SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નય અને અનુગામનો સહચરભાવ (નિ. ૧૨૮) ૨૫૫ अनुयोगद्वारमिति, शिष्याचार्यपरीक्षाऽभिधानं तु व्याख्यानविधिरिति, अनुयोगस्तु सूत्रस्पर्शकनियुक्तिः सूत्रानुगमश्चेति समुच्चयार्थः । आह-चतुर्थमनुयोगद्वारं नयविधिमभिधाय पुनस्तृतीयानुगमद्वाराख्यानुयोगाभिधानं किमर्थम् ? उच्यते, नयानुगमयोः सहचरभावप्रदर्शनार्थं, तथाहि-नयानुगमौ प्रतिसूत्रं युगपद् अनुधावतः, नयमतशून्यस्य अनुगमस्याभावात्, अनुयोगद्वारचतुष्टयोपन्यासे तु नयानामन्तेऽभिधानं युगपद्वक्तुं अशक्यत्वात् । आह-चतुरनुयोगद्वारातिरिक्तव्याख्यानविधेरुपन्यासो 5 अनर्थकः, न, अनुगमाङ्गत्वात्, व्याख्याऽङ्गत्वाच्चानुगमाङ्गता इत्यलं विस्तरेणेति गाथार्थः ॥१२८॥ ___ तत्र जिनप्रवचनोत्पत्तिनियुक्तिसमुत्थानप्रसङ्गतोऽभिहिता, अर्हद्वचनत्वात् प्रवचनस्य, इदानीं प्रवचनैकार्थिकानि तद्विभागं च प्रदर्शयन्नाहપ્રરૂપણા એ ધારવિધિ છે, જે ઉપોદ્ધાંત કહેવાય છે. નવિધિ એટલે ચોથું અનુયોગદ્વાર (અર્થાત્ ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારોમાંનું ચોથું અનુયોગદ્વાર તે નથવિધિ), શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું 10. કથન તે વ્યાખ્યાનવિધિ અને અનુયોગ (અનુગમ) એટલે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અને સૂત્રાનુગમ. શંકા ઉપરોક્ત દ્વારગાથામાં પહેલા ચોથું અનુયોગદ્વાર (ન) બતાવી પછી ત્રીજું અનુગમરૂપ અનુયોગદ્વાર શા માટે બતાવ્યું ? આશય એ છે કે ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ-નય આ પ્રમાણે ચાર અનુયોગદ્વારમાં પ્રથમ અનુગમ અને પછી નય છે, જયારે તમે પહેલા નય અને પછી અનુગમ શા માટે બતાવ્યો ?' સમાધાન : નય અને અનુગમ બંને સાથે જ રહેનારા છે. એ દેખાડવા આ પ્રમાણે ઉપન્યાસ કરેલ છે. નય અને અનુગમ બંને દરેક સૂત્રમાં એકસાથે જ ચાલે છે, કારણ કે નય વિનાનો અનુગમ સંભવી શકતો નથી. | (શંકા : જો નય અને અનુગમ સાથે જ રહેનાર હોય તો અનુયોગદ્વાર ચતુષ્ટયમાં અનુગમ ત્રીજા ક્રમે અને નવા ચોથા ક્રમે એવું કેમ ?) સમાધાન : નય અને અનુયોગ બંને એકસાથે કહેવા શક્ય નથી માટે નયનું ચોથું સ્થાન રાખવામાં આવ્યું છે. (આશય એ છે કે નય અને અનુગમ જો કે સાથે જ ચાલે છે તેથી બંને એક સાથે જ કહેવા જોઈએ, અને તેથી બંનેનો ક્રમ ત્રીજો જ હોવો જોઈએ. પરંતુ બંને એક સાથે કહેવા શક્ય ન હોવાથી બંનેને આગળ પાછળ કર્યા છે. અને તેમાં પણ પૂર્વે કહ્યું જ છે કે અનુગદ્વાર દ્વારા પદાર્થનો બોધ થયા વિના નયથી વિચારણા થઈ શકતી ન હોવાથી ત્રીજા ક્રમે અનુગમ અને તેના પછી 25 નયનો ક્રમ છે.) શંકા : ચાર અનુયોગદ્વારથી જુદો વ્યાખ્યાનવિધિનો ઉપવાસ શા માટે કરેલ છે ? સમાધાન : વ્યાખ્યાનવિધિ પણ અનુગામનું જ એક અંગ છે, કારણ કે તે વ્યાખ્યાનવિધિ એ વ્યાખ્યાનું કારણ છે માટે તેનો ઉપન્યાસ નિરર્થક બનતો નથી. વધુ વિસ્તારથી સર્યું. ૧૨૮ અવતરણિકા : નિર્યુક્તિના ઉત્થાનપ્રસંગથી (અર્થાતુ ગા.નં. ૯૨થી) જિનપ્રવચનની ઉત્પત્તિ 30 કહી દેવામાં આવી છે, કારણ કે પ્રવચન એ અરિહંતોનું વચન છે. (એટલે કે નિયુક્તિની ઉત્પત્તિ તે જ જિનવચનની ઉત્પત્તિ છે.) હવે પ્રવચનના એકર્થિક નામો અને તેના વિભાગ બતાવે છે ? - 20
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy