SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ . અધ્યાત્મમત પરીક્ષા... • . . . . . . .ગાથા -૭૬ અહીં પ્રશ્ન થાય કે કેવલીને વેદનીયકર્મનો ઉદય પણ છે તેથી તેનું કાર્ય ગૌણ કે મુખ્ય દુઃખ પેદા થશે જ તેથી ક્ષાયિક સુખ કેવલીને નહિ સંભવે. તેથી કહે છે કે, શાસ્ત્રમાં કેવલીને વેદનીયકર્મના ઉદયનું કથન છે તે પ્રદેશોદય અર્થમાં છે, અને પ્રદેશોદયથી આવતું કર્મ દુઃખને પેદા કરતું નથી, તેથી કેવલીને ગૌણ કે મુખ્ય દુઃખનો વિરહ છે, અને તેને કારણે કેવલીમાં નિત્ય આનંદની નિઃસ્પન્દના અર્થાત નિત્ય આનંદનો પ્રવાહ નિરાબાધ છે. તાત્પર્ય એ છે કે દુઃખજનક વેદનીયકર્મનો વિપાકોદય ન હોવાને કારણે કેવલીને સદા આનંદ રહે છે અને તે આનંદ પણ માત્રાથી વધઘટ થતો નથી, પરંતુ અખંડ પૂર્ણભૂમિકાવાળો વર્તે છે. આ પ્રકારે પૂર્વપક્ષીનું કહેવું છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ક્ષાયિકભાવ એ કર્મના ક્ષયથી થાય છે અને ક્ષાયિક સુખનું પ્રતિબંધક વેદનીય કર્મ છે, તેથી વેદનીયકર્મનો પ્રદેશોદય સ્વીકારવામાં આવે તો પણ ક્ષાયિક સુખ કેવલીમાં માની શકાય નહિ; કેમ કે ક્ષાયિકભાવ સંપૂર્ણ કર્મના ક્ષયથી જ થાય છે. આમ છતાં “તુત ટુર્ના" એ ન્યાયથી વેદનીયકર્મના પ્રદેશોદયમાં પણ ક્ષાયિક સુખ માની લેવામાં આવે તો, જ્યારે માણસ ગાઢ ઊંઘમાં છે ત્યારે ઇંદ્રિય સંબંધી સુખદુઃખનો અનુભવ નથી, તેથી ક્ષાયિક સુખનો પ્રતિપંથી જે ગૌણ દુઃખ કે મુખ્ય દુઃખ છે તે સુષુપ્તિમાં નથી, તેથી ત્યાં ક્ષાયિક સુખ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે દિગંબરને પણ અભિમત નથી. - અહીં વિશેષ એ છે કે યદ્યપિ સુષુપ્તિ અવસ્થામાં વેદનીયકર્મનો પ્રદેશોદય નથી પરંતુ વિપાકોદય જ છે, જયારે પૂર્વપક્ષીએ કેવલીને વેદનીયકર્મનો પ્રદેશોદય હોવાને કારણે તજ્જન્ય સુખદુઃખ કેવલીને નથી તેથી કેવલીમાં ક્ષાયિક સુખ માનેલ છે; તો પણ કેવલીને ક્ષાયિક સુખ હોવાનું કારણ તેના પ્રતિપંથી એવા સુખદુઃખનું સંવેદન કેવલીને નથી એમ તેઓ માને છે. અને લોકને વિદિત છે કે જે જે ઇંદ્રિયોનો વિષયની સાથે સંપર્ક થાય છે, તે તે વિષયોના અનુગ્રહ અને ઉપઘાતને કારણે સુખદુઃખાદિ થાય છે; તે રીતે સુષુપ્તિમાં વિષયના સંપર્કજન્ય કોઇ સુખદુઃખાદિ નથી, તેથી નિદ્રામાં પણ જે સુખની સંવિત્તિ છે તે ઇંદ્રિયના સુખદુઃખાદિના અભાવને કારણે જ છે, તેથી તે સંવિત્તિને ક્ષાયિક જમાનવી પડે; જેમ કેવલીને ઐન્દ્રિયક સુખદુઃખાદિના અભાવને કારણે ક્ષાયિક સુખ પૂર્વપક્ષી માને છે. જ્યારે સિદ્ધાંતકારને તો વેદનીયકર્મના ક્ષયથી ક્ષાયિક સુખ અભિમત છે, તેથી સુષુપ્તિમાં ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવતી નથી અને કેવલીને પણ વેદનીયકર્મનો ક્ષય નહિ હોવાથી ક્ષાયિક સુખ નથી. ઉત્થાન - સિદ્ધાંતકારે પૂર્વપક્ષીને સુષુપ્તિમાં ક્ષાયિક સુખનો પ્રસંગ આપ્યો, તેનાથી કેવલીને ક્ષાયિક સુખ નથી તે સિદ્ધ થયું. તેનું નિરાકરણ પૂર્વપક્ષી કરે છે ટીકા :- “સમાનધરVIdજ્ઞાતીયWITબાવાડમનશાસ્ત્રીનદિયસ્થ તરપ્લેતુત્વાન્ન હોપ' કૃતિ રે? न, तथापि लाघवात् 'तद्धेतोरेवास्तु किं तेन?' इति न्यायाच्च चरमदुःखध्वंसजनकस्य वेदनीयकर्मक्षयस्यैव क्षायिकसुखहेतुत्वात्। न चेदेवं मोहोदयाभावमात्रेणोपशान्तगुणस्थानवर्तिनामपि क्षायिकचारित्रप्रसङ्गः। ટીકાર્ય -“સ્વમાનધિક્ષરા'-સ્વસમાનાધિકરણતજ્જાતીયપ્રાગભાવઅસમાનકાલીન તદ્વિલયનું સુખદુઃખાદિ વિલયનું, તદ્ધતુપણું =ક્ષાયિક સુખનું હેતુપણું, હોવાથી સુષુપ્તિમાં ક્ષાયિક સુખના પ્રસંગની પ્રાપ્તિરૂપ દોષ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર તેને કહે છે કે એમ ન કહેવું.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy