SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા . ૧૬૫ ૫૧ પાટણની નગર રચના કોઢ અને દરવાજા કનૈયાલાલ ભાઈશંકર દવે | કિલ્લા વચ્ચેનું પાટણ ઉત્તર-દક્ષિણ અર્થાત્ કોઠાકુઇ દરવાજાથી ખાનસરોવર દરવાજા વધુ (પહોળું છે. જ્યારે પૂર્વ-પશ્ચિમ બગવાડાથી કનસડા દરવાજા ઓછું લાંબુ છે. જે સામાન્ય રીતે ખ્યાલમા આવે એમ નથી. નકશો જોવાથી જ આ સમજાય તેમ છે. શિલ્પશાસ્ત્રમાં નિયમ પ્રમાણે નગર રચનાના વીસ પ્રકારો, ‘અપરાજિત પ્રચ્છા' નામના શિલ્પગ્રંથમાં જણાવેલ છે. પૂર લક્ષણના આ બધા પ્રકારો પૈકી પાટણ કેવા પ્રકારનું નગર હતું તે કહેવું મુશ્કેલ છે. ‘રાજવલ્લભ” ગ્રંથકાર આવા મોટાં નગરોની લંબાઇ-પહોળાઇ માટે ૨૦૦૦ હાથનું ઉત્તમ ૧૫૦૦ હાથનું મધ્યમ અને ૧૦૦ હાથના નગરને કાનિઝમાન તરીકે નોંધે છે. વધુમાં રાજનગર એટલે પાટનગર માટે તે ૪000 હાથથી ૧૬૦૦૦ હાથના વિસ્તારવાળું નગર બનાવવાનું કહે છે. સત્તર રસ્તાવાળું ઉત્તમ, તેર રસ્તા વાળું મધ્યમ અને નવ રસ્તાવાળા નગરને કનિષ્ઠ નગર કહેવાય છે. પાટણની નગર રચનામાં આજે કેટલાએ ફેરફાર થઈ ગયા છે. પ્રાચીન માર્ગો, રાજમાર્ગો અને વીથીઓમાં કેટલાક ઠેકાણે રસ્તા વચ્ચે મકાનો બનાવતાં, આ નગરના પ્રાચીન માર્ગો કેવા હશે, તે જાણવા સાધન નથી. છતાં તેની આજે જણાતી વ્યવસ્થા પ્રમાણે તેના મુખ્ય માર્યો કેટલા હતા તે સમજી શકાય છે. - નગર સ્થાપના કરનાર પ્રથમ નગરના કિલ્લાનો શિલા નિવેશ કરી, કિલ્લો બંધાવે, તેમાં દ્વારા અને પુરુદ્વારા દરવાજાઓ તેમાંથી નીકળતા માર્ગો વગેરે નકકી કરે. ચોકઠાં અને ચાર રસ્તાઓ જ્યાં મળતા હોય ત્યાં, જાહેર મંદિરો, મહાલયો, મહાસ્થાનો બનાવે. આમ શરૂઆતમાં કાર્યક્રમ પ્રમાણે રચના કરવાથી વ્યવસ્થિત પદ્ધતિ પ્રમાણે શાસ્ત્રીય નગરનું નિર્માણ કરી શકાય. પાટણના કોટનો આકાર નથી, તે ગોળ, લંબગોળ, ચોરસ કે લંબચોરસ આકારનો, જેની કેટલીક હકીકત આગળના પ્રકરણમાં આપી ગયા છીએ. કિલ્લો બંધાવનારે વસ્તીના વસવાટ પ્રમાણે કોટ બંધાવ્યો હતો, તેથી તેના આકાર ખાંચાખૂંચીવાળો, ઢંગધડા વગરનો બન્યો છે. એટલું જ નહિ પણ તેમાં મુકેલા દરવાજાઓ પણ એક બીજાના સામસામા સમાંતર પણ જણાતા નથી. આથી કિલ્લામાં મુકેલા દરવાજાઓ પણ તે સમયની લોકોની સગવડ પ્રમાણે મુકેલા છે. જેમાં કોઇ દિશામાં મધ્યભાગે તો કોઇ સ્થળે ખૂણા ઉપર મુકેલા આજે જોવામાં આવે છે. આથી પાટણની નગર રચના, શાસ્ત્રીય ધોરણે કયા પ્રકારની બનાવેલી તેની વ્યવસ્થિત પદ્ધતિ કેવી હતી, તેનો સ્પષ્ટ નિર્દેશ કરી શકાય તેમ નથી. છતાં પાટણનું નગર વિધાન વિદ્ધાન સ્થપતિએ કરેલું હતું, એમ તો ચોકકસ લાગે છે. આજની પરિસ્થિતિ ઉપરથી પાટણની નગર રચના કેટલેક અંશે મોટા નગરને અનુલક્ષી તેના જાણકાર સ્થપતિએ બનાવી હોવાનું સમજાય છે. જેની વિવેચના આગળ કરીશું. પાટણ શહેરના કિલ્લામાં બાર દરવાજા હતા અને એક બારી પણ બનાવી હોવાનું કહેવાય છે. પૂર્વકાળમાં મોટા શહેરોને બાર દરવાજા રાખવાની સામાન્ય પરંપરા હતી. તેથી જ અમદાવાદ, ખંભાત, વડોદરા, વડનગર વગેરે શહેરોને બાર દરવાજા બનાવેલા છે. જે તેના પુરવારો ઉપરથી આજે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy