SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મળે છે. કેટલાક સાતવાહનવંશી રાજાઓના જૈનધર્માવલંબી હોવાના સંબંધમાં અનેક ઉલ્લેખ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે. મહારાજા કનિષ્કના વખતમાં કુષાણવંશી વિદેશી રાજસત્તા બૌદ્ધધર્માવલંબીઓની સાથે એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હતી કે બંને એક - બીજાના ઉત્કર્ષને પોતાનો જ ઉત્કર્ષ સમજવા લાગ્યા હતા. આ ઘનિષ્ઠ સંબંધને લીધે કુષાણ-સામ્રાજ્યના ઉત્કર્ષમાં બૌદ્ધસંઘનો સર્વાગી સહયોગ અને બૌદ્ધસંઘમાં કનિષ્કનું વર્ચસ્વ વધતું જ ગયું. બૌદ્ધ અને કુષાણોની આ રીતની ઘનિષ્ઠતા જ્યાં એક તરફ બૌદ્ધ ધર્મના તાત્કાલિક ઉત્કર્ષમાં ઘણી જ મદદગાર રહી, ત્યાં બીજી તરફ તે બૌદ્ધ ધર્મ જ માટે મહાન અભિશાપ પણ સાબિત થઈ. વિદેશી દાસત્વથી મુક્તિ મેળવવા માંગતી સમગ્ર ભારતીય પ્રજાના હૃદયમાં કુષાણો પ્રત્યે જે ધૃણા (ધિક્કાર) હતી, તે કુષાણોના રાજ્યને દઢતાપૂર્વક બનાવી રાખવામાં મદદગાર થયેલ બૌદ્ધ સંઘો, બૌદ્ધભિક્ષુઓ તેમજ બૌદ્ધ - ધર્માવલંબીઓ પ્રત્યે પણ ઉત્તરોત્તર વધવા લાગી. ભારતની સ્વતંત્રાવાંછુ પ્રજા બૌદ્ધસંઘને રાષ્ટ્રીયતાના ધરાતલથી શ્રુત, આધ્યાત્મિક સ્વતંત્રતાથી વિહીન અને આતંગના પ્રાણપ્રિયપોષ્ય-પુત્ર સમજવા લાગી. ભારતીય જનમાનસમાં પેદા થયેલી આ પ્રમાણેની ભાવના આખરે ભારતમાં બૌદ્ધ ધર્મના સર્વનાશનું કારણ બની. (નાગ ભારશિવ રાજવંશનો અભ્યદય) બૌદ્ધોના સર્વાગી સહયોગના જોરે વધી રહેલી વિદેશી દાસતાના એ ઉત્પીડને ભારશિવ નામક નાગ-રાજવંશને જન્મ આપ્યો. લકુલીશ નામના એક પરિવ્રાજકે વિદેશી દાસત્વના બંધનને ફગાવવા માટે થનગની રહેલા જનમાનસમાં શિવના સંહારક રૂપની ઉપાસનાના માધ્યમથી પ્રાણ ફૂંકવાના અભિયાનનો પ્રારંભ કર્યો. ભારશિવ નાગોએ લકુલીશને શિવનો અંશાવતાર માની એના પ્રત્યેક આદેશોનું પાલન કર્યું. કનિષ્કના મૃત્યુ પામતા જ ભારશિવ નાગવંશ એક રાજવંશના રૂપે ઊગ્યો. આગળ જતાં આ ભારશિવોએ કુષાણ રાજ્યનો અંત આણી વિશાળ ભારતીય સામ્રાજ્યની સ્થાપના કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 23696969696969696969 ૩૦૦ |
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy