________________
સપ્તતિક ટીકાનુવાદ
સુધી જ બંધાય છે, આગળ જતું નથી–બંધાતું નથી, માટે અનિવૃત્તિ બાદર સં૫રાયના પ્રથમ સમયથી આરંભી પાંચને બંધ થાય છે. તે પાંચને બંધ અનિવૃત્તિ બાદર સંપાયના કાળના પહેલા પાંચમા ભાગ સુધી થાય છે. ત્યારબાદ પુરુષવેદ નહિ બંધાતે હવાથી ચારને બંધ થાય છે, તે પણ નવમા ગુણસ્થાનકના બીજા પાંચમા ભાગ સુધી થાય છે, ત્યારપછી સંજવલન ક્રોધને બંધ નહિં થતું હોવાથી ત્રણને બંધ થાય છે, તે ત્રણને બંધ ત્રીજા પાંચમા ભાગ સુધી થાય છે. ત્યારબાદ સંજવલનમાનને બંધ પણ નહિ થતું હેવાથી માયા અને લેભ એ બેને જ બંધ થાય છે. તે બેને બંધ પણ પાંચ ભાગમાંના ચેથા ભાગ સુધી થાય છે. ત્યાર બાદ સંજવલનની માયાને બંધ પણ નહિ થતે હેવાથી અનિવૃત્તિ બાદરસિં૫રાય ગુણસ્થાનકના પાંચમા ભાગમાં માત્ર એક સંજવલન લેભ જ બંધાય છે. અને તે બંધ પણ તે ગુણસ્થાનકના ચરમસમય પર્યત થાય છે. ૨૧.
હવે આ સઘળા બંધસ્થાનકનું કાળ પ્રમાણુ કહેવા માટે આ ગાથા કહે છે– देसूणपुव्वकोडी नव तेरे सत्तरे उ तेत्तीसा। बागसे भंगतिगं ठितिसेसेसुं मुहुत्तंतो ॥२२॥
देशोनपूर्वकोटिः नवत्रयोदशयोः सप्तदशे तु त्रयस्त्रिंशत् ।
द्वाविंशतो भंगत्रिक स्थितिः शेषेषु मुहर्तान्तः ॥२२॥ અર્થ નવ અને તેના બંધસ્થાનની દેશના પૂર્વકેટિ પ્રમાણુ સ્થિતિ છે. સત્તરની તેત્રીસ સાગરેપમ, બાવીસના બંધની ત્રણ ભાગે અને શેષ બંધસ્થાનકેની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ કાળ છે. 1 ટીકાનુડ–તેરના અને નવના બંધસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટી વર્ષ પ્રમાણ છે. એટલે કે તેર અને નવનું બંધસ્થાન દેશના પૂર્વકટિ વર્ષ પર્યત બંધાયા કરે છે. કારણકે તેને બંધ દેશવિરતિ ગુણસ્થાનકે અને નવને બંધ સર્વવિરતિ ગુણસ્થાનકે છે. અને તે બંને ગુણસ્થાનકને કાળ દેશે ઉણ પૂર્વ કેટી વર્ષ પ્રમાણુ હોય છે. સત્તરના બંધને કાળ ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ છે. કારણ કે અનુત્તર વિમાનવાસી દેવેનું તેત્રીસ સાગરોપમ પ્રમાણુ આયુ છે, અને તેઓ હંમેશાં અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે જ હોય છે, ત્યાં હંમેશા સત્તરને બંધ થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ જ્યાં સુધી તેઓને દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્તર બંધાયા કરે છે. માટે કંઈક અધિક
૧ દેશે ઉણા કહેવાનું કારણ વિરતિ પરિણામ જમ્યા પછી આઠ વરસની ઉંમર થયા બાદ જ થાય છે પૂર્વકટી વરસ સુધીના સંખ્યાત વર્ષના આયુવાળાને જ વિરતિ પરિણામ થાય છે. પૂર્વકેટી વરસથી અધિક આયુવાળા અસંખ્યાત વરસના આયુવાળા કહેવાય છે અને તેને વિરતિ પરિણામ 'હેતા જ નથી. એટલે દેશના પૂર્વ કેરી વર્ષ પ્રમાણ કાળ ઉપરના બે બંધસ્થાનકને કહ્યો છે.