SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૦૭ વિદ્વાન હતો અને સિદ્ધપાલનો પુત્ર વિજયપાલ પણ કવિ હતો. સહસલિંગ સરોવર તટે સિદ્ધરાજે માળવાના વિજય સ્મારકરૂપે જ કીર્તીસ્તંભ ઉભો કર્યો હતો. આ સ્તંભ ઉચો અને કલાત્મક હતો. સિદ્ધરાજના કીર્તિગાનો ચારે દિશામાં ફેલાવતા આ કીર્તિસ્તંભ ઉપર સિદ્ધનૃપ સિદ્ધરાજનું ચારિત્ર વર્ણન કરતી તેમજ સહસ્ત્રલિંગ યશગાથા ગાતી પ્રશસ્તિ મૂકવામાં આવી હતી. “પ્રબંધ ચિંતામણી” તથા “પ્રભાવક ચારિત્ર” માં આનો ઉલ્લેખ થયેલો છે. કાળના ગર્ભમાં સહસ્ત્રલિંગ સરોવર વિલિન થઇ ગયું છે. સરોવરના નાશ પામવાની સાથે કીર્તિસ્તંભ પણ નાશ પામ્યો છે અને તેના ઉપર અંકિત થયેલ પ્રશસ્તિ શિલાલેખ પણ નાશ પામ્યો છે. આ રીતે કીર્તિસ્તંભ અને તેના ઉપર અંકાયેલા પ્રશસ્તિ પણ સહસલિંગ સરોવર સાથે જે નાશ પામી છે. સદ્ભાગ્યે આ પ્રશસ્તિનો એક પંડે જે પથ્થર ઉપર કંડારાયેલો છે તે પથ્થરનો ટુકડો આપણા પાટણમાં વિજળકુવાના વૈજનાથ મહાદેવ મંદિરની દિવાલમાં આડેધડ જડાયેલ મળી આવ્યો છે. દિવાલમાં ચણાયેલ આ ટુકડો ઐતિહાસિક દ્રષ્ટિએ અદ્વિતીય અને અમૂલ્ય ગણાય. સોલંકી વંશના ઇતિહાસમાં એ આધારભૂત માહિતી પૂરી પાડે છે. કારણ કે એનો રચયિતા સિદ્ધરાજનો માનીતો કવિશ્રીપાલે પોતે જ હતો. પાટણના જાણીતા પુરાતત્વવિદ્ સ્વ.શ્રી રામલાલ મોદીએ “સિદ્ધરાજના કીર્તિસ્તંભના લેખનો એક અંશ” નામના લેખમાં વિગતવાર આ પ્રશસ્તિ લેખનું વર્ણન કરેલ છે. મૂળ લેખમાં દશ શ્લોકો મળી આવ્યા છે. તેનો ભાવાનુવાદ નીચે પ્રમાણે છે. પૃથ્વી ઉપર ધર્મપાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃદ્ધિ વધાવનાર મહાક્ષેત્ર તે ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને કામ) પ્રત્યે સરખા ભાવે પવિત્ર વૃત્તિ રાખતો હતો. તે વખતે ગંગાજીએ ભગીરથને કહ્યું હતું તેમ કહ્યું પછી તેણીએ સિદ્ધરાજે બંધાવેલ સરોવર છલકાવી દીધું. શ્રીપાલે રચેલ અને કીર્તિસ્તંભ ઉપર કંડારાયેલ આ પ્રશસ્તિ પ્રથમ પાટણના વિદ્વાનોની સભામાં કસોટી કરવા રજુ કરવામાં આવી હતી. જો મારી પાસે ધન હોય તો એ પથ્થર ખરીદી લઈ એક લાખ ખરચી સુંદર કલાત્મક ટાવર બંધાવી તેના ઉપર તે મૂકાવું.” આ શબ્દો જાણીતા પુરાતત્વજ્ઞ પંડિત શ્રી જીનવિજયજી મહારાજે પાટણની એક જાહેર સભામાં ઉચાર્યા હતા. પટ્ટણીઓને કાંઈ કિંમત સમજાઇ ખરા ? પટ્ટણીઓ આ શિલાલેખ જોવા તો જાય એજ સભ્યર્થના. આવો ઐતિહાસીક દસ્તાવેજ સાચવવા સરકાર તેમજ પુરાતત્ત્વખાતું આગળ આવે તો સારું ! (નોંધઃ સિધ્ધરાજની આ પ્રશસ્તિલેખનું ભાષાન્તર આ ગ્રંથમાં લેખ નં. ૮૬માં પ્રસિધ્ધ કર્યું છે.)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy