SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 'યુગમયાનાકાર્ય આર્ય ધર્મ આર્ય રેવતીમિત્ર પછી વી. નિ. સં. ૪૫૦માં આર્ય ધર્મ પંદરમા યુગપ્રધાનાચાર્ય થયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત થયા. ૪૦ વર્ષ સુધી શ્રમણધર્મની સાધના કરી યુગપ્રધાનપદ પર વિરાજ્યા. ૪૪ વર્ષ સુધી યુગપ્રધાન પદને શોભાવતા એમણે વીરશાસનની પ્રભાવશાળી સેવા કરી. ૧૦૨ વર્ષ, ૫ મહિના, ૫ દિવસનું પૂર્ણ આયુષ્ય ભોગથી તેઓનું વી. નિ. સં. ૪૯૪માં દેહાંત થતા સ્વર્ગે સિધાવ્યા. (ગણાચાર્ય આર્ચ સિંહગિરિ) આર્ય સુહસ્તિીની પરંપરામાં આર્ય દિન્ન પછી આર્ય સિંહગિરિ ગણાચાર્ય થયા. એમના વિષયમાં માત્ર એટલી જ માહિતી મળે છે કે તેઓ વિશિષ્ટ પ્રતિભાવંત અને જાતિસ્મરણ-જ્ઞાનસંપન્ન પ્રભાવશાળી આચાર્ય હતા. “ખુશાલ પટ્ટાવલી' પ્રમાણે વી. નિ. સં. ૫૪૭-૫૪૮માં એમનું દેહાવસાન થયું. વિ. નિ. સં. ૪૯૬માં આર્ય વજનો જન્મ થયો, એનાં ઘણાં વર્ષો પહેલાં આર્ય સમિત સિંહગિરિની પાસે દીક્ષિત થઈ ચૂક્યા હતા. એનાથી ધારણા કરી શકાય છે કે આર્ય સિંહગિરિ વિ. નિ. સં. ૪૯૦માં આચાર્ય રહ્યા હોય. એમના બૃહદ્ બહોળા શિષ્યવૃંદમાંથી માત્ર આર્ય સમિત, આર્ય ધનગિરિ, આર્ય વજ અને આર્ય અહંદત આ ચાર પ્રમુખ શિષ્યોનાં જ નામ ઉપલબ્ધ થાય છે. એમનો પરિચય અહીં આપવામાં આવી રહ્યો છે. . (આર્ય સમિતિ) A આર્ય સમિતનો જન્મ વૈભવશાળી અવંતી પ્રદેશના તુંબવન નામના ગામમાં થયો હતો. ગૌતમ-ગોત્રીય વૈશ્ય શ્રેષ્ઠી ધનપાલ એમના પિતા હતા, જે ઘણા મોટા વેપારી હતા. એ સમયના મુખ્ય કરોડપતિઓમાં એમની ગણતરી કરવામાં આવતી હતી. આર્ય સમિતની જેમ ધનપાલને એક પુત્રી પણ હતી, જેનું નામ સુનંદા હતું. શ્રેષ્ઠી ધનપાલે પોતાના કાબેલ પુત્ર સમિતિની યોગ્ય સમયે શિક્ષાદીક્ષાની સમુચિત ગોઠવણ કરી. આર્ય સમિત નાનપણથી જ વૈરાગીની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 233333333339 ૨૪૧]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy