SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક ૧૭ ઉપાર્જિત કરેલાં અલ્પ ધનના ગવરૂપી પવનના ચેાગે નાચતી ભ્રકુટીવાળાં મુખાને જીવે છે. ૨૫ તાત્પર્ય-રહેવાને શુઢ્ઢા, ખાવાને કંદ અને રસવાળાં ફળ, પીવાને માટે નદીનાળાનું જળ અને વસ્ત્રને માટે ઝાડની છાલ છતાં, મનુષ્યા શા માટે દુ:ખે પ્રાપ્ત કરેલા ધનના ગર્વથી ખેચાઇ જતા ખળ-ધની–પુરુષાની સેવા કરતા હશે? ખળ પુરુષની સેવા કર્યાં કરતાં આ રીતને વનવાસ સારે છે. અવવનમાં વસવું એ જ શ્રેષ્ઠ છે, એમ માનતા પુરુષની પેાતાની સ્ત્રપ્રતિ ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त पुण्यैर्मूलफलैः प्रिये ! प्रणयिनि वृत्तिं कुरुष्वाधुना भूशय्या नववल्कलैरकरुणैरुत्तिष्ठ यामो वनम् । क्षुद्राणामविवेकमूढमनसां यत्रेश्वराणां सदा चित्तव्याध्यविवेकविह्वलगिरां नामापि न श्रूयते ॥ २६ ॥ હું પ્રણયવાળી પ્રિયે ! પવિત્ર મૂળાથી અને ફળોથી હવે આજીવિકા કરે, સ્વાભાવિક પ્રખર એવાં નવાં વલ્કલા પહેરી ભૂમિ ઉપર શય્યા કરેા, ચાલેા ઊઠે! આપણે વનમાં જઈએ. કારણ કે જ્યાં ક્ષુદ્ર બુદ્ધિના, અવિવેકથી મૂઢ મનના અને મનની વ્યાધિથી તથા અવિવેકથી વિહ્નલ વાણીવાળા ધનવતાનું નામ પણુ કદી સાંભળવામાં આવતું નથી. ૨૬ તાત્પર્ય–ક્ષુદ્ર, અવિવેકી અને જૂહું મેલનારાધનાઢયાને જ્યાં વાસ નથી એવા વનમાં જવાને તત્પર થવું અને વનફળ, ભૂમિ ઉપર શયન અને શ્રમ વગર પ્રાપ્ત થતા સુખનાં અંગીકાર કરવા સારા, પશુ ધનના મમાં વિવેકી ને આંધળામાં વસવું બહુ ભૂંડું.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy