SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક તથ્યોના તલસ્પર્શી અન્વેષણથી કનિષ્કનો ગંધારના સિંહાસન પર આસન્ન થવાનો સમય વી. નિ. સં. ૬૦૫ (ઈ.સ. ૭૮) તેમજ અવસાનનો સમય વી. નિ. સં. ૬૩૩ (ઈ.સ.૧૦૬)નક્કી થાય છે. તે પ્રમાણે ભારશિવ નાગોના શરૂઆતના અભ્યદયનો સમય વી. નિ. સં. ૬૩૩ પછીનો કલ્પી શકાય છે. ભારશિવ નાગવંશી મૂળભૂત પદ્માવતી, કાંતિપુરી અને વિદિશાના રહેવાસી હતા. બ્રહ્માંડ પુરાણ” અને “વાયુ પુરાણ'માં નાગોને વૃક્ષ (શિવનો નંદી) નામથી સંબોધીને એમના વિશાળ સામ્રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભદ્ર (પૂર્વીય પંજાબ), રાજપુતાના, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, માળવા, બુંદેલખંડ તેમજ બિહાર આદિ પ્રદેશ ભળેલા હતા. શુંગકાળમાં શેષ, ભોગિન, રામચંદ્ર, ધર્મવર્મન અને બંગર આ પાંચ નાગવંશી રાજાઓનું વિદિશામાં રાજ્ય હોવાનું પ્રમાણ મળે છે. એ સિવાય શૃંગોત્તરકાળમાં ભૂતનંદી, શિશુનંદી, યશનંદી, પુરુષદાત, ઉસભદાત, કામદાત, ભવદાત તથા શિવનંદી નામક ૮ નાગરાજાઓનું વિદિશામાં રાજ્ય હોવાનું કેટલાક શિલાલેખો તેમજ મુદ્રાઓથી પ્રમાણિત થાય છે. કનિષ્ક દ્વારા કુષાણ રાજ્યના વિસ્તારનો સમય ઈ.સ.ની પ્રથમ સદીના અંતિમ ચરણમાં (તબ્બકામાં) નાગોએ પોતાના મૂળ નિવાસસ્થાન વિદિશા, પદ્માવતી તેમજ કાંતિપુરીને છોડીને મધ્યભારત તરફ સામૂહિક નિષ્ક્રમણ કરવું પડ્યું. એ લોકો વિજ્યના પાર્થવર્તી પ્રદેશોમાં શરણાર્થી તરીકે રહેવા લાગ્યા. વિદિશા, પદ્માવતી તેમજ કાંતિપુરી ઉપર કુષાણોએ પોતાનું સ્વામિત્વ જમાવ્યું. નાગલોકોએ કુષાણોની વધતી જતી પ્રબળ શક્તિને લીધે ત્યાંથી જવું પડ્યું તેમજ યોગ્ય તક મળતાં જ પોતાના પરંપરાગત રાજ્ય ઉપર ફરીથી અધિકારો મેળવી લેવાની અભિલાષા એમના અંતરમાં બળવાન બનાવી રહી. આથી એ લોકો મોકાની રાહ જોતાં શક્તિ ભેગી કરતા રહા. નિર્વાસનકાળમાં નાગપુર, પુરિકા, રીવાં આદિના શાસકોની સાથે એમણે ઘનિષ્ઠ સંપર્ક જાળવી રાખ્યો. કનિષ્કના દેહાવસાન પછી નાગોએ પોતાના મૂળ-રહેઠાણ વિદિશાને કુષાણોની ગુલામીમાંથી મુક્ત કરાવવાનો દઢ સંકલ્પ કર્યો. પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે તેઓ સૈનિક-અભિયાનના હેતુથી બધી જ જરૂરિયાત પ્રમાણેની સામગ્રી એકઠી કરવામાં ઘણી તત્પરતાથી જોડાઈ ગયા. [ ૩૦૮ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy