SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ શાસક | શાસકકાળ આચાર્ય અને આચાર્યકાળ વી. નિ. સં. વર્ષ ૧. નિંદ પ્રથમ | ૬૦-૭૦ ૧૧ આર્ય જમ્બ ૪ વર્ષ + પ્રભવ ૭ વર્ષ (નંદિવર્ધન) ૨. નંદ દ્વિતીય | ૭૧-૮૧ ૧૦ પ્રભવ ૪ વર્ષ + સäભવ ૬ વર્ષ ૩. નંદ તૃતીય | ૮૧-૯૪ ૧૩ સથંભવ ૧૩ વર્ષ ૪. નંદ ચતુર્થ| ૯૪-૧૧૯ ૨૫ સäભવ ૪ વર્ષ+ યશોભદ્ર ૨૧ વર્ષ પ. નંદ પંચમ ૧૧૯-૧૪૪ ૨૫ યશોભદ્ર ૨૫ વર્ષ ૬. નંદ ષષ્ઠ ૧૪૪-૧૫૦ ૬ યશોભદ્ર ૪વર્ષ+સંભૂતવિજય ૨ વર્ષ ૭. નંદ સપ્તમ્ ૧૫૦-૧૫૬ ૬ સંભૂતિવિજય ૬ વર્ષ |૮. નંદ અષ્ઠમ્ ૧પ૬-૧૬૦ ૪ ભદ્રબાહુ ૪ વર્ષ નંદ નવમ્ ૧૬૦-૨૧૫ ૫૫ ભદ્રબાહુ ૧૦ વર્ષ+સ્થૂલભદ્ર ૪૫ વર્ષ | |(ધનનંદ) | કુલ ૧૫૫ ઉપર વર્ણિત વિવરણથી એવું સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે કે શ્રુતકેવળી કાળના પ્રારંભ થવાના ૪ વર્ષ પૂર્વે પ્રથમ નંદ નંદિવર્ધન પાટલીપુત્રના રાજસિંહાસન પર આસન્ન થયો અને શ્રુતકેવળીકાળની સમાપ્તિ સમયે વી. નિ. સં. ૧૭૦માં અંતિમ નવમ્ નંદ ધનનંદના શાસનકાળમાં ૧૦ વર્ષ વીતી ચૂક્યાં હતાં, તથા શ્રુતકેવળીકાળની સમાપ્તિનાં ૪પ વર્ષ પછી ૧૫૫ વર્ષના નંદોના શાસનકાળની સમાપ્તિની સાથે પાટલિપુત્રના રાજસિંહાસન ઉપર મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત આસન્ન થયો. વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ સુધીના ૧૦૬ વર્ષના શ્રુતકેવળીકાળમાં એક પ્રકારે પ્રાય: નંદ રાજાઓનું જ પ્રભુત્વ રહ્યું. પ્રથમ નંદ નંદિવર્ધને અનેક રાજ્યોને જીતીને મગધ રાજ્યની સીમાઓ અને શકિતમાં અભિવૃદ્ધિ કરી. નંદિવર્ધનના રાજ્યકાળથી જ અવંતી, કૌશાંબી અને કલિંગના રાજા મગધના આજ્ઞાવર્તી શાસક બની ચૂક્યા હતા. (ઉપકેશગચ્છ) ઉપકેશગચ્છ પટ્ટાવલી અનુસાર વિ. નિ. સં. ૭૦માં આચાર્ય રત્નપ્રભસૂરિ દ્વારા ઉપકેશ નગર (ઓસિયા)માં ચાતુર્માસ કરવાનો અને ત્યાંના ક્ષત્રિયોને ઓસવાલ બનાવવાનો ઉલ્લેખ મળે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696963 ૧૫૩
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy