SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્યમાં આવનારા સંકટથી ગર્દભિલ્લ ક્યાંક સાવધાન ન થઈ જાય, આ દૃષ્ટિથી દૂરદર્શી આચાર્ય કાલક ગાંડાની જેમ ઉજ્જૈનના . રાજમાર્ગો તેમજ ચાર રસ્તાઓ ઉપર ફાવેતેમ નકામો લવારો કરતાકરતા ભટકતા રહ્યા. જ્યારે એમણે જોયું કે ગઈભિલ્લને એમના ગાંડા થઈ જવાનો પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો છે, તો તેઓ ઉજ્જૈનમાંથી જતા રહ્યા. તે વખતે ભરોંચમાં રાજા બલમિત્ર અને ભાનુમિત્ર નામના ભાઈઓનું રાજ તપતું હતું. તેઓ સાધ્વી સરસ્વતી અને આર્ય કાલકના બહેનના પુત્રો હતા. પોતાની બહેનને છોડાવવા તેમજ ગર્દભિલ્લને રાજ્યપદથી પદભ્રષ્ટ કરવા માટે પોતાના ભાણેજ બલમિત્ર સિવાય શકોની પણ મદદ લીધી. ત્યાર બાદ શકો અને બલમિત્ર, ભાનુમિત્રની સેનાઓએ એકસાથે જ ઉજ્જૈન ઉપર આક્રમણ કરી ગઈભિલ્લને હરાવીને સાધ્વી સરસ્વતીને મુક્ત કરાવી. . જે શકરાજને ત્યાં આર્ય કાલક રોકાયા હતા, એને ઉજ્જૈનની રાજગાદી પર બેસાડવામાં આવ્યો. એનાથી શકવંશ વિખ્યાત થયો. આ રીતે વી. નિ. સં. ૪૬૬માં ઉજ્જૈન ઉપર થોડા સમય માટે શકોનું શાસન પ્રસ્થાપિત થયું. - આર્ય કાલકે સંઘ, સત્ય અને ન્યાયની રક્ષા માટે આરંભેલા આ પાપના સમૂળગા પ્રાયશ્ચિત્ત માટે શુદ્ધિ કરી અને એમની બહેન સરસ્વતીને પણ ફરીવાર દીક્ષિત કરી સંયમમાર્ગ સ્થાપિત કરી. તાપૂર્વક સંયમ સાધીને તેઓ ફરી જિનશાસનની સેવામાં નિરત થઈ ગયા. એમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માધ્યમે અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કર્યો. તો આ તરફ, શક રાજાઓને પારસ્પરિક વૈમનસ્યને લીધે ઉજ્જૈનમાં શકોનું રાજ્ય ધીમે-ધીમે સામર્થ્ય ગુમાવવા લાગ્યું. ૪ વર્ષ પણ થયા ન હતા કે વિક્રમાદિત્યએ એક શકિતશાળી સેના સાથે વિ. નિ. સં. ૪૭૦માં ઉજ્જૈનના શકરાજા પર ભીષણ આક્રમણ કરી આધિપત્ય જમાવ્યું. એ જ વર્ષે એટલે કે વી. નિ. સ. ૪૭૦માં ઉજ્જૈનના રાજસિંહાસન પર આરૂઢ થતાં જ વિક્રમાદિત્યએ પોતાના નામનો સંવત્સર કાર્યરત કર્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 393969696969696969૭ ૨૨૩ |
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy