SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) केवलणाणं समुप्पण्णं, तओ से देवा महिमं करेंति । एस एव दव्वविउस्सग्गभावविउस्सग्गेसु साम्प्रतं समाप्तौ यथाभूतोऽस्य कर्ता भवति सामायिकस्य तथाभूतं संक्षेपतोऽभिधित्सुराह सावज्जजोगविरओ तिविहं तिविहेण वोसिरिअ पावं । सामाइअमाईए एसोऽणुगमो परिसमत्तो ॥१०५२॥ व्याख्या : सावद्ययोगविरतः, कथमित्याह-त्रिविधं त्रिविधेन व्युत्सृज्य पापं न तु सापेक्ष एवेत्यर्थः, पाठान्तरं वा सावद्ययोगविरतः सन् त्रिविधं त्रिविधेन व्युत्सृजति पापमेष्यं, 'सामायिकादौ'सामायिकारम्भसमये एषोऽनुगमः परिसमाप्तः, अथवा सामायिकादौ सूत्र इति, आदिशब्दात् सर्वमित्याद्यवयवपरिग्रह इति गाथार्थः ॥१०५२॥ उक्तोऽनुगमः, सम्प्रति नयाः, ते च 10 પરિણામવાળા તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી દેવો તેનો મહિમા કરે છે.” આ જ ઉદાહરણ દ્રવ્યવ્યત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગમાં જાણવું. અવતરણિકા : હવે અંતમાં આ સામાયિકનો કર્તા જેવા પ્રકારનો થાય છે, તેવા પ્રકારના તે કર્તાને સંક્ષેપમાં કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ : સામાયિકના આરંભ સમયે સાવઘયોગોથી વિરત થાય છે. કેવી રીતે વિરત થાય છે ? તે કહે છે – ત્રિવિધ ત્રિવિધેન પાપનો ત્યાગ કરીને વિરત થાય છે, નહિ કે સાપેક્ષ એવો તે વિરત થાય છે. (આશય એ છે કે વ્યવહારથી પાપનો ત્યાગ કર્યો હોય પણ નિશ્ચયથી ત્યાગ કર્યો ન હોય (મનમાં અપેક્ષા પડી હોય) તેવો સામાયિકકર્તા સાવદ્યયોગથી વિરત થતો નથી, પરંતુ જેણે ત્રિવિધ ત્રિવિધેન અર્થાત્ મન-વચન-કાયા ત્રણેથી ત્રણ પ્રકારના યોગોનો ત્યાગ કર્યો 20 છે તે જીવ સાવઘયોગોથી વિરત થયો છે, અથવા પાઠાન્તર જાણવો કે સામાયિકના આરંભ સમયે સાવદ્યયોગથી વિરત થયેલો જીવ ત્રિવિધ-ત્રિવિધે ભવિષ્યના પાપોનો ત્યાગ કરે છે. ભવિષ્યના પાપો આવું કહેવા પાછળ ટીકાકારનો આશય એવો છે કે–“સાવદ્યયોગવિરત આ વિશેષણ દ્વારા જ સમજાઈ જવા છતાં ફરી ‘ત્રિવિધ–ત્રિવિધવડે પાપોનો ત્યાગ કરું છું.” એવું ગ્રહણ કરેલ વાક્ય એમ જણાવે છે કે જે સાવઘયોગમાં મારી પ્રવૃત્તિ હતી, તે સાવદ્યયોગથી 25 હું પાછો ફરું છું. તેથી “સાવદ્યયોગવિરત’ વિશેષણથી જણાય છે કે ભવિષ્યના જે પાપો છે તે હજુ ત્યાગવાના બાકી છે, તેથી તે ભવિષ્યના પાપોનો ત્યાગ જણાવવા માટે “ભવિષ્યના પાપો વિશેષણ મુક્યું છે.) આ પ્રમાણે અનુગામનામનું ત્રીજું અનુયોગદ્વાર પૂર્ણ થયું. અથવા ‘સામયિકારી સૂત્ર' એ અર્થ લઈએ તો આ પ્રમાણે અર્થ કરવો કે- સામાયિક વિગેરે સૂત્રને વિશે એટલે કે સામાયિકાદિસૂત્રવિષયક આ અનુગમ સમાપ્ત થયો. (અહીં આદિશબ્દથી સૂત્રના જ “સä સવનું 30 ગોળ'.... વિગેરે અવયવો લેવાના છે, અર્થાત્ સંપૂર્ણ એવો સામાયિકસૂત્રવિષયક આ અનુગમ પૂર્ણ થયો.) ૧૦પરા અનુગમ કહ્યો. ४३. केवलज्ञानं समुत्पन्नं, ततस्तस्य देवा महिमानं कुर्वन्ति । एष एव द्रव्यव्युत्सर्गभावव्युत्सर्गयोरुदाहरणं।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy