SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૦ પણ પાણી ગળાઇને આવે તેટલા માટે શિલ્પ સ્થાપત્યની સુંદર રચના રજુ કરતાં તેમાં કોઠાઓ અને ગળણીઓ મૂકી છે. આ તળાવ અકબરના દુધભાઇ ખાને અઝીઝ મીર્ઝા કોકાએ ઇ.સ. ૧૮૮૯૯૦માં બંધાવ્યું હોવાનું હોય કહેવાય છે. પરંતુ તેના માટે કોઇ શિલાલેખ કે ગ્રંથસ્થ પુરાવો હજુ સુધી મળ્યો નથી. ફક્ત ખાનસરોવર નામના આધારે તે ખાને અઝીઝ મીર્ઝા કોકાએ બંધાવ્યું હોવાના ફક્ત તર્ક છે. કદાચ બીજા કોઇ ખાને પણ તે કેમ ન બંધાવ્યું હોય ? તેના માટે બીજો પણ એક તર્ક છે. આ નગરના દરવાજાઓનાં નામ ત્યાં નજદીકમાં આવેલ મંદિર, મસ્જિદ કે તળાવના નામ ઉપરથી પાડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. અર્થાત્ પાટણ શહેરના નવનિર્માણ વખતે ત્યાં આ બધાં મંદિરો, મસ્જિદો કે તળાવો વિદ્યમાન હશે જ એમાં તો શક નહિ. દાખલા તરીકે બગવાડે બક રાક્ષસને મારી બેસાડવામાં આવેલ બગેશ્વર મહાદેવ, ગુંગડી દરવાજે ગુંગડી તળાવ અને મોતીશા દરવાજે મોતી મસ્જિદ વગેરેનું સ્થાનોનું કિલ્લાના સ્થાપત્ય કાળે અસ્તિત્વ હતું. તેના ઉપરથી જ દરવાજાઓનાં નામ ચરિતાર્ય થયાં છે. ત્યારે ખાનસરોવર પણ આ નગરના નિર્માણ વખતે વિદ્યમાન હોવું જોઇએ. નહિતર આ નવીન બનાવેલ કિલ્લાના દક્ષિણ તરફના દરવાજાને ખાનસરોવર નામ કેવી રીતે આપી શકાય ! પાટણનો આજે જણાતો કોટ ઇ.સ. ૧૪૧૦માં તો ઝફરખાને નવીન બંધાવી દીધો હોવાનું એક પ્રાચીન દસ્તાવેજ દ્વારા માલુમ પડયું છે. એટલે ખાનસરોવરનું સ્થાપત્ય તે અગાઉનું હોય તેમ માનવાને કારણ છે. અકબરનો સુબો ખાન મીર્ઝા અઝીઝ કોકલતાશ ઇ.સ. ૧૫૭૩ થી ઇ.સ. ૧૬૧૧ સુધી ચાર વખત ગુજરાતના સુબા તરીકે આવી ગયો. અર્થાત્ પાટણની સ્થાપના થયા બાદ સાઠ સીત્તેર વર્ષો પછી તે ગુજરાતનો સુબો થયો હતો અને ખાનસરોવર તો પાટણના સ્થાપત્યકાળે વિદ્યમાન હોવું જોઇએ એમ આપણે આગળ જણાવી ગયા છીએ. આથી ખાન મીર્ઝા અઝીઝ કોકલતાશ તે બંધાવ્યું હોવાની માન્યતા નિરાધાર કરે છે. ઉત્તર ગુજરાતનાં પુરાતન સ્થાપત્યો નામક ગ્રંથમાં ડૉ. બર્જેસ ખાનસરોવરની જગાએ પહેલાં કોઇ હિંદુ રાજાએ બંધાવેલ તળાવ હતું એમ અનુમાન છે. ફક્ત ખાન મીર્ઝાએ તેનો પુનરોદ્ધાર કર્યો હતો એટલું સ્પષ્ટ રીતે જણાવી તેના નામ ઉપરથી ખાનસરોવર નામ રાખ્યું હોય એવી કલ્પના મૂકી છે. પણ ઐતિહાસિક દૃષ્ટિએ વિચારતાં પાટણના સ્થાપત્યકાળે આ સરોવર વિદ્યમાન હતું અને અલફખાને ગુજરાત સર કર્યા બાદ કોઇ સુબાએ બંધાવ્યું હશે, જેણે પોતાના નામ ઉપરથી ખાનસરોવર એવું નામ રાખ્યું હોય એમ જણાય છે. ડૉ. બર્જેસના કથન પ્રમાણે ખાન મીરઝા અઝીઝના અમલ દરમ્યાન તેનો જીર્ણોદ્ધાર થયો હતો એમ માની શકાય છે. જો ખાન મીર્ઝા અઝીઝના પુનરોદ્ધાર કરાવ્યા પછી આ સરોવરનું નામ રાખવામાં આવ્યું હોય તો તે પહેલાં આ સરોવર અને તેની નજદીકના દરવાજાનાં નામો કેવા હતાં તેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ટૂંકમાં અકબરના સુબા ખાન મીર્ઝા અઝીઝ કોકલતાશે આ સરોવર બંધાવ્યું ન હતું પણ । તેનો પુનરોદ્ધાર કર્યો અને તેના નામ ઉપરથી ખાનસરોવર નામ પડયું હોવાની લોકોકિતમાં ઝાઝું વજુદ મૂકી શકાય તેમ નથી. હાલના પાટણમાં અણહિલપુરનો પૂર્વ વિભાગ જોડાયો હતો કે કેમ ? તેના માટે ચોક્કસ પ્રમાણો મળતાં નથી, પરંતુ ગુજરાતના પહેલા મુસલમાન સુબા અલપખાને હિંદુ મંદિરમાંથી તૈયાર કરેલ આદીના મસ્જિદ જે ૧૦૫૦ આસરના સ્તંભો ધરાવતી હતી અને મુખતુમજાથી ૧૦૦ વાર દૂર
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy