SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-) चरित्तातियारजाणणट्ठा काउस्सग्गं ठाहिति ॥१३६६॥ सेसा उ जहासत्तिं आपुच्छित्ताण ठंति सट्ठाणे । सुत्तत्थकरणहेडं आयरिएँ ठियंमि देवसियं ॥१३६७॥ व्याख्या-सेसा साहू गुरुं आपुच्छित्ता गुरुठाणस्स मग्गओ आसन्ने दूरे अहाराइणियाए जं 5 जस्स ठाणं तं तस्स सठाणं तत्थ पडिक्कमंताणं इमा ठवणा-9 गुरु पच्छा ठायंतो मज्झेण गंतुं सठाणे ठायइ, जे वामओ ते अणंतरसव्वेण गंतुं सठाणे ठायन्ति, जे दाहिणओ अणंतरसव्वेण गंतुं ठायंति, तं च अणागयं ठायंति सुत्तत्थसरणहेउं, तत्थ य पुव्वामेव ठायंता જો ગુરુ ધર્મકથા વિગેરે કોઇપણ કારણે તે સમયે સાથે કરી શકે તેમ ન હોય તો જે સમયે પ્રતિક્રમણ કરવાનું હોય તેના કરતા મોડું થવાનું છે. તેથી સાધુઓની સાથે કરણીય એવા પ્રતિક્રમણનો ગુરુને 10 વ્યાઘાત થયો એમ કહેવાય છે.) આ વ્યાઘાતને કારણે ગુરુ અને ગુરુનું આસન ધારણ કરનાર શિષ્ય બંને ચારિત્રના અતિચારો વિચારવા માટેના કરાતા કાયોત્સર્ગને પછીથી કરશે. ll૧૩૬૬ll (જયારે બીજા બધા સાધુઓ શું કરે ? તે હવે પછી કહે છે ) ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : શેષ સાધુઓ (જો થાક વિગેરે કારણ ન હોય અને કાયોત્સર્ગમાં ઊભા રહેવાની 15 શક્તિ હોય તો પોતાની) શક્તિ પ્રમાણે ગુરુને પૂછીને ગુરુના સ્થાનથી કંઈક પાછળ નજીકમાં, દૂરમાં એ રીતે રત્નાધિકના ક્રમથી જયાં જેમનું સ્થાન હોય ત્યાં તેમના સ્થાનમાં ઊભા રહીને પ્રતિક્રમણ કરતાં સાધુઓની સ્થાપના આ પ્રમાણે ( શ્રીવત્સાકારે) જાણવી. ગુરુ પાછળથી બધાની વચ્ચેથી જઈને વચ્ચે પોતાના સ્થાને ઊભા રહે. જે ડાબી બાજુ સ્વાધ્યાય વિગેરેમાં લીન સાધુઓ હોય છે તે સાધુઓ ડાબીબાજુથી જ આવીને પ્રતિક્રમણભૂમિમાં સ્વસ્થાનમાં ઊભા રહે. એ જ રીતે 20 જે સાધુઓ દક્ષિણબાજુ સ્વાધ્યાયાદિમાં લીન હોય છે તેઓ દક્ષિણબાજુથી જ આવીને ઊભા રહે. (પરંતુ ગોળ ફરીને આવી ઊભા રહે નહીં. (યતિદિનચર્યામાં નવ સાધુઓની સ્થાપના આ પ્રમાણે જણાવી છે – પ્રથમ ગુરુ ઊભા રહે, તેના પછી બે સાધુઓ, પછી ત્રણ, પછી બે, અને પછી એક. એમ શ્રીવત્સાકારે માંડલી સ્થપાય.) (ગુરુ ધર્મકથામાં વ્યગ્ર હોવાથી પાછળથી આવશે પરંતુ) સાધુઓ સૂત્ર–અર્થ સ્મરણ કરવા .25 પહેલેથી જ આવીને પ્રતિક્રમણભૂમિમાં સ્વસ્થાને ઊભા રહે છે. અને ત્યાં ગુરુથી પહેલાં આવેલા તેઓ ‘મિ ભંતે ! સામયિગં.સૂત્ર બોલીને સૂત્રાર્થનું સ્મરણ કરવા કાયોત્સર્ગમાં ઊભા રહે છે. ३९. चारित्रातिचारज्ञानार्थं कायोत्सर्ग स्थास्यतः, शेषाः साधवो गुरुमापृच्छ्य गुरुस्थानस्य पृष्ठत आसन्ने दूरे यथारानिकतया यस्य यत् स्थानं तत् तस्य स्वस्थानं, तत्र प्रतिकाम्यतामियं स्थापना-गुरुः पश्चात् तिष्ठन् मध्येन गत्वा स्वस्थाने तिष्ठति, ये वामतस्तेऽनन्तरं सव्येन गत्वा स्वस्थाने तिष्ठन्ति, ये 30 दक्षिणतोऽनन्तरापसव्येन गत्वा तिष्ठन्ति, तत्र चानागतं तिष्ठन्ति सूत्रार्थस्मरणहेतोः, तत्र च पूर्वमेव तिष्ठन्तः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy