SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૬ નીચે સોંપ્યું. કર્ણની ટૂંક કારકીર્દિમાં બીજા કોઈ મોટા અધિકારીઓના નામો ન મળી છે તે સ્વાભાવિક છે. અણહિલપુર પાટણનો સાંસ્કૃતિક અને રાજકીય વિકાસ સાધવામાં આગળ જણાવેલ રાજય કર્મચારીઓ અને મંત્રીશ્વરોનો નાનો સુનો ફાળો નથી. તેઓએ પાટણનું જ નહિ પણ ગુજરાતનું ગૌરવ વધારવામાં એક યા બીજી રીતે અપૂર્વ ફાળો આપ્યો છે. જેમની કીર્તિગાથા ટૂંકમાં અહીં રજુ કરવામાં આવી છે. પાટણમાં અનેક મહાજનો વ્યાપાર કુશળ અને મુત્સદ્દીગીરીના ઊંડા અભ્યાસીઓ થઈ ગયા છે. જેમનાં નામો ઇતિહાસના પાને આલેખાયાં નથી. થોડાક નામો ઐતિહાસિક પ્રબંધોમાંથી જાણવા મળે છે. પણ તેમનો સંપૂર્ણ પરિચય તો મળી શકતો જ નથી. શ્રેષ્ઠી છોડાકનું નામ કેટલીક ઐતિહાસિક નોંધોમાંથી મળે છે. આભડ શેઠ જે પહેલાં નિધન હતા પણ ભાગ્ય અને પુરૂષાર્થના બળે તેઓ કરોડાધિપતિ થયા હતા. સિદ્ધરાજના સલાહકારોમાં તેમનું નામ મળે છે. આભડ શેઠ એક ગર્ભશ્રીમંત મહાજન હતા. તઉપરાંત દોહટ્ટ શેઠનું નામ જૈન ગ્રંથકારોએ નોંધ્યું છે. જેમના નામનો દોહટ્ટ વસતી મહોલ્લો અણહિલપુરમાં હતા. કુબેર નામનો એક લક્ષ્મીનંદન પાટણમાં થઇ ગયો છે. જેના મહાલયનું અભૂત વર્ણન મોહપરાજયમાં નોંધાયું છે. સોનાક એક ગવૈયો હતો. સિદ્ધરાજના રાજ્ય અમલમાં તે એક ભારત વિખ્યાત સંગીતાચાર્ય માનાતો. તેણે સંગીતથી સુકાયેલા વૃક્ષને નવ પલ્લવિત બનાવ્યાની હકીકત પ્રબંધ ચિંતામણીમાં સંગ્રહાઇ છે તેના નામનો એક મહોલ્લો સોલાક વસ્તી અણહિલપુરમાં હોવાનું જૈન ગ્રંથ પ્રશસ્તિઓ ઉપરથી જાણી શકાય છે. માંગૂઝાલા એક વીર યોદ્ધો હતો. તે ઝાલાવંશનો ક્ષત્રિય હોવાથી માંગૂઝાલાથી વધુ વિખ્યાત ગણાતો. પોતાની પાસે કાંઇપણ હથિયાર સાથે રાખતો નહિ. એક વખત રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે “હાજરસો હથિયાર” એ સૂત્રો જણાવતાં પ્રબંધ ચિંતામણીએ તેના પરાક્રમની એક વાત નોંધી છે. તેમાં જણાવ્યા પ્રમાણે એક પ્રસંગે મહાવતે તેના ઉપર હાથી ચલાવ્યો ત્યારે તેણે ત્યાં બેઠેલું કુતરૂં ઉપાડી હાથીના મર્મસ્થાન ઉપર માર્યું અને હાથીની પૂંછડી પકડી એવો ખેંઓ કે હાથીની નસો તૂટી ગઈ અને મરણ પામ્યો. પાટણ ઉપર એક વખત કોઈ રાજા ચડી આવ્યો ત્યારે તે વીરતાથી તેના લશ્કર સાથે લડડ્યો અને વીરગતિને પામ્યો. તેજ સ્થાને મરણ પામો તે સ્થળ માંગુ સ્પંડિલથાનક નામથી પ્રસિધ્ધ થયું. આજે તે ક્યાં હશે તે જાણી શકાતું નથી. પાટણના વીર યોદ્ધાઓમાં જગદેવ પરમારનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે સિદ્ધરાજના રાજપુરૂષોમાં તેની સામાન્ય નોંધ આપી છે. આ મહાપુરૂષે ગુજરાતમાં ભારે નામના મેળવેલી. તે કોઈ કારણથી દક્ષિણ ભારત છોડી પાટણ આવેલો. તે સાંતરકુળનો હોઇ મિનળદેવીના ભત્રીજા કદબરાજી જેયકેશી બીજાનો મશિયાઈ ભાઈ હતો. સંવત ૧૨૦૫-૦૬માં પશ્ચિમી ચાલુકય રાજા જગદેવ મલ્લ બીજાનો સામા અને પટ્રી પોખુચ્છપુરનો રાજા હતો. પ્રબંધ ચિંતામણીકારના કથન પ્રમાણે તે ત્રિવિધ વીર એટલે દાનવીર, યુદ્ધવીર અને દયાવીર તરીકે વધુ પ્રસિધ્ધ પામેલો. સિદ્ધરાજના પ્રતિહારી તરીકે તેની નામના ઐતિહાસિકોએ આલેખેલી છે પણ પ્રતિહાર એટલે દ્વારપાલ નહિ પરંતુ અંગરક્ષક ખાતાનો સર્વોચ્ચ સેનાપતિ. સિદ્ધરાજનો પરમ વિશ્વાસુ અને રહસ્યમંત્રી જેવો મહત્વનો અધિકાર ધરાવતો. કીર્તિ કૌમુદીમાં સોમેશ્વર ત્યાં સુધી જણાવે છે કે “જગદેવ પરમાર વગર પાટણની આવી ખરાબ દશા આજે થઈ છે એ પ્રતિહાર હતો ત્યાં સુધી ગુર્જરોને શહેરમાં શત્રુઓ પેસી શકતા નહિ.”
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy