SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ એવું પ્રતીત થાય છે કે આર્ય મંગૂ જ્ઞાનદર્શનના પ્રબળ પ્રભાવક હતા. આગળ જતા આચાર્ય દેવવાચકે તો અહીં સુધી લખ્યું છે કે - શ્રુતસાગરના પારગામી અને ધીર આર્ય મંગૂને નમસ્કાર હો. દિગંબર પરંપરા દ્વારા માન્ય શાસ્ત્ર “કસાય-પાહુડ'ની ટીકા જયધવલા અનુસાર આર્ય મં! અને આર્ય નાગહસ્તીને કસાય પાહુડના ચૂર્ણિકાર આચાર્ય યતિવૃષભના વિદ્યાગુરુ માનવામાં આવ્યા છે. જયધવલાકારે લખ્યું છે કે - “આચાર્ય મં! અને આચાર્ય નાગહસ્તી દ્વારા આચાર્ય યતિવૃષભને દિવ્યધ્વનિ રૂપ કિરણ પ્રાપ્ત થઈ.” વાચક પરંપરાના આર્ય મંગૂ પછીના આર્ય ધર્મ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય વજ અને આર્ય રક્ષિત - આ ચાર યુગપ્રધાનાચાર્યને વાચનાચાર્ય પણ બતાવવામાં આવ્યા છે. આ ચાર યુગપ્રધાનાચાર્યોમાંથી આર્ય વજ સ્પષ્ટ રૂપે આર્ય સુહસ્તીની પરંપરાના આચાર્ય છે. બાકીના ત્રણ આચાર્ય આર્ય મહાગિરિની પરંપરાના આચાર્ય છે અથવા સુહસ્તીની પરંપરાના, આ સંબંધમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો. અનેક પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખો તથા યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલીથી એવું સાબિત થાય છે કે - “આ ચારેય આચાર્ય એમના સમયના મહાન પ્રભાવક અને આગમોના પરમ જ્ઞાતા હતા. એમની વિશિષ્ટ પ્રતિભાને લીધે જ એમને યુગપ્રધાનાચાર્યની સાથે-સાથે વાચનાચાર્ય પણ માનવામાં આવ્યા છે.” આ ચારેય આચાર્યોનો પરિચય વાચનાચાર્ય પરંપરામાં ન આપતા યુગપ્રધાનાચાર્ય પરંપરામાં આપવામાં આવી રહ્યો છે. [ ૨૪૦ 969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy