________________
પંચગ્રહ વતીયખંડ બંધ આશ્રયી વિચાર કરીએ ત્યારે ઔદારિકના સ્થાને વૈકિય અને આહારક લેવાં જોઈએ. કેમકે દેવગતિ પ્રાગ્ય ત્રીસ કે એકત્રીસને બંધ થાય ત્યારે આહારક અને તે સાથે વૈક્રિય નામને બંધ થાય છે, તે વખતે ઔદારિક નામ બંધાતું નથી. આ પ્રમાણે જેને જેને એગ્ય બંધસ્થાનકને વિચાર કરે છે તેને તેને ગ્ય જે જે પ્રકૃતિએ હેય તે તે દાખલ કરી અન્ય પ્રકૃતિઓને ખસેડવી જોઈએ. - હવે અહિં પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધસ્થાનને વિચાર કરતાં અપર્યાપ્ત એકેન્દ્રિય
ગ્ય બંધસ્થાનકમાં જે પ્રકૃતિ કહી છે, તેમાંથી અપર્યાપ્ત નામને ખસેડી તેના સ્થાને પર્યાતનામ ઉમેરવું, અને શેષ પ્રકૃતિએ તેની તે જ રાખવી, આ રીતે થયેલ ત્રેવીસને પરાઘાત અને ઉચ્છવાસ સહિત કરતાં પચીસ થાય. આ પચીસ પ્રવૃતિઓ પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરતા મિથ્યાદષ્ટિ મનુષ્ય, તિર્યંચ અને ઈશાન સુધીના દેને બંધ
ગ્ય જાણવી. એ પચીસ પ્રવૃતિઓ કઈ રીતે થાય તેજ કહે છે-પહેલાં ચક્રરચના માટે કહેલ ગાથા પર થી ૫૪માં સંભવ આશ્રય આતપ સાથે બત્રીસ પ્રકૃતિઓ પર્યાપ્ત એકેન્દ્રિય યેગ્ય કહી છે. તેમાં આતપ અને ઉદ્યોત તે પચીસના બંધમાં સંભવતું નથી, ઉવાસ અને પરાયા એ બે પ્રકૃતિને તે સૂત્રકારે પોતે જ અહિં ગ્રહણ કરી છે, અને સ્થિર -અસ્થિર, શુભ-અશુભ, યશઅપયશ, પ્રત્યક-સાધારણ, તથા સૂક્ષમ અને બાઇર એ પરસ્પર વિરુદ્ધ પ્રવૃતિઓ છે, એટલે એ દશમાંથી યથાગ્ય પાંચ પ્રકૃતિઓ જ એક સાથે બંધાતી હેવાથી તેઓને વારાફરતી ગ્રહણ કરવી જોઈએ. આ પ્રમાણે કરતાં પચીસ પ્રવૃતિઓ બંધ ગ્ય થાય છે. અને તે આ પ્રમાણે–તિર્યંચગતિ, તિય“ચાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ,
દારિક–જસ અને કાર્મણ એ ત્રણ શરીર, હુંડસંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, સ્થાવર, બાદર-સૂમમાંથી એક, પર્યાપ્ત, પ્રત્યેક-સાધારણમાંથી એક સ્થિર–અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, યશકીર્તિ-અપયશ કીર્તિમાંથી એક, દુર્ભાગ, અનાદેય અને નિર્માણ
આ પચીસ પ્રકૃતિઓમાં પરસ્પર વિરૂદ્ધ પ્રકૃતિને વારાફરતી ગ્રહણ કરતાં વીશ ભંગ થાય છે. તે આ પ્રમાણે-આદર પર્યાપ્ત પ્રત્યેક શુભ અને સ્થિર સાથે યશકીર્તિને બંધ કરતાં એક ભંગ, અપયશકીર્તિને બંધ કરતાં બીજો ભંગ, આ બે ભંગ શુભ નામના બંધ સાથેના થયા, એ પ્રમાણે શુભ નામને બદલે અશુભનામનું ગ્રહણ કરતાં તેની સાથે પણ બે ભંગ થાય. કુલ ચાર થયા. એ ચાર સ્થિરનામકર્મ સાથે થયા. એ પ્રમાણે સ્થિર નામને બદલે અસ્થિરનામનું ગ્રહણ કરતાં તેની સાથે પણ પૂર્વોક્ત રીતે ફેરવતાં ચાર ભંગ થાય. કુલ આઠ ભંગ થાય, અને તે બાદરપર્યાપ્ત સાથે થાય, તે આઠ ભંગનાં નામ આ પ્રમાણે છે-૧ સ્થિર શુભ યશ, સ્થિર શુભ અપયશ, સ્થિર અશુભ યશ, સિથર અશુભ અપયશ, અસ્થિર શુભ યશઃ અસ્થિર શુભ અપયશ, અસ્થિર અશુભ યશ અને