________________
સપ્તતિ ટીકાનુવાદ કરી છે. એ પચીસમાં પરસ્પર વિધિની પ્રકૃતિએ પણ લીધી છે. કારણ કે તેમાં સામાન્યતઃ-સૂમ-બાદરના વિભાગ સિવાય અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરતાં કેટલી બંધાય તે કહ્યું છે. જ્યારે અહિં વિભાગ પૂર્વક–સાધારણ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરતાં તેમજ પ્રત્યેક બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય ચોગ્ય બંધ કરતાં કેટલી બંધાય તે કહ્યું છે. એટલે તે પૂર્વે કહેલ પચીસમાંથી પરસ્પર વિરુદ્ધ પ્રવૃતિઓ બાદ કરીયે ત્યારે ત્રેવીસ પ્રકૃતિએ શેષ રહે છે, જે અહિં બતાવી છે. આ પ્રમાણે હોવાથી ત્રેવીસના બંધના ચાર પ્રકાર થાય છે. તે આબાદર અને સાધારણ સાથે ત્રેવીસ બાંધતાં પહેલે, બાદર અને પ્રત્યેક સાથે ત્રેવીસ બાંધતાં બીજે, સૂકમ અને સાધારણ સાથે ત્રેવીશ બાંધતાં ત્રીજો અને સૂક્ષ્મ તથા પ્રત્યેક સાથે ત્રેવીસ બાંધતાં ચે ભંગ થાય છે. પરસ્પર વિધિ પ્રકૃતિએ હેવાને લીધે એકજ બંધસ્થાનક ચાર પ્રકારે થાય છે. ૫૯
આ પ્રમાણે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ પ્રવૃતિઓ કહીં હવે પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય કહેવી જોઈએ. એટલે પૂર્વોક્ત બંધસ્થાનકોમાંથી કેઈક પ્રકૃતિ કાઢી તેના સ્થાને અન્ય ઉમેરવી જોઈએ. આ પ્રમાણે અન્ય બંધસ્થાનમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે હોવાથી સામાનંતઃ પ્રકૃતિને વ્યત્યાસ-ફેરફાર કરવામાં યુતિ કહે છે.
पगईणं वच्चासो होइ गइंइंदियाइ आसज्ज । सपराघाऊसासा पणवीस छवीस सायावा ॥ ६ ॥
प्रकृतीनां व्यत्यासो भवति गतीन्द्रियाद्याश्रित्य ।
सपराघातोच्छ्वासा पञ्चविंशतिः षइविंशतिः सातापा ॥ ६०॥ , અર્થ–ગતિ અને ઇન્દ્રિયાદિને આયીને પ્રકૃતિએને વ્યત્યાસ ફેરફાર થાય છે. પરાઘાત અને ઉચ્છવાસ સાથે પચીસ અને આતપ કે ઉદ્યોત સાથે લેતાં છવ્વીસ પ્રકૃતિએ થાય છે.
ટીકાનું –ગતિ, ઈન્દ્રિય અને આદિ શબ્દથી ક્રિયાદિ શરીરને આર્યોને પૂર્વે કહેલ બંધસ્થાનકની પ્રકૃતિમાં વ્યત્યાસ-ફેરફાર કરે. તાત્પર્ય એ કે-તિર્યંચગતિ અને બેઈન્દ્રિયાદિ ઇન્દ્રિયને આશ્રયીને પૂર્વોક્ત પ્રકૃતિઓમાંથી કેટલીક પ્રકૃતિએને સ્વયમેવ દૂર કરવી, અને કેટલીક પ્રવૃતિઓને નાખવી. જેમકે દેવગતિ અથવા નરકગતિ આશ્રય બંધસ્થાનકને વિચાર કરે હોય ત્યારે ઉપરોકત બંધસ્થાનકમાંથી સ્થાવરાદિ ચતુષ્ક કાઢી નાખીને તેના સ્થાને ત્રસાદિ ચતુષ્ક ઉમેરવું જોઈએ. તથા બેઈન્દ્રિયાદિ આશ્રયી બંધસ્થાનકને વિચાર કરે હોય ત્યારે સ્થાવર, સૂક્ષમ અને સાધારણ એ ત્રણ પ્રકૃતિઓને ખસેડી તેના સ્થાને ત્રસ, બાદર અને પ્રત્યેક દાખલ કરવી જોઈએ. વેકિય અને આહારકના