SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વ પરંપરાના આચાર્ય સ્વયંપ્રભસૂરિની પાસે વિદ્યાધર રાજા મણિરત્ન ભિશમાળમાં વંદન કરવા આવ્યો અને એમનો ઉપદેશ સાંભળી પોતાના પુત્રને રાજ્ય સોંપી આચાર્યશ્રીની પાસે દીક્ષિત થઈ ગયો. એમની સાથે અન્ય ૫૦૦ વિદ્યાધર પણ દીક્ષિત થઈ ગયા. દીક્ષા લીધા પછી આચાર્ય સ્વયંપ્રભએ એમનું નામ રત્નપ્રભ રાખ્યું. વી. નિ. સં. ૫૨માં મુનિ રત્નપ્રભને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું, આચાર્ય રત્નપ્રભ અનેક ક્ષેત્રોનાં વિચરણ કરતા-કરતા એક સમયે ઉપકેશ નગરમાં પધાર્યા. એ સમયે આખા નગરમાં એક પણ જૈનધર્માવલંબી ગૃહસ્થ ન હોવાના કારણે એમને અનેક કષ્ટોનો સામનો કરવો પડ્યો: ભિક્ષા ન મળવાના કારણે એમણે અને એમના શિષ્યોને ઉપવાસ પર ઉપવાસ કરવા પડ્યા, છતાં પણ એમણે ૩૫ સાધુઓની સાથે ઉપકેશ નગરમાં ચતુર્માસ કરવાનો નિર્ણય લીધો અને બાકીના શેષ શિષ્યોએ કોરન્ટ આદિ અન્ય નગરો અને ગ્રામોમાં ચતુર્માસ કરવા માટે ઉપકેશ નગરથી વિહાર કરાવી દીધો. ઉપકેશ નગરમાં ચાતુર્માસ કર્યા પછી રત્નપ્રભસૂરિ આહાર-પાણીની અનુપલબ્ધિ આદિ અનેક ઘોર મુસીબતોને સમભાવથી સહન કરતાકરતા આત્મસાધનામાં તલ્લીન રહેવા લાગ્યા. આ પ્રકારે ચતુર્માસનો કેટલોક સમય ગાળ્યા પછી એક દિવસ ઉપકેશ નગરના રાજા ઉત્પલના જમાઈ ત્રૈલોક્યસિંહને એક ભયંકર વિષધરે (સાપે) ડંખ માર્યો. ઉપચારના રૂપમાં કરવામાં આવેલા બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યા અને કુમારને મૃત સમજી દાહ-સંસ્કાર માટે સ્મશાન તરફ લઈ ગયા. ત્યાં આચાર્ય રત્નપ્રભસૂરિ દ્વારા ચરણોદક સીંચવાથી કુમારનું ઝેર ઊતરી ગયું અને એણે નવજીવન પ્રાપ્ત કર્યું. શોકમાં ડૂબેલા રાજપરિવાર અને સમસ્ત ઉપકેશ નગર પુનઃ આનંદિત થઈ ઊઠ્યાં. આ અદ્ભુત ઘટનાથી પ્રભાવિત થઈ રાજા, મંત્રી, એમનાં પરિજનો અને પુરજનો આદિએ ઘણી મોટી સંખ્યામાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને એ બધા ઓસિયા નિવાસી હોવાના કારણે એ નવા જૈન બનેલા લોકોની ‘ઓસવાલ’ નામથી ખ્યાતિ થઈ, કહેવામાં આવે છે કે એમણે, ૧,૮૦,૦૦૦ અજૈનોને જૈન ધર્માવલંબી બનાવ્યા અને વી. નિ. સં. ૮૪માં સ્વર્ગગમન કર્યું. રત્નપ્રભસૂરિ પછી યક્ષદેવસૂરિ આદિના ક્રમથી ઉપકેશ ગચ્છની આચાર્ય પરંપરા અદ્યાવિધ અવિચ્છિન્ન (સાંગોપાંગ) રૂપથી ચાલી આવતી બતાવવામાં આવેલી છે. ૧૫૪ ૭૭ © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy