________________
સારસંગ્રહ એકેન્દ્રિય જીને વિગ્રહગતિમાં આ પાંચમાંથી કઈ પણ એક પ્રકારે એકવીશ પ્રકૃતિએને ઉદય હાય છે.
આગળ પણ સર્વ ઠેકાણે જે જે જીવને જે જે ઉદયસ્થાનમાં જેટલા ભાંગી હોય તે તે જેને તે તે ઉદય તેટલા પ્રકારે થાય છે, એમ જાણવું.
આનુપૂર્વાને ઉદય વિગ્રહગતિમાંજ હોવાથી ૨૧ માંથી તેને બાદ કરી ઉપરની વીશ અને ઉત્પત્તિ સ્થાને આવતાં જ ઔદારિક શરીર, હુંડક, ઉપઘાત, અને પ્રત્યેક-સાધારણ બેમાંથી એક, આ ચારને ઉદય અધિક થવાથી ૨૪ નું ઉદયસ્થાન થાય.
૨૧ ના ઉદયમાં બતાવેલ પાંચે ભાંગાઓને પ્રત્યેક અને સાધારણ સાથે ગુણતાં , તેમજ વૈક્રિય લબ્ધિ સંપન્ન બાદર પર્યાપ્ત વાયુકાય જ્યારે મૂળ શરીરમાંથી વૈક્રિય શરીર બનાવે ત્યારે શરૂઆતમાં તેને પણ ૨૪ નું ઉદયસ્થાન હોય અને એને એક, એમ ૨૪ના ઉદયથાનના કુલ અગિયાર ભાંગા થાય.
પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ આજ ૨૪ માં પરાઘાતને ઉદય થાય ત્યારે ૨૫નું ઉદયસ્થાન થાય, અહીં અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે ન હોવાથી બાઇર પર્યાપ્ત પ્રત્યેક-સાધારણના યશ—અયશ સાથે ચાર, સક્ષમ પર્યાપ્ત પ્રત્યેક-સાધારણના અયશ સાથે બે એમ છ અને વૈક્રિય વાયુકાયને પણ પરાઘાતને ઉદય થાય ત્યારે તેને એક, એમ સર્વમળી ૨૫ ના ઉદયના સાત ભાંગા થાય છે.
આજ ને જ્યારે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઉચ્છવાસન ઉદય થવાથી ર૬ને ઉદય અને તેના પણ ઉપર પ્રમાણે સાત ભાંગા થાય. વળી બાદર પર્યાપ્ત પૃથ્વી કાયને જે ઉચ્છવાસના ઉદય પહેલાં આપને ઉદય થાય તે પણ ૨૬ થાય, અને તેનાં • યશ-અયશ સાથે બે ભાંગા થાય, વળી જે ઉદ્યોતને ઉદય થાય તે પણ ૨૬ થાય, પરંતુ
ઉદ્યોતને ઉદય પ્રત્યેકની જેમ સાધારણને પણ હોવાથી તે બન્નેને યશ-અયશ સાથે ગુણતાં ચાર ભાંગા થાય, એમ સર્વમળી ૨૬ ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા થાય. -
ઉચ્છવાસ સહિત ર૬માં આતમ અથવા ઉદ્યોતને ઉદય થાય ત્યારે ર૭ નું ઉદધ. સ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે આપના બે અને ઉદ્યોતના ચાર એમ છ ભાંગા થાય.
આ રીતે એકેન્દ્રિયના પાંચે ઉદયસ્થાનના મળી ૪૨ ઉદયભાંગા થાય.' વિકલેન્દ્રિને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ એમ છ ઉદયસ્થાને હોય છે.
યુથી બાર, તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિયાદિક ત્રણમાંથી કોઈપણ એક જાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત- અપર્યાપ્તમાંથી એક, દુર્ભાગ, અનાદેય અને યશ-અશમાંથી એક આ ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન વિંગ્રહગતિમાં હોય છે. અહીં પર્યાપ્તના યશ-અયશ સાથે બે, અપ, ને અયશને એક, એમ ત્રણ ભાંગા થાય,