કેટલાક મહોલ્લાઓનાં નામો જ્ઞાતિઓ ઉપરથી, ધંધાઓ ઉપરથી, વ્યાપારની વસ્તુઓ ચોખા, ઘી, સોપારી, ફોફળ, પુન્નાગ-જાયફળ, સરૈયા, ગાંધીઆણાની ચીજો અને કેટલાક દેવમંદિરો ઉપરથી રાખવામાં આવ્યાં હોાવનું માલુમ પડે છે. શહેરના સ્થાપત્યકાળે નિર્માણ થયેલા કેટલાંયે મહોલ્લાઓ આજે અદૃશ્ય થઇ ગયા છે અને તે સ્થાનો ઉપર નવીન વસાહત કરનારાઓએ તેનાં નામો બદલી તેની રચના અને પરિસીમાઓમાં મોટો ફેરફાર કર્યા છે. આવા ભૂલાયેલા મહોલ્લાઓમાં જગુપારેખનો પાડો, નાગમઢ, ઓસવાળનો મહોલ્લો, પીંપળાવાડો, ચિંતામણીપાડો, વડીપોસાળનોપાડો, ભલાવૈધનો પાડો, સગરકૂઇ, હેબતપુર, નારંગાપાડો, મલીપુર, માંડનોપાડો, ભાંણાનોપાડો, નાકરમોદીનોપાડો, માલુંસંધવીનું સ્થાન, કરણશાહનોપાડો, લટકણનોપાડો, કુપાદેશીનોપાડો, કુરસીવાડો, દણાયગવાડો, સત્રાગવાડો, ધોબીપરબ, પખાલીવાડો, ન્યાયશેઠનોપાડો, અનુસવાનોપાડો, કીયાવહોરાનો પાડો વગેરે મુખ્ય છે. જેનાં સ્થાનો નક્કી કરવાનું પણ પૂરતાં પ્રમાણો સિવાય મુશ્કેલ છે. અમદાવાદ શહેરની ચારેબાજુ જેમ અનેક પરાંઓ આવેલાં હતા તેવી જ રીતે પાટણની ચારે બાજુ વાડીપુર, બકરાતપુર, સાંડેસરના નિવાસ સ્થાનો (કોટડા), દોલતપુર, મકલીપુર અને આશાપુર
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy