SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (પાંચમના સ્થાને ચોથના દિવસે સંવત્સરી) આર્ય કાલકે પાંચમની જગ્યાએ ચોથના રોજ પર્યુષણ પર્વની આરાધના પ્રચલિત કરી. “નિશીથચૂર્ણિ” પ્રમાણે એકવાર આર્ય કાલક ભડોંચ ગયા હતા અને ત્યાં વર્ષાવાસ કર્યો. એ સમયે ત્યાં બલમિત્રનું રાજ્ય હતું અને એમના અનુજ ભાનુમિત્ર યુવરાજ હતા. બલમિત્ર-ભાનુમિત્રની “ભાનુશ્રી' નામની એક બહેન હતી. એનો પુત્ર બલભાનુ સ્વભાવે ઘણો જ સરળ અને વિનમ્ર હતો. તે સાધુસાધ્વીઓ પ્રત્યે ભારે શ્રદ્ધાળુ હતો. સંજોગવશાત્ કાલકાચાર્યનો ઉપદેશ સાંભળીને તે પ્રતિબદ્ધ થઈ ગયો અને સંસારથી વિરક્ત થઈ એમની પાસે દીક્ષિત થઈ ગયો. આ ઘટનાથી બલમિત્ર અને ભાનુમિત્રે રિસાઈને કાલકાચાર્યને વર્ષાકાળમાં જ ભંડોચથી વિહાર કરી અન્ય સ્થાને જવા માટે વિવશ કરી દીધા. પ્રશાસન તરફથી ઉત્પન્ન થયેલ પ્રતિકૂળ સંજોગોમાં આચાર્ય કાલકે પોતાના શિષ્યસમૂહ સાથે ભંડોચથી પ્રતિષ્ઠાનપુર તરફ પ્રયાણ કર્યું અને પ્રતિષ્ઠાનપુરના શ્રમણસંઘને સંદેશો મોકલ્યો કે - “તેઓ પર્યુષણ પહેલાં જ પ્રતિષ્ઠાનપુરમાં આવી રહ્યા છે. આથી પર્વની આરાધના સંબંધી આવશ્યક કાર્યક્રમ એમને ત્યાં પહોંચ્યા પછી જ નક્કી કરવામાં આવશે.” પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહન જૈન ધર્મમાં આસ્થાવાન તેમજ શ્રદ્ધાળુ શ્રમણોપાસક હતો. તે ત્યાંના સંઘ, રાજન્યવર્ગ, મૃત્યગણ, પરિજન અને પ્રતિષ્ઠિત પુરવાસીઓની સાથે સ્વાગત માટે આચાર્યશ્રીની સામે ગયો અને સાદર આનંદ વ્યક્ત કરી કાલભાચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. નગરમાં આવ્યા પછી કાલકાચાર્યએ સંઘની સામે કહ્યું કે - “ભાદ્રપદ શુક્લ પંચમીએ સામૂહિકરૂપે પર્યુષણની પર્વારાધના કરવામાં આવે.” શ્રમણોપાસક સંઘે આચાર્યના આ નિર્દેશને સ્વીકાર્યો, પણ એ જ વખતે રાજા સાતવાહને કહ્યું : “ભગવન્! પંચમીના દિવસે લોક પરંપરા પ્રમાણે મારે ઇન્દ્ર મહોત્સવમાં જોડાવું પડશે. આ સંજોગમાં જો પાંચમના દિવસે પર્યાધાન કરવામાં આવ્યું તો હું સાધુવંદન, ધર્મશ્રવણ અને ૨૨૪ 969696969696969696969Sજન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy