SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે ગજની લઈ ગયો અને સોમનાથની મૂર્તિના ટુકડાની ગજનીની જામા મસ્જિદના દરવાજાની એક સીડી બનાવી. સોમનાથ પર મહમૂદ ગજનવી દ્વારા થયેલા આ ભીષણતમ જનસંહારકારી આક્રમણમાં બધા મળીને ૫૦ હજારથી પણ વધારે ભારતવાસીઓએ પોતાના પ્રાણની આહુતિ આપવી પડી અને ૨૦ લાખ દિનાર કરતાં પણ અધિક મૂલ્યનો માલ મહમૂદ ગજનીને મળ્યો જે પોતાની સાથે લઈ ગયો. સાધારણ વ્યક્તિ પણ એમ વિચારે છે કે - “જે ભારત આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજનૈતિક અને વિશ્વકલ્યાણકારિણી રીતનીતિઓ અને ગતિવિધિઓમાં સહસ્ત્રાબ્ધીઓ સુધી વિશ્વના નાયકપદે રહેલો દેશ, વિક્રમની દસમી-અગિયારમી શતાબ્દીનો પ્રાદુર્ભાવ થતાં જ આ પ્રકારની વિપરીત અને દયનીય દશામાં શા કારણે આવી પડ્યો?' - ભારતીય ઇતિહાસના અતીતમાં ઘટિત આત્યંતિક ઐતિહાસિક મહત્ત્વની ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં તટસ્થ દષ્ટિએ ગહન ચિંતન બાદ ભારત અને ભારતીયોને આ પ્રકારની અસમંજસપૂર્ણ દયનીય દુર્દશામાં પહોંચાડનાર નિમ્નલિખિત એકમાત્ર કારણ નિષ્કર્ષ રૂપે અમારી નજર સમક્ષ આવે છે. અલબેરૂની, આર. સી. મજૂમદાર આદિ અનેકાનેક લબ્ધપ્રતિષ્ઠિત ઇતિહાસવિદો દ્વારા પ્રસ્તુત થયેલી વિગતોને અંતે સારરૂપ કારણ સમજીએ તો - સહનાવવતું, સહ નૌ ભુનક્ત, સહનો વીર્ય કરવાવહૈ, તેજસ્વિ નાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ.” ' અર્થાતુ આપણે સાથે મળીને ઉઠીએ, બેસીએ, સમાનરૂપે ભોગપભોગ કરીએ, સાથે મળી નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરીએ, આપણું સર્વાગીણ અધ્યયન તેજસ્વિતાપૂર્ણ અર્થાત્ ઉત્કૃષ્ટ કરવાનું હોય અને આપણે પરસ્પર એકબીજાથી કદી દ્વેષ ન કરીએ. નરશાર્દૂલ સમાન સન્માનપૂર્ણ જીવન જીવવાની આવશ્યક મંત્ર તરીકે ઉપરની વાતનું આપણને ભારતીયોને જાણે વિસ્મરણ થયું. પ્રગતિપથ પર અગ્રેસર કરનારા મૂળમંત્રને ભૂલી જવાના કારણે ભારતીયોએ વખતોવખત અનેક ઝટકા સહન કર્યા અને અધ:પતન તરફ ઉન્મુખ થયા. જ્યારે જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) 36369696969696969696963 પ૦ ]
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy