SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૨ પાટણના મહાદુર્ગો હતા. ચાંપાનેર, ડભોઇ, ઝીંઝુવાડા, ને સ્તંભતીર્થના. પાટણના શિલ્પશિખરો હતા રૂદ્રમાળ, સહસલિંગ, વિમળમંદિરો, તેજપાળ મંદિરો. પાટણના સાહિત્ય મહાપદ્મો હતા, વયાશ્રય ને હેમઅષ્ટાધ્યાયી-સિદ્ધહેમ. પાટણના પરમ સંગ્રામ વિજયો હતા પૃથ્વીરાજના રાજપિતાનો પરાજય, અને પૃથ્વીરાજનેય હરાવનાર શાહબુદ્દીનને પરાજ્ય, રાખેંગારના ઉપરકોટને જીતતાં તો પટ્ટણીઓને બાર વર્ષોનો ઘેરો ઘાલવો પડ્યો હતો. ભીમદેવ સોનાની પાલખી આણી હતી. સુખડનાં કમાડ ખોયાં હતા. પાટણના પરાયો હતા મહમ્મદ ગઝનવી દીધો, માલવ દીધો, પૃથ્વીરાજ દીધો. પાટણના મંત્રીશ્વરો હતા, ચાંપો, સાન્ત, સજન, મુંજાલ, ઉદયન, અબડ, વિમળશાહ, દામોદર, વસ્તુપાળ-તેજપાળ. પાટણના શારદપુત્રો હતા શંકર બારોટ, સોમેશ્વર, હેમચંદ્ર, ભાલણ. પાટણની રમણીઓ હતી રૂપસુંદરી, શ્રીદેવી, મીનલદેવી, વીરમતી, રાણકદેવી, જસમા ઓડણ અને નાયકાદેવી. પાટણના રાજરાજેશ્વરો હતા વનરાજ, મૂળરાજ, સિદ્ધરાજ. પાટણના સુરીશ્વરી હતા . શીલગુણસૂરી ને હેમચંદ્રાચાર્ય. ગિર્વાણના વ્યાકરણાચાર્ય હતા પાણિનિ પ્રાકૃતના વ્યાકરણાચાર્ય થયા હેમચંદ્રાચાર્ય. પાક્યો પાક્યો ખરો. પાટણમાં પાણિનિનો સમોવડિયો! ગુર્જર સાહિત્યને એટલું હેમચંદ્રાચાર્યે સંસ્કૃતની હારમાં મૂક્યું. હેમચંદ્ર પ્રાકૃતણને ગિવાર્ણ ગૌરવ અપાવ્યું. પણ સમસ્ત જગતઇતિહાસે અજોડ ને પાટણનો રત્નકીર્તિકલશ તો છે, “સોલંકીઓનો રાજસંન્યાસ.” પાટણને સિંહાસને થયા બાર સોલંકી રાજરાજેશ્વરો, બાર રાજરાજેશ્વરોમાંથી છ રાજરાજેશ્વરોએ ગાદી ત્યાગ કીધો હતો. મુગટધારી મટી કન્થાધારી થયા છે. જગતનો કોઇ રાજવંશ સોલંકી વંશને પડખે આવી ઉભે એમ છે ખરો ? સિંહાસનના મોહ કોણ કોણે લાગ્યા છે ? ભર્તુહરિએ. ગોપીચંદે, ચિતોડનાચંદે, ડયુક ઓફ વિન્ડસરે, પણ બાર રાજરાજેશ્વરોમાંથી છ રાજયોગીઓ એ તો એક સોલંકીવંશે. સોલંકી રાજેશ્વરીઓ હતા એવા તપેકારીઓ હતા. પટ્ટણીઓ ! પાટણની રાજલક્ષમી વધે કે રાજસંન્યાસ ? ઈ.સ. ૬૯૬ થી ઇ.સ. ૧૨૯૭ એમ છ સદીઓનો એ પાટણનો ઇતિહાસ સરવાળો. શંકરની પેલી કલ્યાણીની રાજસભામાંની દિગવિજયિની કાવ્યોક્તિ કે, “વ્યસાર પારસમણિ ઉર્વિસાર ગુજરાત” એ દિશાજયિની કાવ્યોક્તિને પછીની છ સદીઓના ગુર્જરઇતિહાસે સાચી પાડી છે. ખરૂં છે; કવિ એટલે જ કાનદ્રષ્ટા ! ઇતિહાસ બન્યા પછી પેખે છે તે કવિ બન્યા પૂર્વે પેખે છે. કવિતા એટલે ભવિષ્યના ભીતરમાં નીરખનારૂં પ્રેરણાનયન. અને પટ્ટણીઓ ! હવેની આ છેલ્લી સાક્ષરી અતિધુણતાને તો ક્ષમા જ હોય પટ્ટણીઓને હવે પાટણ મહાશબ્દનો અર્થવિસ્તાર ભાખું છું સાચે સાચ! પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે. અકબરનું નામ તો સૌએ સાંભળ્યું છે. હુમાયશાહના શાહજાદા. નામ તો જલાલુદ્દીન મહમ્મદ અકબર. અકબર એટલે મહાન Alexander the Great, Alfred the Great પણ પછી મુગલ ઇતિહાસ અકબર સમોવડિયો કો બીજો અકબર પાક્યો નહીં એટલે જલાલુદ્દીન નામાભિધાન ખરી પડ્યું અને અકબર મહાનને એક નામે જગતએ જગત્યશસ્વી શાહનશાહને ઓળખાતું થયું. (નોંધઃ સપ્ટેમ્બર, ૧૯૪૩માં મહાકવિશ્રી નાનાલાલે પાટણમાં આપેલ પ્રવચનનો સારભાર છે)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy