SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત અવ–આ સંસારમાં જન્મથી આરંભી મરણપયત અને -તે પછી પણ સુખનો લેશ નથી. शिखरिणीवृत्त क्षणं बालो भूत्वा क्षणमपि युवा कामरसिकः क्षणं वित्तीनः क्षणमपि च संपूर्णविभवः। जराजीणैरङ्गैर्नट इव वलोमण्डिततनुनरः संसारान्ते विशति यमधानीजवनिकाम् ॥५०॥ પુરુષ ક્ષણવાર બાળક થઈને આવે છે, પછી ક્ષણવાર વિષયમાં રસિક જુવાન થાય છે, ક્ષણવાર ધનરહિત થાય છે ને ક્ષણવાર પુષ્કળ ધનવાળો થાય છે, ક્ષણવાર ઘડપણથી શિથિલ થયેલા અવયવાળે થાય છે અને ક્ષણવાર કરચલીથી શુભતાં શરીરવાળે થાય છે. એવી રીતે મનુષ્ય સંસારમાં નટની પેઠે અનેક ઋપિ ધારણ કરીને જીવનના અંતમાં યમની નગરીરૂપી પડદામાં પેસે છે. ૫૦ તાત્પર્ય-જેમ નટ નાના પ્રકારના વેશને ધારણ કરીને અંતે પડદામાં પેસે છે, તેમ મનુષ્ય પણ બાળપણ વગેરે વેશ લઈને અંતે યમપુરીમાં પેસે છે. * *वंशस्थवृत्त प्रशन्तशास्त्रार्थविचारचापलं निवृत्तनानारसकाव्यकौतुकम् । निरस्तनिशेषविकल्पविप्लवं प्रपत्तुमन्विच्छति शूलिनं मनः ।। જેની શાસ્ત્રાર્થના વિચારની ચપળતા શાંત થયેલી છે, -જેનું નાના રસવાળાં કાવ્ય સંબંધી કૌતુક શાંત થયેલું છે અને -જેના વિકને સઘળે ઉપદ્રવ નાશ પામ્યા છે એવું મારું મન શૂલધારી શિવને શરણે જવાની ઈચ્છા કરે છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy