SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભર્તૃહરિકૃત જગત્ મિથ્યા છે, પરંતુ શ્રાંતિના અધિકરણુરૂપ ઇશ્વર સત્ય છે. કારણ કે જગતમાં કેાઈ પણ ઠેકાણે અધિકરણુ વિના ભ્રાંતિ થવાના સંભવ નથી. ૨૨ - શિવરિનીવૃત્ત : वियत्पृथ्वीवायुज्वलनजलजं चाखिलमिदं महामायासङ्गाद्भुजग इव रज्ज्वां भ्रमकरम् । तदत्यन्ताह्लादं ह्यजरममरं चिन्तय मनः परब्रह्माव्यग्रं हरिहरसुराद्यैरवगतम् ॥ २३ ॥ પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ પંચમહાતાત્મક આજે સંપૂર્ણ જગત્ ઉત્પન્ન થયું છે, તે મહામાયાના સંગથી ઉત્પન્ન થયું છે; અને રજ્જુમાં જેમ સર્પના ભાસ થાય છે, તેમ તે ભ્રામક છે. માટે હું મન ! અત્યંત આનંăજનક, જરારહિત તથા મૃત્યુરહિત, હરિ, હેર અને દેવાએ જાણેલા એવા પરબ્રહ્મનું તું શાંતિથી સ્મરણુ કર. ૨૩ :: વસન્તતિાવૃત્ત : चिद्रत्नमत्र पतितं वपुरंधकूपे पुंसो भ्रमादनुपमं महनीयतेजः । सद्यः समुद्धरति तद्भविता कृतार्थो मन्ये स एव समुपासितविश्वनाथः ॥ २४ ॥ પુરુષની અજ્ઞાનતાને લીધે શરીરરૂપી અંધારા કૂવામાં અનુપમ અને મહાન્ તેજસ્વી એવું ચૈતન્ય (આત્મા) પી રત્ન પડી ગયું છે. તે રત્નના જે પુરુષ શરીરૂપી કૂવામાંથી તુરત ઉદ્ધાર કરે છે, તેને કૃતાર્થ જાણવા અને તેણે જ વિશ્વનાથની (પરમાત્માની) ઉપાસના કરી છે, એમ હું માનું છું. ૨૪
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy