SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે આ મૂળમંત્રની સ્મૃતિ થઈ અને એ પ્રમાણે જીવવાનો પ્રારંભ કર્યો ત્યારે પુનઃ પ્રગતિ તરફ વળ્યા. આ પ્રકારની ઉન્નતિઅવનતિની પ્રક્રિયાના દોરમાં વિક્રમની દસમી શતાબ્દીના આવિર્ભાવની આસપાસ પ્રગતિના આ મૂળમંત્રને ભારતીયો પોતાની કથની-કરણીમાં સદંતર ભૂલી ગયા. દેશવ્યાપી જનમાનસમાં વ્યાપ્ત વર્ણવિદ્વેષ, ઉચ્ચ વર્ણ, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળના દંભ, ધાર્મિક અસહિષ્ણુતા, હઠાગ્રહો, મિથ્યા મતાગ્રહો અને જન-જનના મનમાં પોતપોતાની શ્રેષ્ઠતાના અહંકારે ઉઘાડેછોગ જાણે તાંડવ નૃત્ય કર્યું. જેનું સર્વનાશી દુષ્પરિણામ એ આવ્યું કે ભારતના કોઈ પણ પ્રદેશ, નગર અથવા ગામનું વાતાવરણ પારસ્પરિક કલહ-ક્લેશથી અછૂતું રહ્યું નહિ અને સામૂહિક સદ્ભાવ, સામૂહિક પ્રયાસના દર્શન ભારતમાં દુર્લભ થઈ ગયા. આ રીતની કલહપૂર્ણ- વિષજન્ય સાર્વજનિક સ્થિતિના પરિણામે મહાન આર્યન ધરતીના અભ્યદય-ઉત્થાનનું દ્વાર એક રીતે અવરોધાયું અને અધપતનના દરવાજા ખૂલી ગયા. આ મહામંત્રના વિસ્મરણના પરિણામ સ્વરૂપે આતતાયીઓ દ્વારા ભારતીયોનો અનેક વખત ભીષણ સંહાર થયો. ભારતની અતુલઅપરિમેય ધન-સંપત્તિને લૂંટવામાં આવી. ભારતીયોને બળપૂર્વક ધર્મપરિવર્તન માટે ફરજ પાડવામાં આવી. સાથોસાથ આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક આદિ દરેક દૃષ્ટિએ ભારતવાસીઓને ક્યારેય પૂરી ન શકાય એવી ક્ષતિ પહોંચાડવામાં આવી. વિક્રમની આઠમી સદીના પ્રારંભથી લઈ અનેક શતાબ્દીઓ સુધી ચાલતા રહેલાં વિદેશી આતતાયીઓનાં આક્રમણોથી ભારતના શાસકવર્ગની, કુબેરભંડારી એવા વેપારીવર્ગની, અને સામાન્ય ભારતીય નાગરિકોની પ્રત્યેક વર્ગની ધન અને મનોબળની જે અસાધારણ ક્ષતિ થઈ એની સ્મૃતિ માત્રથી પ્રત્યેક ભારતીયનું હૃદય કમકમી ઊઠે છે. ભારત પર ૧૭ આક્રમણ દરમિયાન કરેલી લૂંટથી પોતાના દેશને માલામાલ અને ગજનીની હકૂમતને એક શકિતશાળી હકૂમતમાં પરિવર્તિત કર્યા પછી વિ. સં. ૧૦૮૭(વી. નિ. સં. ૧૫૫૭)માં [ ૫૮ 3632633623696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy