SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૧૧ ४० સંવત ૨૦૦૦માં પાટણની પ્રભુતાને બિરદાવતા મહાકવિશ્રીનાનાલાલ દલપતરામ સંકલન : પ્રા. મચ્છુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પ્રથમતઃ તો મારે પટ્ટણીઓને એ વેણ નાંખવાનું કે તમારા ગ્રંથ ભંડારો ઉધાડો. ખંભાતમાં, વઢવાણમાં, અમદાવાદમાં, પાટણમાં, ગ્રંથરત્નોને હજી ક્યાં સુધી પટારામાં પૂર્યા રાખશો ? એ ગ્રંથ ભંડારોમાંથી ગ્રંથ નામાવલી છપાવશો તોયે જ્ઞાનભંડાર ઉઘડશે. ઓક્ષફર્ડને ય શણગારે એવું થાય તમારૂં ગ્રંથાગાર ! સાંભળ્યું છે કે, પૂજ્યશ્રી પુણ્યવિજયજી મહારાજ પાટણ જૈન ભંડારોનું સંશોધન પુણ્ય કંઇક વર્ષોથી કરી રહ્યા છે. અને ગ્રંથ નામાવલી થઇ ગઇ છે. બ્રાહ્મણના તો જૈન યતિરાજને પણ આર્શીવાદ જ હોય કે પૂજ્યશ્રીની સંવત્સરોની સાહિત્ય તપશ્ચર્યા સત્ત્વરે પુણ્યફળે ફળો ! પટ્ટણીઓને બીજુ કહેવાનું મારે એ છે કે, ધૈયાશ્રય સરસ્વતી માહાત્મ્ય, અને રાસમાળા એ તમારા નગર ગૌરવી ગ્રંથોની સસ્તી આવૃત્તિઓ છપાવી, ગ્રંથલહાણાં કરી, ઘેર ઘેર પાટણમાં દેવપૂજામાં સ્થાપો, અને સ્થપાવો. એ છે તમારા ઇતિહાસશાસ્ત્રો; પાટણનાં સંતાનો ઇતિહાસ પામશે. ફાર્બસનો મહામંત્ર કે Equal at least, to the Parmar, the Chahuan, or the Rathor was the Solunkee of Anhilpur અને દિગવિજયી શંકર બારોટની વીરહાકલ કે “વ્યસાર પારસમણિ, ઉર્વિસાર ગુજરાત;’’ (પદાર્થોમાં પારસમણિ શ્રેષ્ઠ છે તેમ પૃથ્વીપર ગુજરાત શ્રેષ્ઠભૂમી છે.) એ મહામંત્રો મંડપ-શોભતા બીલીઅક્ષરે છપાવી ઘર ઘરને ટોડલે વસાવો. ટોડલે તોરણ થશે, ટોડલા મઘમઘી ઉઠશે. ત્રીજો તો છે પટ્ટણીઓને મારો પ્રશ્ન. પાટણની સ્થાપન-કથા સાંભળી આજ રોમાવલી કાંઇ ફરકી ? હૈયાતાર લગીર પણ ઝણઝણ્યા ? સાલવારી અવલૌકી જાઇ ? અવધારી જોઇ ? સાવ બે વરસ પછી સંવત ૨૦૦૨ની મહા વદ સપ્તમીએ આવે છે, પાટણ સ્થાપનાની એ દ્વાદશ શતાબ્દિ દેશપરદેશના જોગસંજોગ ત્યારે જો સાનુકૂળ હોય, મહાકાળ અનુજ્ઞા આપતો હોય તો પાટણ સ્થાપનાની એ દ્વાદશ શતાબ્દિ પાટણ સંતાનો કેવી રીતે ઉજવશે ? પટ્ટણીઓનું એ છે પિતૃઋણ ! પાટણ-નગરીના નાગરિકો નગરધર્મ કેવો ક પાળશે ? એ છે તમારૂં પિતૃઋણ ! નગરૠણને ઇતિહાસૠણ. એ મહાપ્રસંગ આજની પાટણ જનતાની કિંમત આંકશે કે પૂર્વજોનું કર્યું પુત્ર-પુત્રીઓએ કેવુંક ઝીલ્યુ છે. કાળને ગોંદરેથી પેલા સંસ્થાપક સપ્તર્ષિઓ પણ પુત્રપુત્રીઓને પૂછશે ને પારખશે. ઇતિહાસ પટ્ટણીઓનો ઉત્તર માગશે અને હવે આપણે દર્શન કરીએ ત્યારે પાટણના ઇતિહાસભવ્ય કીર્તિ મંદિરોના પાટણનું કીર્તિ મંદિર છે. ઇતિહાર ગૌરવીને મહિમાવન્તુ ગિરનારને કે અર્બુદાચળને ઓળખાવવા પડે છે ? કે ‘આ ગિરનાર’, ‘આ અર્બુદાચળ' એ નામ લીધે જ ઓળખાય ? પટ્ટણીઓ ! પાટણના કીર્તિ મંદિરમાંય ઇતિહાસ શિખરો છે કાળના આબુ અને ગિરનાર. એમને ઓળખવાના ન હોય; એમના નામનિર્દેશક ગુર્જરી સપૂત એમને ઓળખે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy