SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ એવું બતાવી ચૂક્યા છે કે આર્ય રક્ષિતે આર્ય દુબલિકા પુષ્યમિત્ર વડે પુનરાવર્તનના અભાવમાં પઠન કરેલું ભુલાઈ જવાની વાત સાંભળી કાળપ્રભાવથી ભાવિ શિષ્ય સંતતિની ઘટતી સ્મરણશકિત (યાદશક્તિ)ને લક્ષ્યમાં રાખીને જ અનુયોગોનું પૃથક્કરણ કર્યું. જૈન ઇતિહાસની નજરથી અત્યંત મહત્ત્વપૂર્ણ, અનુયોગોના પૃથક્કરણની ઘટનામાં પણ આર્ય દુર્બલિકા પુષ્યમિત્રને જ નિમિત્ત માનવામાં આવ્યા છે. - ત્રીસ વર્ષ સુધી સામાન્ય વ્રતપર્યાયમાં રહ્યા બાદ વી. નિ. સં. ૫૯૭માં તેઓ યુગપ્રધાનાચાર્ય બન્યા. આ રૂપે જિનશાસનની ૨૦ વર્ષ સુધી પ્રશંસાપાત્ર ઉલ્લેખનીય સેવા અને પ્રભાવના કર્યા પછી વી. નિ. સં. ૬૧૭માં એમણે ઈહલોકની લીલા સંકેલી પરલોક સિધાવ્યા. એમની પૂરી વય ૬૭ વર્ષ ૭ મહિના એ ૭ દિવસની માનવામાં આવી છે. દુષ્યમકાળ શ્રમણ સંઘ સ્ત્રોતની તાલિકામાં પક્ષાન્તરનો ઉલ્લેખ કરીને એમનો યુગપ્રધાનાચાર્યકાળ ૨૦ની જગ્યાએ ૧૩ વર્ષનો અને પૂર્ણ આયુષ્ય ૬૦ વર્ષ, ૭ મહિના તેમજ ૭ દિવસ બતાવવામાં આવ્યું છે. (શાલિવાહન શાક-સંવત્સર) પ્રતિષ્ઠાન રાજ્યના સ્વામી સાતવાહન - વંશીય ગૌતમીનો પુત્ર સાતકર્ણીએ બળવાન શકશાસક નક્શાનને મારીને (સંહાર કરીને) તેમજ ભારતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના શિક મહાક્ષત્રપોનું ઉમૂલન કરી શકારિ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરવાની સાથે-સાથે વી. નિ. સં. ૬૦૫(વિ. સં. ૧૩૫ તેમજ ઈ.સ. ૭૮)માં શાક - સંવત પ્રચલિત કર્યો. શાલિવાહન શાક-સંવત્સર આ પદમાં “શાક' શબ્દને જોઈને કેટલાક સામાન્ય માણસોને એવો ભ્રમ થવો સહજ જ છે કે - “શું આ સંવત્સર કોઈક વિદેશી શકરાજા દ્વારા ચલાવેલ સંવત્સર છે ?' ખરેખર તો અહીં “શાક' શબ્દ શક્તિનો દ્યોતક છે. શાલિવાહન-શાક સંવત્સરનો શાબ્દિક અર્થ છે - “શાલિવાહન વડે ચલાવવામાં આવેલ શક્તિ સંવત્સર' સાધારણ રીતે બધા પ્રામાણિક શબ્દકોશોમાં “શાક” શબ્દનો અર્થ શક્તિ, ઊર્જા તેમજ વર્ષ ખાસ કરીને શાલિવાહન સંવત્સર કરવામાં આવેલો છે. જેન કાળગણનામાં વી. નિ. સં.ના પછી સૌથી વધુ મહત્ત્વ શાલિવાહન - શાક સંવત્સરને આપવામાં આવ્યું છે. | જૈન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) ૬૩૬૩૬2€963363 3624 ૨૮૦ |
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy