SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા - ૧૩૪ અસાવલના કોળીઓને તાબે કરવા મોકલ્યો હતો ત્યારે તેણે પાટણથી નીકળી શહેર બહાર ખાન સરોવર પર મુકામ કર્યો હતો. અર્થાત્ ઇ.સ. ૧૪૦૭-૦૮ એટલે સંવત. ૧૪૬૩-૬૪માં ખાન સરોવર વિદ્યમાન હતું. પાટણન હાલન કોટ આજ મુજફરશાહ જે જફરખાથી જાણીતી બનેલો તેણે બંધાવ્યો હતો એમ કેટલાંક આનુસંગિક પ્રમાણોને આધારે જાણવા મળ્યું છે. તેણે જ ભદ્રનો કિલ્લો સૌથી પહેલાં બંધાવેલો અને ત્યારબાદ ત્રણ દરવાજા તથા શહેરને ફરતો કોટ પણ તેના સમયમાં તૈયાર થયેલા તે વખતે દરવાજા તથા શહેરને ફરતો કોટ પણ તેના સમયમાં તૈયાર થયેલા તે વખતે દરવાજા બંધાવી તેના નામો પણ તેને સ્થાનિક આગેવાનોની સલાહ લઇ રાખેલાં. આ વખતે ખાન સરોવર જે દરવાજા બહાર આવેલું તે દરવાજાનું નામ પણ ખાન સરોવર દરવાજો રાખ્યું. આમ ખાન સરોવર વિ.સં. ૧૫૬૩ પહેલાં બંધાવાયેલ તેમ ચોકકસ જણાય છે. આઈને અકબરીમાં આ તળાવ અકબરના દૂધભાઈ ખાન-ઈ-આઝમ પીરજાદા અઝીઝ કોકાએ ઈ.સ. ૧૫૯૦ના અરસામાં બંધાવ્યાનું સૂચવ્યું છે. જયારે મીરાતે અહમદીની પુરવણીમાં આ તળાવ ખાન આઝાદ સરવરખાન ઘોરીએ બંધાવ્યાનું નોંધાયું છે. આ બાબતમાં કોઇ આધારભૂત નિશ્ચિત માહિતી મળતી નથી. પરંતુ તે સોલંકી કાળનું હોવાનું ઘણે અંશે સિદ્ધ થતું હોવાથી એવું માનવાને કારણ છે કે કોઇ ખાન નામથી જાણીતા સુબાએ તેનો પુનરોદ્ધાર કરાવી ખાન સરોવર' નામ આપ્યું હશે. તાજેતરમાં વિ.સં. ૨૦૬૩ના અરસામાં તેને “સિદ્ધિ સરોવર”નામ આપવામાં આવ્યું છે, પટોળાં - પાટણના સાળવીઓ તેમનાં પટોળાના કારણે સમગ્ર દેશભરમાં જાણીતા છે. પાટણનું પટોળું એટલે વણાટકામની અદ્ભુત કલાનું સુરેખ દર્શન પટોળામાં વિવિધ ભાતો ખાસ વિશિષ્ટ રચનાથી પાડવામાં આવે છે જે બંને બાજુ એક સરખી હોય છે. આ નવીન ભાતોમાં રંગોની મિલાવટ અનોખી કલા છે. “પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ” એ જાણીતી ઉક્તિને માટે જ છે. બારમા સૈકા પહેલાં પણ સારાયે ભારતવર્ષમાં આ કલા વિખ્યાત હતી. પ્રાચીન ગ્રંથ માન ઓલ્લાસ પણ અણહિલવાડના વિશિષ્ટ વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. સાળવી લોકોના બધાં કુટુંબોમાં આ પટોળા તૈયાર થતા આજે માત્ર બે-ત્રણ કુટુંબોમાં જ સચવાઈ રહ્યા છે. તેમની હાથશાળો ઉપર તૈયાર થતાં પટોળાનું દર્શન અનોખું છે. મશરૂ, માટીનાં રમકડાં, કાગળનું કોતરકામ વગેરે - પટોળાં જેટલું કલા સમુદ્ર નહીં તો પણ અહીંના ખત્રી લોકો તથા કેટલાક મુસ્લિમો આ પ્રકારનું મશરૂ કાપડ વણે છે. આ કાપડ વણવાની પદ્ધતિ સારી છે. તેમજ પાટણના દર્શનાર્થે આવેલ આગંતુને કાગળ કોતરકામના અજોડ કલાકાર શ્રી રામપ્રસાદ ભૈયાજીની આ અદ્ભુત કળાની મુલાકાત લેવી જરૂરી છે. પાટણના ઓતિયા ભાઇઓના કલાપૂર્ણ માટીનાં રમકડાં કલાપૂર્ણ હોય છે. હાથી, ફૂલદાની, નાગફણ વગેરે મુખ્ય છે. પાટણના ઉત્તર ખૂણે સિદ્ધનાથ મહાદેવનું સ્થાન શિલ્પ સ્થાપત્યમાં દર્શનીય છે. સહસ્ત્રલિંગ સરોવર જે સિદ્ધનાથ મંદિર હશે એવી પત્રશિલા તેની છતમાં છે. પાટણના દર્શનીય
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy