SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૫ નામની ત્રણ સ્ત્રીઓ હતી. આ જમ્મણદેવીના નામ ઉપરથી ચંદ્રુમાણા ગામ પાસે જમણપુર ગામ વસાવ્યું હોવાનું જણાય છે. આ ઉપરાંત આ બધાં ગામો આજે વિદ્યમાન છે. આ ઉપરાંત રૂપાદેવીના નામ ઉપરથી રૂપપુર, જમનલ દેવીના નામ ઉપરથી જેસલવાસણું વગેરે ગામો બંધાવ્યા હતાં એમ કહેવાય છે. જે ગામો પણ આજે વિદ્યમાન છે. પરંતુ ત્યાંથી કોઇ અવશેષો હજુ સુધી મળી આવ્યા નથી. તેજપાલનો પુત્ર લાવણ્યસિંહ સંવત ૧૨૯૬ એટલે ભીમદેવના રાજ્યમાં ભરૂચના સુબા તરીકે રાજ્ય ચલાવતો. ભીમદેવના રાજ્યકાળ થોડાક વખત ત્રિભુવનપાળે પાટણ ઉપર સત્તા જમાવી રાજ્ય કર્યું હોવાનું જાણવા મળે છે. તે સમયે તેના અક્ષપટલીક બહુદેવ અને મહાસાંધિવિગ્રાહક વૈજલ્લા અધિકાર ઉપર હોવાનું તેનું દાનપત્ર કહે છે. ભીમદેવ પછી ચાલુક્યોની સત્તા પૂરી થાય છે અને વાધેલાઓનું સામ્રાજ્ય જામે છે. વાધેલા વિસલદેવનો મંત્રી પદ્મ હતો. ચતુર્વિશની પ્રબંધમાં તેને કોષાગરિક તરીકે જણાવ્યો છે. અમરસિંહ સૂરિએ તેની પ્રાર્થનાર્થે ચતુર્વિશનિ ચરિત્ર જિનેન્દ્ર ચરિત્ર લખ્યું અને તેનું પદ્મનંદ મહાકાવ્ય નામ પાડ્યું. ઉદયન મંત્રીના પૌત્ર પદ્મસિંહને સલક્ષસિંહ અને સામંતસિંહ બે પુત્રો હતા. આ પૈકી સલક્ષસિંહ વિસલદેવના સમયમાં સૌરાષ્ટ્રનો દેશાધિપતિ થયો. પાછળથી તે લાટનો પણ દેશાધિપતિ થયો હોવાનું શિલાલેખ કહે છે. તેનો દેહાંત નર્મદા તીરે થયો હતો. તેનો ભાઈ સામંતસિંહને મંત્રી તરીકેનો હોદ્દો આપી સૌરાષ્ટ્રનો અધિકારી વિસલદેવે બનાવ્યો. આ સામંતસિંહે પોતાના ભાઇના શ્રેયાર્થે સલક્ષ નારાયણની પ્રતિમા સ્થાપી હોવાનું કાંટેલાનો શિલાલેખ કહે છે. સામંતસિંહ વિસલદેવ પછી ગાદી ઉપર આવેલ અર્જુનદેવના રાજ્યમાં પણ સૌરાષ્ટ્રના અધિકાર ઉપર ચાલુ રહ્યો હતો. તે જ્યારે ત્યાંનો અધિકારી હતો ત્યારે તેણે સમુદ્રકો દ્વારકા જવાના રસ્તામાં આવેલ રેવતીકુંડ જીર્ણ થવાથી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પોતાની માતાના કલ્યાણ અર્થે તેણે તેમાં નવીન પગથિયાં બંધાવી વાવ સમાન એ પવિત્ર તીર્થ સમરાવ્યું તેટલું જ નહિ પણ તેમાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, નવદુર્ગા, શિવ અને જલશાયિની પ્રતિમાઓ પણ તેમાં સ્થાપી. વળી તેમાં નવીન મંદિર બંધાવી બળરામ અને રેવતીની પ્રતિમાઓ બેસાડી, આ કુંડની સાથે એક કુવો અને ઢોરને પાણી પીવા માટે હવાડો પણ બંધાવ્યો હતો એમ તેનો શિલાલેખ જણાવે છે. વિસલદેવના રાજ્યની શરૂઆતમાં તેજપાલ મહામાત્ય હતો. સંવત ૧૩૦૪માં તેના મરણ બાદ નાગર જ્ઞાતિના નાગડને મહામાત્ય નીમવામાં આવ્યો. આ સિવાય શ્રીવર્દમ અને મૂળરાજના નામો તેના મંત્રી તરીકેના મળે છે. જે કોઇ ખાતાના ઉચ્ચાધિકારીઓ હશે તેના સમયમાં મહાસાંધિવિગ્રાહકના હોદ્દા ઉપર શ્રીધર અને મહાશ્રી પટલિક ગોવિંદના નામો દાનપત્રો ઉપરથી મળે છે. વિસલદેવ પછી અર્જુનદેવના સમયમાં મહામાત્ય માલદેવનું નામ મળે છે. સૌરાષ્ટ્રનો દેશાધિપતિ સામંતસિંહ પણ તેના રાજ્યમાં ચાલુ હોવાનું આગળ જણાવી ગયા છીએ. ત્યારબાદ પાલ્ય સૌરાષ્ટ્રનો સુબો નીમાયો. ગિરનારના એક શિલાલેખમાંથી તેનું નામ મળે છે. તેના પછી ગાદી પર આવનાર સારંગદેવ વાઘેલાના મહામાત્યોમાં કાન્ત, વાધૂમ, મધુસૂદન અને માધવના નામો મળે છે. દેશાધિપતિ તરીકે પાલ્ડ ચાલુ રહ્યો હતો જ્યારે મુદ્રાધિકારી પેથડ હોવાનું દાનપત્રો નોંધે છે. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણ વાધેલો અથવા તો કરણઘેલો થયો. જેના પ્રધાન માધવ થયો. જેની આખ્યાયિકા ઇતિહાસ પ્રસિધ્ધ છે. તેણે જ ગુજરાતને મુસલમાન સત્તા
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy