________________
રેપર
પંચસંગ્રહ તૃતીયખંડ તેના બાંધનાર મિથ્યાદિષ્ટી તિય અને મનુષ્ય છે. આ તેવીશમાં બે પ્રકૃતિઓ પરાવર્તમાન હવાથી કેઈક સૂક્ષ્મ બાંધે અને કેઈક બાદર બાંધે માટે બે અને આ બને જાતના 9 પ્રત્યેક બાંધે અને બે જાતના સાધારણ બાંધે, માટે બેને બેએ ગુણતાં તેવીશના બંધના કુલ ચાર ભાંગા થાય, તથા આ તેવીશમાંથી અપર્યાપ્ત નામકર્મ બાદ કરી તેની જગ્યાએ પર્યાપ્ત નામકર્મ ઉમેરવું અને પર્યાપ્ત નામકર્મ સાથે પરાઘાત અને ઉચ્છવાસ અવશ્ય બંધાય માટે તે બે ઉમેરતાં આ ૨૫ પ્રકૃતિએનું બંધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાપ્ય છે. અહીં પર્યાપ્ત નામકર્મ સાથે સ્થિર અને શુભ પણ બંધાય છે. માટે સૂમના પ્રત્યેક અને સાધારણ સાથે બે, સ્થિર-અસ્થિર સાથે ચાર અને શુભ-અશુભ સાથે ગુણતાં આઠ, બાદર-સાધારણના સ્થિર-અસ્થિર સાથે બે અને તેને શુભ, અશુભ સાથે ગુણતાં ચાર તેમજ બાદર પ્રત્યેક સાથે યશ પણ બંધાય છે માટે તેના સ્થિર–અસ્થિર સાથે બે, શુભ-અશુભ સાથે ચાર અને યશ-અયશ સાથે ગુણતાં આઠ, એમ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય (૨૫) પચશના બંધના કુલ ૨૦ ભાંગા થાય.
સામાન્યથી તેના બાંધનાર નરક સિવાય મિથ્યાષ્ટિ ત્રણે ગતિના જીવે છે, પરંતુ દે ૨૦માંના છેલ્લા આઠ ભાંગા જ બાંધે છે.
આજ પશ સાથે જ્યારે આતપ અથવા ઉઘાત બંધાય ત્યારે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય ૨૬ નું બંધસ્થાન થાય, પરંતુ આતપ અથવા ઉદ્યોત બાદર અને પ્રત્યેક નામકમ સાથે જ બંધાતું હોવાથી ઉપર બતાવેલા છેલલા આઠ ભાંગાઓને આતપ અને ઉદ્યોત સાથે ગુણતાં કુલ ૧૬ ભાંગા થાય. આના બાંધનાર પણ નરક સિવાય ત્રણે ગતિના મિથ્યાદષ્ટી જી હેય છે.
એમ એકેન્દ્રિય પ્રાગ્ય ત્રણે બંધસ્થાનના સર્વ મળી ૪ (ચાળીશ) ભાંગા થાય.
વિકસેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૨૫-૨૯ અને ૩૦ એમ સામાન્યથી ત્રણ બંધરથાને છે.
ત્યાં ધુબંધી નવ તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિયાદિ ચારમાંથી કોઈપણ એક જાતિ, ઔદારિકદ્વિક, છેવટું સંઘયણ, હુંડક-સંસ્થાન, ત્રસદ્ધિક, અપર્યાપ્ત, પ્રત્યેક અને દુરવર વિના
અસ્થિર પંચક આ ૨૫ પ્રકૃતિએ અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છે.
આમાં પરાવર્તમાન કેઈપણ શુભ પ્રકૃતિ ન હોવાથી દરેકના એક-એક એમ કુલ ચાર ભાંગા થાય, અને તેના બાંધનાર મિથ્યાદિષ્ટ મનુષ્ય તથા તિય ચે છે.