SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૩૩ પદ્મનાભનો ક્યારો. જો કે તે ઉપાસના તો વિષ્ણુની જ કરતો અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેના માટે કેટલીક દંતકથાઓ લોકોમા આજે પણ પ્રચાર પામેલી છે. સંતો અને ભક્તોના જીવનમાં આવા ચમત્કારો પાછળથી તેમના સેવકો શ્રધ્ધાભક્તિ બતાવવા કેટલીક વખત આરોપે છે. આ પદ્મ ભક્ત માટે પણ તેવું જ બન્યું છે. ખાન સરોવર તળાવ ખોદાતું હતું ત્યારે આ ભક્તરાજ મજૂરી કરવા જતા તે વખતે તેમનાં માથાં ઉપર ટોપલી અદ્ધર રહેતી. આથી ખાન અઝીઝ કોકાને આશ્ચર્ય થયું. તેને પાઠું થયેલું. ઘણી દવાઓ અને ઉપચારો કરતાં મટતું નહીં. પદ્મા ભક્તના આર્શીવાદથી મટી ગયું અને પદ્માભક્તને તેણે પ્રભુનું સ્થાન બનાવવા વાડી વાળી જગ્યા બક્ષીસ આપી. આ દંતકથામાં ઐતિહાસિક દ્રષ્ટિએ કંઇપણ તથ્ય હોવાનું જણાતું નથી. કારણ ખાન સરોવર ગુજરાતના પ્રથમ સુલતાન મુજફ્ફરશાહ - ઝફરખાનના સમય પહેલાં બંધાયું હતું. શ્રી બર્જેસના કથન પ્રમાણે તો કોઇ હિંદુ રાજાએ બંધાવ્યું હોય તેવું અનુમાન છે. બીજું પદ્મા ભક્ત સંવત ૧૪૫૮ થી સંવત ૧૫૦૪ આસપાસ થયાનું તેના કીર્તનોમાંથી જણાય છે. ખાન અઝીઝ કોકા ઇ.સ. ૧૬૦૦ થી ૧૬૨૩ સુધીમાં ગુજરાતનો સુબો હતો એટલે ઉપરોક્ત દંતકથાઓ ઐતિહાસિક દ્રષ્ટિએ મેળ બેસતો નથી. પદ્મા ભક્ત પ્રભુના અનન્ય ભક્ત થઇ ગયા. તેણે ત્યાં આવેલા અસંખ્ય તુલસી ક્યારામાં સનાતન હિન્દુ ધર્મના મુખ્ય મુખ્ય દેવોનું આરોપણ કરતાં બધામાં પ્રભુનાં દર્શન કરેલા. આમ પદ્મા ભક્તના નાથ તે પદ્મનાભ કહેવાયા. તેમના સેવકો કુંભાર ઉપરાંત ખત્રી, બ્રાહ્મણ, વાણિયા વગેરે તે પંથમાં જોડાયા. આ પંથ આજે પણ પ્રચારમાં છે અને પદ્મા ભક્તના વંશજો તેની ગાદી ઉપર પરંપરા પ્રમાણે આવે છે. જે સ્વામીથી ઓળખાય છે. આ વંશના કેટલાક કીર્તનો તેના ભક્તો ગાય છે. કાર્તિક સુદ-૧૪ થી કાર્તિક વદી-૫ સુધી સાત દિવસ ત્યાં મેળો ભરાય છે. પાટણ સિવાય વડનગર, વીસનગર તથા સૌરાષ્ટ્રમાંથી પણ તેમના ભક્તો દર્શન પૂજન માટે અહીં આવે છે ત્યાં બે કૂવા છે જેને ગોમતી અને યમુનાજીથી ભક્તો સંબોધે છે. તેમના સંપ્રદાય માટે લોકોકિતમાં બોલાય છે કે :- પદ્મનાભ, ખોળે હાથ, ધુળના ઢગલા, વગદાની પાતરી, ગુરૂ કુંભાર અને ચેલા ખાતરી ખાન સરોવર : પાટણના પ્રાચીન સરોવરમાં મુખ્ય બે સરોવર ઉલ્લેખનીય છે. (૧) સહસ્રલિંગ અને (૨) ખાન સરોવર જે આજે પણ વિદ્યમાન છે અને શિલ્પોનો એક નમૂનો છે. આ સરોવર શહેરની દક્ષિણે ખાન સરોવર દરવાજા બહાર આવેલું છે. ખાન ઉપરથી સમજાય છે કે તે કોઇ ખાને બંધાવ્યું હશે. તેના માટે સંશોધન જરૂરી છે. આ સરોવર પ્રાચીન સોલંકી યુગનું હોવાનો એકરાર ઘણા વિદ્વાનોએ કર્યો છે. બોમ્બે ગેઝેટીયરના એક ભાગ તરીકે બરોડા ગેઝેટીયર બહાર પડચું છે તેમાં જણાવ્યું છે કે આ સરોવર કોઇ સોલંકી રાજાએ બંધાવેલું. આ સિવાય આર્કીયોલોજીકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાતમાં શ્રી બર્જેસએ પણ આ વિધાન સ્વીકાર્યું છે. આ સરોવરનો પુનરોદ્ધાર કોઇ ખાને કરાવેલ તેથી તેવું નામ લોકજીભે રમી રહ્યું હોય તે સંભવિત છે. મીરાતે સિંકદરીમાં જણાવ્યું છે કે સુલતાન મુજફરશાહે અહમદશાહને
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy