SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ( યુગપ્રધાનાચાર્ય દુર્બલિકા યુષ્યમિત્ર વિ. નિ. સં. ૧૯૭માં આર્ય રક્ષિતના સ્વર્ગે સિધાવ્યા પછી આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર વીસમા યુગપ્રધાનાચાર્ય બન્યા. એમનો જન્મ વી. નિ. સં. પ૫૦માં એક સુસંપન્ન બૌદ્ધ પરિવારમાં થયો હતો. વિ. નિ. સં. પ૬૭માં એમણે ૧૭ વર્ષની વયે આર્ય રક્ષિત પાસે નિગ્રંથ શ્રમણદીક્ષા લીધી. દીક્ષિત થયા પછી વર્ષો સુધી વિનમ્રભાવે ગુરુસેવા કરતા રહીને એકધારા પઠન, મનન અને પુનરાવર્તનથી, એમણે એકાદશાંગી અને સાદ્ધનવપૂર્વોનું જ્ઞાન મેળવ્યું. જેમ અડદથી ભરેલા પાત્રને ઊંધું વાળતા પાત્રમાં એક પણ દાણો બાકી રહેતો નથી, એ જ રીતે મેં મારું સંપૂર્ણજ્ઞાન આર્ય દુર્બલિકા પુષ્યમિત્રને શીખવી દીધું છે.” આર્ય રક્ષિત વડે પોતાની જીવનની છેલ્લી ઘડીએ સંઘની સામે ઉચ્ચારેલા આ ઉદ્ગારોથી એમ સ્પષ્ટ થઈ જાય છે કે સાદ્ધનવ-પૂર્વધર આર્ય રક્ષિત પાસેથી દુબલિકા પુષ્યમિત્રએ સાડાનવપૂર્વોનું પૂર્ણજ્ઞાન મેળવી લીધું. ' ' આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર પ્રબળ આત્મબળના ધણી હોવા છતાં પણ શારીરિક દૃષ્ટિએ ઘણા દુબળા (દુર્બળ) રહેતા હતા. તેઓ અધ્યયન, ચિંતન, મનનમાં એટલા બધા તલ્લીન રહેતા હતા કે અહર્નિશ કરવામાં આવેલા એ પરિશ્રમને લીધે સ્નિગ્ધ અને ગરિષ્ઠથી ગરિષ્ઠતમ ભોજન વડે પણ એમના શરીરમાં આવશ્યક રસોનું નિર્માણ થતું ન હતું. આ જ શારીરિક દુર્બળતાને લીધે તેઓ સંઘમાં દુર્બલિકા પુષ્યમિત્રના નામથી વિખ્યાત થયા. ભારતીય ઇતિહાસ અને જૈન ઇતિહાસ - આ બંને દૃષ્ટિઓથી દુર્બલિકા પુષ્યમિત્રાનો આચાર્યકાળ મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. એમના આચાર્યકાળમાં ઐતિહાસિક મહત્ત્વની બે ઘટનાઓ ઘટેલી : ૧. એમના આચાર્યકાળ(વી. નિ. સં. ૬૦૫)માં શાક સંવત્સર શરૂ થયો, જેનું વિવેચન આગળ આપવામાં આવી રહ્યું છે. ૨. એમના આચાર્યકાળ(વી. નિ. સં. ૬૦૯)માં જૈનસંઘ શ્વેતાંબર અને દિગંબર આ બે ભાગોમાં વિભક્ત થઈ ગયો. | ૨૮૬ 969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy