SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૬ પણ જાણી શકીએ છીએ. આજે પણ આ બારે દરવાજા મોજુદ છે. તે પૈકી કનસડા દરવાજા, કોઠાકુઈ અને મોતીશા દરવાજાઓ પાટણ સુધરાઇએ વાહનવ્યવહારની સગવડ ખાતર પાડી નંખાવ્યા છે. બાર દરવાજા અને તેરમી બારી એવી લોકોકિત પાટણ માટે બોલાય છે. તે પ્રમાણે બારમી બારીનો દરવાજો ગુંગડી દરવાજા અને ખાનસરોવર દરવાજાની વચ્ચે આવેલો. જે ગુંગડી દરવાજાથી દોઢસો વાર દૂર હતો. એમ તેના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. પાટણના દરવાજાઓનાં નામ અનુક્રમે બગવાડા, ગુંગડી, મીરાં, ભઠ્ઠીવાડો, ખાનસરોવર, મોતીશાહ, કનસડો, ફાટીપાલ, અધારો અને છીંડીયો મળી કુલ અગિયાર દરવાજાઓ છે. જ્યારે બારમી બારીના દરવાજાની મરામત હિજરી સંવત ૧૧૭૭ ઇ.સ. ૧૭૫૦ની આસપાસ, ફારમલ્લુસીદી અહમદકાસીમના વહીવટ વખતે કરવામાં આવી હતી. એમ તેના એક શિલાલેખ ઉપરથી જાણી શકાય છે. આ સિવાય ફાટીપાળ અને કનસડા વચ્ચે એક ગણેશ બારી હતી. જેની નોંધ ફાર્બસ સાહેબે એકત્ર કરેલી, પ્રાચીન નગરોની નોંધમાંથી મળે છે. આ બારી પૂરી નાખવામાં આવેલી. પરંતુ ગણેશ દહેરીના અવશેષો હજુ ઉભા છે. પાટનગરોને ખાસ કરી બાર દરવાજા બનાવવામાં આવતા હતા. અમદાવાદને બાર દરવાજાઓ હતા એમ મિરાતે અહમદીને પૂરવણીમાં નોંધ્યું છે. આજે તો અમદાવાદને કુલ અઢાર દરવાજાઓ છે. તે પૈકી પંદર મોટા અને ત્રણ નાના. આ પંદર દરવાજાઓમાં બે બંધ કરી બે નવા પાડવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદનો કોટ બંધાવ્યો ત્યારે બાર દરવાજાઓ રાખવામાં આવ્યા હતા. રાજવલ્લભમાં જણાવ્યા પ્રમાણે તેર રસ્તા ધરાવતું નગર મધ્યમ પ્રકારનું ગણાવ્યું. તે નિયમે પાટણના બાર દરવાજાઓ તરફ જવાના બાર માર્ગો નાના મોટા હશે, જ્યારે મુખ્ય રાજમાર્ગ પર્વથી પશ્ચિમ તરક બગવાડાથી કનસડા સંધનો મળી કલ તેર રસ્તાઓ પાટણમાં હતા એમ માની શકાય. આમ શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે પાટણને મધ્યમ પ્રકારનું રાજનગર કહી શકાય તેમ છે. આજના પાટણમાં દરવાજાઓમાં નામો કેવી રીતે પડ્યાં તે જાણવા કોઈ પૌરાણિક સાધન મળી આવ્યું નથી. પરંતુ કેટલીક દંત કથાઓ અને તત્કાલિન પરિસ્થિતિના આધારે તે નામો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યાં તેનું સામાન્ય દિગ્દર્શન અત્રે રજુ કરવું આવશ્યક છે. દરવાજાઓનાં નામ સામાન્યતઃ તે દરવાજાથી જે ગામ તરફ જવાનું હોય અગર કોઈ મોટા શહેર તરફ જવાનું હોય, તેના નામ ઉપરથી તે દરવાજાનું નામ રાખવાનો રિવાજ પૂર્વકાળમાં હોવાનું ગુજરાતના કેટલાક શહેરોના દરવાજાઓ ઉપરથી જાણવા મળે છે. પરંતુ પાટણના દરવાજાઓનાં નામ આ પરંપરામાં અપવાદરૂપ હોવાનું માલુમ પડે છે. પાટણનો ફક્ત એક જ દરવાજો એવો છે જેનું નામ અઘારો દરવાજે ત્યાંથી અઘાર ગામ જવાય છે. જો કે આ નામ શંકાને સ્થાન છે. પરંતુ જ્યાં સુધી તેના માટે બીજું નકકર પ્રમાણ ન મળે ત્યાં સુધી જનતામાં બોલાતું આ નામ સ્વીકારવું જોઈએ. અણહિલપુર પાટણના કિલ્લાનું બાદશાહી વર્ણન સંસ્કૃત પ્રબંધો અને કાવ્યોમાંથી મળે છે. પરંતુ તેને કેટલા દરવાજાઓ હતા તે કોઈ ગ્રંથકારે જણાવેલ નથી. નવા પાટણના દરવાજા પૈકી પશ્ચિમના દરવાજાનું નામ “કનસડો” ને અણહિલપુર તરફ આવેલો છે. તેના માટે એવું કહેવાય છે કે અલાઉદ્દીનના સરદાર ઉલુઘખાને પાટણ ઉપર ચડાઈ કરી કર્ણને હરાવ્યો ત્યારે તેની સ્ત્રી સાથે આ દિશાએથી નાઠો હતો તેની તે દરવાજાનું “કર્ણસર્યો' રાખ્યું. જે પાછળથી કનસડો બની ગયું. તેના માટે બીજે પણ એવો તર્ક છે કે અહીંધી કર્ણ નામનાવાળા કોઈ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy