SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨ લોકકથાઓમાં પાટણ ૧૭૫ કનૈયાલાલ ભાઈશંકર દવે લોક કથાઓમાંની બધી જ વાતોને અવગણી શકાય નહિ. લોક કથાઓના પાત્રો, સ્થળો અને ઘટનાઓ સંશોધન માગે છે. આમ લોક કથાઓમાં સંપૂર્ણ નહિ તો ઇતિહાસની કાચી સામગ્રી જરૂર સંગ્રહાયેલ કહેવાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ કદાચ દંતકથાઓનું મૂલ્ય ઓછું આંકવામાં આવે તો પણ, લોક સમાજમાં પ્રચલિત સારી યા ખોટી લોકકથાઓ તત્કાલિન સમાજ, પરિસ્થિતિ અને સંસ્કૃતિનો સારો એવો પરિચય આપી જાય છે. જનશ્રુતિનો ઉદ્ગમ કોઇપણ વ્યક્તિ કે સમારંભની પશ્ચાદ્ભૂમિમાંથી સ્વયંભૂ બનતાં, તેમાં તેની પ્રશસ્તિ યાતો ઉત્કૃષ્ટ ગુણોનું મૂલ્યાંકન સારી અગર નરસી રીતે પ્રગટ કરવામાં આવે છે. આમ જનશ્રુતિનો મુખ્ય આધાર પ્રસંગાનુરૂપ વિશ્લેષણોમાંથી સૂરે છે. આવી લોક શ્રુતિઓ વેરથી આરંભી દરેક કાળમાં સર્જાઇ છે અને દરેક દેશ તેમજ ગામોમાં એક યા બીજી રીતે પ્રતિપાદીત બનતાં લોકબત્રીસીએ ગવાય છે. મહાકાલના આંતરિક ગર્ભમાં આથી જનશ્રુતિઓ અનંત છવાઇ છે. છતાં જેટલી ગવાતાં ચવાતાં અશેષ રહી છે તેટલી આપણે જાણી શકીએ છીએ. તદ્ઉપરાંત જે જે ગ્રંથસ્થ બની તે ગ્રંથોની અંદર સચવાઇ રહી અને પરંપરા પ્રાપ્ત વહેતી રહી તેટલી જ લોકસમાજમાં જીવંત બની. પાટણ માટે પણ આવી સેંકડો લોકન્રુતિઓ તેના ઉદ્ગમથી આરંભી વિનાસ પર્યંતના કાળમાં પ્રાદુર્ભાવ પામી છે તે પૈકી કેટલીક ઐતિહાસિકોએ નોંધી છે. જ્યારે બીજી કેટલીયે લોકકથાઓ લોક જીભે રમી રહેતાં ઉત્તરોત્તર સમાજના વહેણમાં બચી રહી છે. લોકબત્રીસીએ ગવાતી આવી લોકકથાઓના આદિ સ્વરૂપમાં મોટા પરિવર્તનો થયાં છતાં જે કાંઇ હકીકત પ્રાપ્ત થાય છે. તેમાંથી તત્કાલિન, લોકજીવન, જનસ્વભાવ અને સંસ્કારીતાના આછા ઘેરા પડઘા સાંભળી શકાય છે. પાટણના ઇતિહાસમાં આવી કેટલીક લોકકથાઓ સંગ્રહિત કરવામાં આવી છે. જેનાં ઐતિહાસિક દૃષ્ટિએ પ્રબંધ પ્રમાણો મળતાં નથી. છતાં લોકજીભે તે પરંપરા પ્રાપ્ત ઉતરી આવી હોવાથી તેમાં કોઇપણ તથ્ય હોવાનું અનુમાન કરી શકીએ ઇતિહાસના પાને અંકિત થયેલ જનશ્રુતિઓ સુપ્રસિધ્ધ હોવાથી અને તેની નોંધ લીધી નથી. તો પણ કેટલીક નોંધવા યોગ્ય જનશ્રુતિઓને એમાં સમાવિષ્ટ કરવાનું ઉચિત માન્યું છે. પાટણની સ્થાપના કરનાર વનરાજનું જીવન વૃત્તાંત લોકશ્રુતિઓના આધારે જ સચવાયું છે. તેની જીવન ઝરમર પ્રબંધોમાં સંગ્રહાઇ હોવા છતાં તે પ્રબંધોની રચના વનરાજ પછી પ૦૦ વર્ષો બાદ થયેલી છે. અર્થાત્ તેનું ઇતિવૃત્ત પ્રબંધકારોએ તે જનશ્રુતિઓને આધારે જ સંગ્રહ્યું છે. આથી જ તેનો પિતા કોણ ? તે હજુ સુધી નિશ્ચયાત્મક રીતે ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ કરી શકાતું નથી. ત્યારબાદ ચાવડા રાજાઓ કેટલાયે થયા પણ કોઇ ગ્રંથસ્થ પુરાવો સપ્રમાણ માહિતી રજુ કરતો મળતો નથી. ત્યારબાદ ચાવડા રાજાઓ કેટલાયે થયા, પણ કોઇ ગ્રંથસ્થ પુરાવો સપ્રમાણ માહિતી રજુ કરતો મળતો નથી. ચાવડાઓ પાસેથી મૂળરાજને રાજગાદી કેવી રીતે અને કેવા સંજોગોમાં મળી તેની પ્રામાણિક
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy