SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૬ હકીકત કોઇ તત્કાલિન ગ્રંથકારે નોંધી નથી. પ્રબંધાત્મક સાધનો વડે તે ને મામા પાસેથી રાજ્ય મળ્યું પણ તેનો પિતા રાજા કનોજનો ગુજરાતમાં ક્યાંથી આવ્યો, ચૌલુક્યો સાથે સંબંધ ચાવડાઓએ કેવી રીતે બાંધ્યો તેની સપ્રમાણ માહિતી મળતી નથી. દયાશ્રયકારે પણ તે બાબતમાં મૌન સેવ્યું છે. ટૂંકમાં મૂળરાજનું અતિવૃત્ત આચાર્ય હેમચંદ્ર જેવા વિદ્વાન પણ લોક પરંપરામાં સચવાઇ રહેલ જનકૃતિને આધારે જ રહ્યું. ત્યાર બાદ થયેલ સોલંકી રાજવીઓનાં ચરિત્રો પણ તેમને વૃદ્ધ પરંપરામાં સચવાઇ રહેલ જનશ્રુતિને પ્રમાણ ગણી આલેખ્યા. કર્ણ સોલંકીથી સાચો ઇતિહાસ તેમની જાણમાં આવેલો છતાં તેમણે એવી કેટલીક હકીકતો લોકકથાઓના આધારે રજુ કરી છે. કર્ણ સોલંકી મહાલક્ષ્મીનો અનન્ય ઉપાસક હતો. તેણે પુત્ર પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીની આરાધના કરી વરદાન મેળવ્યું અને સિદ્ધરાજનો જન્મ થયો. મહાલક્ષ્મી પ્રત્યક્ષ થયાની હકીકત ઐતિહાસિક કરતાં ધાર્મિક દૃષ્ટિએ પ્રમાણિક ગણી શકાય. છતાં આ વાત જનતામાં સુપ્રસિધ્ધ થયેલી. આથી જ લોકબત્રીસીએ ગવાતી હકીકતને ચૌલુક્ય વંશ સંકીર્તનમાં તેમને સ્થાન આપ્યું. સિદ્ધરાજને તો લોકો દેવાંશી જ માનતા હતા. તેના માટે અનેક લોકકથાઓ જનતામાં પ્રવાહિત બનેલી. બાબરાભૂતની દંતકથાઓ તો આજે પણ ગ્રામ્યજનતામાં સારી રીતે પ્રચલિત બની છે. આચાર્ય હેમચંદ્ર દ્વયાશ્રયમાં તેને ભૂત વ્યંતર કે યક્ષરાક્ષસ જેવો લોકોત્તર જણાવ્યો નથી. છતાં પૌરાણિક પાત્રાલેખન તરીકે તેનો પિતા લંકાનો વતની હતો અને તે ખર રાક્ષસના વંશમાંથી ઉતરી આવ્યો હોવાનું જણાવી રાક્ષસ જેવો તો બતાવ્યો છે જ. સરસ્વતી પુરાણકારે પણ તેને રાક્ષસ કચ્છો છે. એટલું જ નહિ, પરંતુ તેના વંશનો ઇતિહાસ રજુ કરતાં તેનું આદિ વતન લંકા જણાવી તે રાવણના વંશનો હોવાનું જણાવ્યું છે. બીજી વાત યોગીનીઓની છે. કાલીપ્રમુખ યોગીનીઓ પાટણમાં આવી રાજાનો ભેટો થતાં કહેવા લાગી યશોવર્માને નમન કરો. તમારું કલ્યાણ થશે સિદ્ધરાજે તેનો પરાસ્ત કર્યો તેથી નાશી ગઈ. સિદ્ધરાજે માળવા પર ચઢાઈ કરી ત્યારે પણ આ યોગીનીઓ એક રાત્રે કૃત્યાતંત્ર કરતાં સિદ્ધરાજનું પૂતળું બનાવી મંત્રતંત્રથી તેનું મરણ થાય તેવા ઉપાયો કરતી સિદ્ધરાજના જોવામાં આવી. સિદ્ધરાજે યોગીનીઓ સાથે યુધ્ધ કર્યું અને હરાવી. આથી યોગીનીઓ પ્રસન્ન થઇ અને વરદાન આપ્યું. જા તું માલવાને જીતી યશોવર્માને પરાજીત બનાવીશ. આ હકીકત આજના સમાજમાં તો શ્રદ્ધેય લાગે જ નહિ. આચાર્ય હેમચંદ્ર સિદ્ધરાજને દેવાંશી ઠરાવવાં અગર તો લોક પ્રચલિત વાર્તાઓને પોતાના ગ્રંથમાં નોંધી હોવાનું આથી જાણી શકાય છે. બીજી તેવી જ વાત કનકચૂડ નાગની છે. વાસુકી નાગનો મિત્ર રત્નચૂડ તેનો પિતા થાય. હુલ્લડ નાગ વરૂણ દેવના વરદાનથી શક્તિશાળી બની બેઠો હતો અને તે કાશ્મીરમાં રહેતો તે પાતાળને પાણીમાં ડુબાડી નાખવા લાગ્યો. આથી પાતાળના નાગોએ પ્રાર્થના કરી કે દર વર્ષે તમારું પૂજન કરી અમો તમારૂં સર્વોપરીપણું સ્વીકારીશું. આથી તે શાંત થયો. એ પ્રમાણે એક નાગ કાશ્મીરમાં તેની પૂજા કરવા જતો. એક વખત દમનકના મિત્ર કનકચૂડને જવાનું થયું. પણ કાશમીરમાં હીમ પડે છે. એટલે શરીરે ચોપડવા ઉપ લેવા તે તેની સ્ત્રી સાથે પાટણ આવ્યો અને સરસ્વતીના કિનારા પાસે એક વનમાં કુવાની અંદર ઉષ લેવા ઉતરવા લાગ્યો પણ તે કુવામાં ઘણી મધમાખીઓ રહેતી હોવાથી તેની સ્ત્રી તેને
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy